SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬] મુઘલ કાલ [>, જે કંઈ લીલેરી ઊગી હતી તે ભૂખ્યા લેક રાંધીને ખાતા તેથી રેગચાળે અને મરકીનો રોગ ફાટી નીકળ્યો આમાં મોટી સંખ્યામાં માણસનાં મેતા થયાં. કેટલાંક માબાપોને એક કે બે રૂપિયામાં પોતાનાં બાળક વેચવાં પડવાં.' આ સાલમાં સુરતમાં ગોપીતળાવવાળી જગ્યાના એક ખૂણામાં એક સુંદર વાવ બાંધવામાં આવી, જેની વિગતો એમાં મુકાયેલા બે ફારસી શિલાલેખોમાં જોવા મળે છે. હૈદર કુલીખાન કેળીઓ સામે ગયા હતા તેવામાં એને સમાચાર મળ્યા કે ખાન દૌરાન પાસેથી ગુજરાતની સૂબેદારી લઈ લેવામાં આવી છે. ત્યારે એ પણ થોડા સમય બાદ દિલ્હી તરફે ઉપડશે (જૂન, ૧૭૧૮). બાદશાહ રફી ઉદરજાતને રાજ્ય-અમલ (૧૭૧૯) દિલ્હીમાં સર્વશક્તિશાળી બનેલા સૈયદ ભાઈઓએ શખસિયરને છ વર્ષ સુધી નિભાવી છેવટે પદભ્રષ્ટ કરી મારી નંખાવ્યો (૧૭૧૯) અને રફી ઉદ-દરજાતને બાદશાહ બનાવ્યો. મહારાજા અજિતસિંહે પિતાની પુત્રી ફરુખસિયર સાથે પરણાવી હતી અને ફરું ખસિયરે અજિતસિંહને પોતાની મદદે બેલાવ્યા હોવા છતાં એ ગયા ન હતા અને સૈયદ ભાઈઓને વફાદાર રહ્યા હતા. આ વફાદારી બદલ અજિતસિંહને ગુજરાતની સૂબેદારી અપાઈ મહારાજા અજિતસિંહ (બીજી વાર) (.સ. ૧૧૯-૨૧) અજિતસિંહ ગુજરાત જાય ત્યાં સુધી એમના નાયબ તરીકે કામ કરવા મહેરઅલીખાનને અમદાવાદ મોકલવામાં આવ્યો. આગળ જતાં મહારાજા અજિતસિંહના સલાહકાર નહરખાનને ગુજરાતના દીવાન તરીકે નીમવામાં આવ્યો હતો (માર્ચ ૨૦, ૧૭૧૯). બાદશાહ રફી ઉદરજાતનાં બે ફરમાન નેધપાત્ર છે. પ્રથમ ફરમાન (ફેબ્રુઆરી ૧૮, ૧૭૧૮ ) નાયબ મહેરઅલીખાનને સંબોધીને લખાયેલું છે, જેમાં નવા બાદશાહની પ્રાંતની પ્રજાના કલ્યાણ માટેની ચિંતા વ્યક્ત કરી પ્રાંતના સૂબેદાર, દીવાન અને એમના અધિકારીઓને એમની ફરજોનું વફાદારીથી પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. “મિરાતે અહમદી'ના લેખકના જણાવ્યા પ્રમાણે અમદાવાદની ટંકશાળમાં બાદશાહ રફી ઉદ્દદરજાતના સિક્કા પાડવામાં આવ્યા હતા. બીજુ ફરમાન નહરખાનને સંબોધીને બહાર પડાયું છે. એમાં મહારાજા અજિતસિંહની વિનંતીથી જજિયારે નાબુદ કર્યાનું લખ્યું છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy