________________
૯]
મુઘલ કાલ
[.
સાબરમતી નદીના કાંઠે તંબુમાં રહી સૈનિક જીવન ગાળવાનું પસંદ કર્યું. એણે વહીવટની તમામ દીવાની બાબતે દખણી બ્રાહ્મણને સોંપી દીધી અને પોતે જાનવરોની સાઠમારી અને શિકારમાં સમય વિતાવવા લાગ્યો. એના સમયમાં અમદાવાદમાં હિંદુ-મુસલમાને વચ્ચે કોમી હુલ્લડ થયેલું (ઈ.સ. ૧૪૧૩), જે અંગે “મિરાતે અહમદી' અને “સિયર-ઉ-મુતખેરિનમાં ભિન્ન ભિન્ન હેવાલ આપવામાં આવ્યા છે.
એ હુલ્લડનું કેંદ્ર ઝવેરીવાડ જ્યાં મદનગોપાળ અને કપૂરચંદ ભણસાળી જેવા ધનાઢય શરાફ અને ઝવેરીઓની હવેલીઓ આવી હતી ત્યાં હતું. મદનગોપાળના ગુમાસ્તા હરિરામે હેળીના દિવસે પિતાના મોટા મિત્રવર્તુળને પિતાને ત્યાં હોળી ખેલવા બોલાવ્યું હતું. હોળી ખેલતી વખતે ત્યાંથી પસાર થતા એક મુસ્લિમ પર ગુલાલ નાખી રંગ છાંટવામાં આવ્યો. એ મુસ્લિમ અને એના મિત્રાએ, શહેરમાં જોરદાર વક્તા તરીકે નામના મેળવેલા, મુહમ્મદઅલી નામના સંતને વાત કરી અને એ પછી મોટું બુમરાણ મચી રહેતાં ઉશ્કેરાટનું વાતાવરણ ફેલાવું. જામી મસ્જિદ ખાતે જે ટોળું એકત્ર થયું તેમાં સુન્ની વહેરાના વડા મુલ્લાં અબ્દુલ અઝીઝ પિતાની કોમના લાકા અને દાઉદખાન પત્નીના અફઘાન સૈનિકે આવી જેડાતાં બધા લોકો શહેરના કાઝી ખેરુલ્લાહ ખાનના મકાન તરફ ગયા, પણ કાઝી દાઉદખાન પત્નીનું વલણ હિંદુઓ તરફી હોવાનું જાણતા હોવાથી દરમ્યાનગીરી કરવા કરતાં પોતે મકાનમાં છુપાઈ ગયા, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાએ એમના મકાનને ભારે નુકસાન કરી, કાઝીને સાથે લઈને હિંદુઓની દુકાનો લૂંટવા અને એમનાં મકાન બાળી નાખવાનું શરૂ કર્યું. છેવટે એમને નગરશેઠ કપૂરચંદ ભાણસાળીના શસ્ત્રધારીઓએ અટકાવ્યા. અંતે હુલ્લડ શાંત પડી જતાં દુભાયેલા અને ઉગ્ર બનેલા મુરલમોએ મુહમ્મદઅલી અને મુલ્લાં અબ્દુલ અઝીઝને બાદશાહ પાસે ફરિયાદ કરવા મોકલ્યા. બીજી બાજુએ સૂબેદાર દાઊદબાને હુલ્લડના આખા બનાવને વૃત્તાંત પોતાના હાથે લખીને શેઠ કપૂરચંદને બાદશાહ પાસે મોકલ્યા. એ વૃત્તાંત પર સૂબેદારની પોતાની, કાઝીની, શાહ અધિકારીઓની અને લશ્કરી દળોના સેનાપતિની સહીઓ હતી. એમાં એવું પ્રમાણિત કરવામાં આવ્યું હતું કે એ બનાવમાં હિંદુ દોષિત નહતા.
આ સમયમાં મોમીનખાન નામના એક ઈરાનીને સુરત વડોદરા પેટલાદ નડિયાદ અને ધે ળકાની ફેજદારી આપવામાં આવી હતી. મોમીનખાને ચારેય સ્થળે પિતાના નાયબ નીમ્યા અને પોતે સુરત ગયે. સુરતમાં ફોજદાર મોમીનખાન અને કિલેદાર ઝિયાખાન વચ્ચે મતભેદ થતાં ઝઘડો એટલે ઉગ્ર બન્યો કે