________________
૫] સતત કાલ
પિરિશેરીઓનું એકઠા આકારમાં બાંધકામ થયેલું હતું. એનાં પથ્થર તથા ચૂના વડે બાંધેલાં ઊચાં મકાન બારીઓ અને લાદીવાળાં છાપરાંથી શોભતાં હતાં. અહીંના રહેવાસી હિંદુ અને મુસ્લિમ બંને વર્ગના હતા. એ મોટા ભાગે વેપારી હતા. સમગ્ર હિંદના વેપારના કેંદ્ર તરીકે જાણીતા બનેલા આ શહેરમાં જેને “તવણની કહી શકાય તેવી વિદેશી પ્રજા પણ હતી.૧૮ ખંભાતના નાગરિકો “ભારે સંસ્કારી, સારો પોશાક પહેરનારા, મોજીલું જીવન ગાળનારા, અને આનંદપ્રમોદ કરનારા તથા દુર્ગણવાળા' હતા. લેકે ઘડા કે બળદ જોડેલી ગાડીઓમાં બહાર જતા. ધનાઢય વર્ગો ની ઘણું ગાડી “એક બંધ અને શણગારાયેલા એારડા' જેવી હતી ૧૯
ખંભાત એની યાંત્રિક કામગીરી અને હુનરવિવાઓ માટે ખૂબ પંકાયેલું તું. ત્યાં દરેક પ્રકારનું સુતરાઉ અને રેશમી કાપડ મખમલ સાટીન અને જાડા ગાલીચા બનતા હતા. હાથીદાંતને ઉપયોગ જેમાં વધુ પ્રમાણમાં થતો હતો તેવી વસ્તુઓ, જેમકે કંગન, તલવારની મૂઠ, પાસા પોતજનાં મહેરા, શેતરંજપટ અને પલંગનો ખાસ ઉલ્લેખ બારબોસાએ કર્યો છે. ખંભાત હીરા ઘસવાના કેન્દ્ર તરીકે જાણીતું હતું. ત્યાં કૃત્રિમ મૂલ્યવાન પથ્થરો અને મોતી બનાવવામાં આવતાં, જે સાચાંની જેમ દેખાતાં. અહીંના સોની એમના કામમાં પ્રવીણ હતા. અહીં અલ-અકીક અને સામાન્ય અકીક તથા સામાન્ય, પણ મૂલ્યવાન પથ્થરોને મટે વેપાર ચાલતે. અકીક જેવા પથ્થરોને વેપાર ખંભાતથી યુરોપ અને પશ્ચિમ એશિયા સાથે ચાલતો હતો, પણ આની ખાણ ખંભાતથી ઘણે દૂર અંદરના ભાગમાં નર્મદા કાંઠે આવેલ લિમોદરા(ભરૂચ જિલ્લા)માં હતી. બારબોસાના નેધવા મુજબ લિમોદરા અકીકના ધીકતા વેપારનું મુખ્ય કેંદ્ર હતું. અહીં પથ્થરોને ચમકદાર બનાવીને વીંટીઓ તલવાર કે ખંજરના હાથા માટેની મૂઠો અને બીજી ઘણી વસ્તુ બનાવનારા નિષ્ણાત કારીગરો જડી આવતા. સમય જતાં લિમોદરાથી આ ઉદ્યોગ ખંભાત ફેરવાયા હતા.•
બાબાસાએ ખંભાત પછી દીવ ટાપુના શહેરનું વર્ણન કર્યું છે. દીવ મેટા અને ધીકતા વેપારી કેંદ્ર તરીકે હેવા છતાં ખંભાતમાં જે વિવિધ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થતી હતી તેઓનો અહીં અભાવ હતો. આમ છતાં આ બંદરે મોટી અને કિંમતી ચીજોની હેરફેર થવાથી એના શાસકોને આશ્ચર્ય પમાડે તેવી ઘણી મોટી આવક થતી હતી.૨૧ અહીંના સૂબા મલિક અયાઝ વિશે બાબાસાએ લખ્યું છે કે એ વૃદ્ધ પુરુષ ન્યાયી ખંતીલો અને વિદ્વાન છે. એની પાસે ઘણું શક્તિશાળી તોપખાનું છે, જે દિવસે દિવસે તાકાતવાન બનતું જાય છે. એની