________________
૪૬૦), સલ્તનત કાલ
[પ્ર. ચાંપાનેરની જામી મસ્જિદ–ગુજના મજિદ-સ્થાપત્યને ઉત્તમ નમૂનો એટલે ચંપાનેરની જામા મસ્જિદ (પષ્ટ ર૬, આ. ૪૪). ચાંપાનેર જિતાઈ ગયું તે પહેલાં મહમૂદ બેગડાએ આ મસ્જિદ બાંધવાની શરૂઆત કરાવી દીધી હોવાનું કહેવાય છે. મહમૂદની ઉમેદ મુહમદાબાદને બીજુ મક્કા બનાવવાની હતી, તેથી અ મક્કાના જેટલી જ મેટી સાત મિહરાબવાળી જોમી મસ્જિદ એણે બનાવડાવી. ભરિજદના લિવાનની પહેઠળ ઈ કરતાં લંબઈ બેવડી છે. એની પાછળ વધારે જનસંખ્યા સમાવવાને ખ્યાલ રાખેલો સમજાય છે. કુલ ૧૧ મોટા ઘુંમટવાળી (લેવાનની દૃષ્ટિએ) આ મોટામાં મેટી મસ્જિદ કહી શકાય. સ્તની આજના ખૂબ સુંદર છે. પ્રવેશની કમાનની બંને બાજુ લગભગ ૩૨ મીટર ઊંચા મિ ારા છે, જે એની સાથે સંલગ્ન દીવાલ જેટલા ઊંચા ને ઉપરથી છૂટા છે કમાનવાળી દીવાલની ઉપરના ભાગમાં કમાનની બરાબર ઉપર ઝરૂખો કરે છે. પાછલી બાજુ એને કેંદ્રભાગ આવે છે. વચ્ચેના ભાગમાં બે માળ કરીને એ વડે પ્રકાશ લાવવા અને ઊંચાઈ વધારવાને–મહત્તા વ્યક્ત કરવાને સજાગ પ્રયન જોવા મળે છે. પ્રવેશદ્વાર ૪.૫ મીટર પહોળું છે. જમીન પર કુલ ૧૭ર થાંભલા છે. વચ્ચેના ઘુંમટને કલશ ૧૮ મીટર જેટલે ઊંચે છે. તળિયાનો સ્તર જમીનથી ૦૭૫ મીટર ઊંચે છે. કેંદ્રને માળવાળો ભાગ લગભગ ૧૬ મીટર જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે અને એ સમચોરસ છે. મિનારામાં સારું એવું નકશીકામ કરેલું છે. મિનારામાં જવાને રસ્તે દીવાલમાંથી સીધે અંદર પેસીને તરત જ શ્રમરી-રૂપમાં શરૂ થાય છે. અમદાવાદની મજિદની જેમ દીવાલની જાડાઈમાંથી સીધાં પગથિયાંરૂપે નહિ, પણ દીવાલના લંબાઈવાળા ભાગમાંથી અને એ પણ કમાનતી દીવાલની બાજુમાંથી જ. આમ એની રચના જુદી પડે છે. મિનારા અમકાવાદની મસ્જિદો કરતાં કુલ બેવડા કરતાંય વધારે ઊંચા હે છે છતા વધુ સુંદર કે ઘાટીલા અર્થાત ના નરમ્ય નથી, પરંતુ થોડા જડસા પ્રકારના અને અલંકૃત હોવા છતાં ઋક્ષ અને જાડા લાગે છે, જ્યારે બહારની બાજુએ ચાર ખૂણે બનાવેલા ચાર ટૂંકા કદના મિનારા હૂઠા જેવા વધારે લાગે છે. મસ્જિદમાં બાંધકામની પદ્ધતિમાં કમાન-નિર્માણની ઈરાની પદ્ધતિ કેંદ્રના ઘુમટમાં સ્પષ્ટ દેખાય છે. ઘુંમટમાં અંદરની પાંસળીઓ વધુ સ્પષ્ટ અલંકૃત કરી મૂકેલી છે ધું મટનું રૂપ એકસરખી જાડાઇનું છે, જેમાં રોડાં અને કોંક્રીટને સુરુચિકર સિદ્ધહસ્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યું છે. બીજા માળના ઘુમટની છતમાં મિશ્ર પ્રકારની અસાધારણ સુંદર કોતરણી જોવા મળે છે, જેમાં ભારતીય અને ઈરાની તનું સુંદર મિશ્ર ખૂબ જ ચતુરાઈપૂર્વક થયેલું જોવા મળે છે.