________________
૧૫ મું ]
સ્થાપત્યકીય સ્મારક
[૫૯
દીવાલની જાડાઈ ૧૭૫ મીટર છે અને આગળના ભાગમાં સુંદર ઊંચી કમાનો કરેલી છે. જમીનથી ઊંચે ઘુંમટના અંદરના ભાગની ઊંચાઈ ૧૯૫૦ મીટર છે. મિહરાબ ઊંડા અને ચેરસ છે ને શું મટે અંદરથી કરેલા છે, અને સિંબર નવ પગથિયાનું બનાવેલું છે. મિહાબની બંને બાજુએ કમાનવાળી બારી છે ને એમાં સુંદર જાળીકામ કરેલું છે. મજિદના બે છેડે ઊંચા મિનારા જાય છે, જેને આકાર શિવલિંગ જેવો છે. ત્યાં જવા માટે બહારની બાજુથી છેક સુધી લઈ જતાં પગથિયાં છે. મિનારાની ટોચ ૨૫ મીટર ઊંચે છે. સમગ્ર મકાન ચૂનાના લાસ્ટમાં કરેલ અદ્દભુત નકશીકામથી સુશોભિત છે. મસ્જિદના આગલા ભાગથી લગભગ ૯૫ મીટરના અંતરે મોટું પ્રવેશદ્વાર છે અને એ ૬ મીટર સમરસ છે. એની પાછળ ખાન સરોવર છે, જેને હજીય ઉપયોગ થાય છે. આને સત્તનત સમયના સ્થાપત્યનું રત્ન ગણી શકાય, પરંતુ એની જોઈએ તેવી કાળજી લેવાતી નથી.
ધોળકાની જામી ગરજદ–અમદાવાદમાંના મહમૂદ બેગડાના સમયની મજિદે સાથે સુસંગતતા અને સામ્ય ધરાવતી આ મસ્જિદ ઈ.સ. ૧૪૮૫ પહેલાં થઈ હશે એમ લાગે છે. એક જ ઊંચાઈની ત્રણ કલાનેવાળી આવી ભરિજદમાં પ્રકાશ લાવવાની વ્યવસ્થા ઉપરના ભાગમાં માળ કરીને કરેલી છે. મરજદના થાંભલા સાદા છે એ ઉપરથી એને નવેસરથી ભરેલા માનવા પડે. ગેખમાંનાં સુશોભન પણ નવીન પ્રકારનાં છે તેમજ એના ઉપરના ભાગ પણ મિશ્ર પ્રકારના નવેસરથી ઘડેલા જોવા મળે છે. અહીં અગાઉની મંદિરના ભાગનો ઉપયોગ કરવાની પરંપરા અપનાવાઈ નથી, પરંતુ એની તક્ષણપદ્ધતિ, પ્રતીક તેમજ સુશોભનરૂપોને નવેસરથી પલટાયેલા સંદર્ભમાં નવા રૂપમાં રજૂ કરીને ઉપગ કર્યો છે એટલે આમાં વિશિષ્ટ પ્રકારની મિશ્રણ–પદ્ધતિ જોવા મળે છે. મિહરાબના વચ્ચેના ભાગમાં અમૃતકુંભ, પ્રફુલ કમળ ઉપરાંત નીચેના ભાગમાં આડી શકરપારાના રૂપવાળી પટ્ટી નવીન પ્રકારનો ઉપયોગ બતાવે છે. ઉપરાંત આખેય મિહરાબ સુગ્રથિત રીતે બનાવેલ છે, જે એના દ્વારની રચના અને નકશીકામ પરથી જોઈ શકાય છેવળી મિહરાબના અંદરના ભાગમાં લંબચોરસ છે, અર્ધવર્તુળકે અર્ધઘટ્રણ નથી. મિહરાબના ઉપરના ભાગમાં જેના પ્રતીક વપરાયાં છે, પરંતુ એના કારણે ભારતીયતા જ અનુભવવા મળે છે. મિનારામાં જવા માટે દીવાલની વચ્ચેથી સીડી કાઢેલી છે. અહીં પાંચ મિહરાબ છે અને નિંબર હિલાલખાન કાજીની મસ્જિદ જે છે; જે કે આમાં મુલુકખાનું નથી એ એની વિશેષતા ગણાય. મસ્જિદના ચોકમાં ખુલે મંડપ છે, જેમાં મંદિરના થાંભલાઓને ઉપયોગ કરેલો જોવા મળે છે.