________________
શિe] ગુજરાતમાં આવેલા રિશી પ્રવાસીઓએ કરેલી છે [૫૭ પાસે હલેસાં મારીને ચલાવી શકાય તેવી અનેક સપાટ નાની હેડીઓ છે, જે સુંદર વાટની અને સુસજજ છે. એણે બંદરની પેલી બાજુએ મજબૂત સાંકળ બંધાવી છે અને આપણા સ્વામી (પોર્ટુગલના ) રાજાના પ્રતાપના મોટા ભયથી આ તોપખાનું સજજ રખાયું છે. ૨૨
દીવ પછી તાપીને કાંઠે આવેલ રાંદેર બંદરનો ઉલ્લેખ બારસા કરે છે. ત્યાં રહેતા અરબ વેપારીઓ સંસ્કારી અને ઉદાર મતના હતા. તેઓ ઊજળા અને નમ્ર હતા. એમની સ્ત્રીઓ સ્વરૂપવાન હતી. એ સમયના મુસ્લિમોમાં પ્રચલિત રિવાજ પ્રમાણે એ ઘરમાં પુરાઈ રહેતી નહિ, પણ દિવસે એ પિતાનાં મુખ ઢાંકવા વગર બહાર જતી. લોકોનાં મકાન સુંદર બાંધણીનાં અને સજાવટવાળાં હતાં. મકાનના સંમુખ એરડા દીવાનખંડમાં ચારે તરફ છાજલીએની હારમાળા હતી, જેમાં ચીનથી લાવેલાં ચીનાઈ માટીનાં મનોહર કિંમતી વાસણ ગોઠવ્યાં હતાં. ૨૩
સુરત વિશે લખતાં બાર એસા જણાવે છે કે એ રદેર કરતાં ઊતરતી કક્ષાનું હતું, એમ છતાં ખંભાતના રાજાને સુરતમાંથી મેટી જકાતી આવક થતી હતી.
બારબોસા ખંભાત દીવ રાંદેર અને સુરત ઉપરાંત ખંભાતના અખાતથી મુંબઈ સુધીના દરિયાકાંઠા પર આવેલાં વેપાર-સમૃદ્ધ આઠ બીજાં બંદરોને ઉલ્લેખ કરે છે, એમાં પાટણ-સોમનાથ માંગરોળ ઘોઘા અને ભાવનગરની બરાબર સામેના ભાગમાં આવેલ ગંધાર દમણ દહાણું વસઈ અને થાણાને સમાવેશ થાય છે. થાણા અને માહીમ માટે એ લખે છે કે ત્યાં ઘણા બાગબગીચા મંદિર તેમ મસ્જિદ હતાં. એ સારાં બંદર હોઈ ત્યાં ચાંચિયાઓને અડ્ડો હતે. તેઓ પશ્ચિમના કાંઠા પર નાનાં જહાજો માટે આફતરૂપ હતા.૨૪
આપણને બારસા પછી નામાંકિત તુક વિદ્વાન કવિ લેખક ગણિતશાસ્ત્રી અને સાગરશાસ્ત્રનો પંડિત સીદી અલી બિન હુસેન, જે અલી રેજીસના નામથી જાણીતો છે, તેને અહેવાલ ગુજરાત વિશે જોવા મળે છે. ૨૫
એ જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે ગુજરાતનું રાજ્ય ડામાડોળ સ્થિતિમાં હતું. રાજકીય અને આંતરિક વિખવાદે વધી ગયા હતા, કારણ કે એ વખતે કિશોરવસ્થાને અહમદ ત્રીજો (૧૫૧૪-૧૫૬૧) સુલતાન તરીકે હતા. સીદી અલીને રાજકીય વિખવાદોને કડવો અનુભવ થયો હતો.
તુર્કોના સુલતાન સુલેમાને પૂર્વના દેશમાં પોતાની સત્તા ફેલાવવા અને સ્થાપવાની તથા ફિરંગીઓને હિંદી મહાસાગરના જળવિસ્તારમાંથી હાંકી કાઢવાની