________________
૧૫ મું]
થા પત્યકીય મારકે
(૫૭
વંશજોની કપરો પણ છે. અંદર પૂર્વ બાજુએ સૈયદ મહબૂબેઆલમની કબર છે. મુખ્ય કબરની ઉપર કદમરસૂલ સરીફ-પેગંબર સાહેબનાં પવિત્ર પગલાં છે. આ પગલાં દિલ્હીમાં જુમ્મા મસ્જિદમાં પગલાં છે તેની નકલ છે એમ કહેવાય છે. અહી બીજી ઘણું કબર છે.
બીજા રોજાની દક્ષિણે મેદાન અને વાયવ્ય મસ્જિદ છે. આ મસ્જિદની બાંધણી સીદી શહીદની મસ્જિદની બાંધણીને ઘણી મળતી આવે છે. એની વિશેષતા સલ્તનત કાલની બીજી મજિદો કરતાં એ છે કે એમાં કમાનને એક જ સ્તંભમાંથી ચારે બાજુ ફેલાતી બતાવી છે. જ્યારે સલતનત કાલની અન્ય મસ્જિદોમાં કમાનનો ભાર વહન કરનાર અંગ તરીકે એને ઉપયોગ થયો નથી. મિનારા પાછળથી કરેલા છે, મેદાનને ઈશાન ખૂણે મેટું જમાત ખાનું છે. એમ કહેવાય છે કે આ જગાએ શાહઆલમ સાહેબના વખતનું એક દીવાનખાનું હતું. છેલ્લે સુલતાન મુઝફફરશાહ ૩ જાએ હાલનું દીવાનખાનું કરાવ્યું હતું. પશ્ચિમી દરવાજાની બહાર ડેક છેટે એક નાનકડું તળાવ છે; એ તાજખાંની સ્ત્રીએ બંધાવેલું મુસ્તફાસર છે.
આ સમગ્ર કેમ્પસમાં સહતનત કાલથી શરૂ થઈ છેક મુઘલ કાલ સુધી તેમજ એ પછીથી પણ થોડું ઘણું બાંધકામ ચાલ્યા જ કર્યું છે.
ઈસનપુરની મલિક ઈસનની મસ્જિદ (મોટી મસ્જિદ)-મહમૂદ બેગડાએ પિતાના માલિકોને કદરરૂપે સારા એવા વિસ્તાર ને ગામ વસાવવાની સગવડ આપી હતી, તેમાં મલિક ઈસને ઈસનપુર વસાવ્યું ને ત્યાં મસ્જિદ બનાવરાવી. આ મસ્જિદની બાંધણી જોતાં એને ઈ.સ. ૧૪૬૦ ની પછીને મૂકી શકાય. એમાં ને દસ્તૂરખાનની મસ્જિદમાં ઠીક ઠીક સમાનતા છે. એમાં મિનારા કે નકશી નથી છતાં બાંધણી સાદી અને આકર્ષક છે.
રાણી સિપ્રીની મસ્જિદ--સલતનત કાલના સ્થાપત્યમાં નજાકત અને ઋજુ સૌદર્યયુક્ત પ્રમાસરતા તથા આયોજનની દૃષ્ટિએ નાનકડી છતાં સંપૂર્ણ એવી આ મસ્જિદ મુઝફફરશાહ ૨ જાના અમલ વખતે સુલતાન મહમૂદ બેગડાના પુત્ર અબુબકરાની મા રાણી અસનીએ(ઈસ ૧૫૧૪ માં બધાવી હોવાનું એના લેખ પરથી જણાય છે, “સિપ્રી’ એનું બીજું નામ લાગે છે. આ મસ્જિદ એની સુંદરતાને કારણે મસ્જિદ-નગીના' કહેવાય છે (પટ્ટ ૨૫, આ. ૪૩). આ મસ્જિદમાં કમાને નથી, પરંતુ એની છત-રચનાની પદ્ધતિ અતિ સુંદર અને અસાધારણનકશીકામવાળી છે. એને છેડે બે મિનારા કરેલા છે. એ શેભાના અને નક્કર છે, પરંતુ એની ઊંચાઈનું જે પ્રમાણસરના દૃષ્ટિસંબંધને અનુરૂપ