________________
૪૫]
સલ્તનત કાલ
( [ .
કામને અસાધારણ નજાકતવાળું અને સૌદર્યપૂર્ણ બનાવ્યું છે. આ મિનારા જરાય ભદ્દા નથી લાગતા, એટલું જ નહિ, એ બીજા મિનારા કરતાં ઊંચા હેવા છતાં હજી સુધી ધરતીકંપથી પડી ગયા નથી. એનું કારણ એ છે કે એની. રચનામાં ચૂના કે કોંક્રીટે સળંગ સમગ્રરૂપે અને ઈટોએ વચ્ચેના પુરાણના અંગ તરીકે ભાગ ભજવ્યો છે.
દરવેશઅલીની મસ્જિદ–અમદાવાદમાં પાનકોર નાકા પાસે આવેલી અને ઈ.સ. ૧૫૦૪ માં બનેલી આ મસ્જિદની કારીગરી રાણી સિપ્રીની મસ્જિદની જેમ સુંદર છે. આ મસ્જિદ પણ નાનકડી છે. ફક્ત ૧૧ મીટર લંબાઈની આ મસ્જિદ સાચા અર્થમાં રૂપકડી છે તેમજ અલંકરણોવાળી છે. એને મિહરાબ સુંદર રીતે કોતરેલ છે.
શાહઆલમને રેજો અને કેમ્પસ (રસુલાબાદ)–સંત શાહઆલમ સાહેબે અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર ખામધ્રોળ અગર દાણીલીમડા પાસે પરું વસાવ્યું હતું. એનું નામ રસૂલાબાદ. એને ફરતે કોટ આજે ભગ્ન દશામાં છે. રાજમહાલની જેમ આ ધર્મમહાલને સમૂહ આવેલું છે ને રાજગઢની જેમ જ બીજા દરવાજાની અંદરની બાજુ શાહઆલમ સાહેબને રોજે છે. લગભગ ૨૦,૦૦૦ ચો.મીટરના ક્ષેત્રફળવાળા આ વિસ્તારમાં શાહઆલમ સાહેબને રોજે, ભજિદ અને જમાતખાનું એટલાં મુખ્ય મકાન છે. શાહઆલમ સાહેબને રોજે એમના ઈ.સ. ૧૪૭૫ માં જન્નતનશીન થયા પછી તાજખાં નરપાલીએ બંધાવ્યો છે. એ ૨૦ મીટરના ચેરસ ઉપર રચેલે છે. બહારની બાજુના ચતુરમાં ૨૮ અને અંદરની બાજુમાં ર૦ સ્તંભ છે. બંને ચતુરઢ વિસ્તારની વચ્ચે અંતરાલપડાળી છે. એની અંદરને ચેસ ૧૨ સ્તંભોવાળો છે. એના ઉપર ઘુંમટ બાં છે. ચારે બાજુ દરવાજે છે, પશ્ચિમે મુખ્ય દરવાજાની બાજુમાં બંને બાજુ બધાં મળી છ જાળીવાળાં લાકડાનાં કમાડ છે. રાજાની જાળીની કોતરણી ઉત્તમ પ્રકારની છે. અહીંની જાળીઓની કોતરણી એટલી બધી વિખ્યાત હતી કે અમદાવાદ શહેરમાં બનતી શાહઆલમની જાળીની તલસની ભાતવાળી જાળીની વધારે કિંમત ઊપજતી. કબરની આસપાસ આરસને સરસ કોતરેલો કઠેડે છે; જોકે એના પરના લાકડાની છત્રીઓ અકબરના સમયની છે ને પિત્તળની જાળીવાળાં કમાડ પણ પાછળથી બનાવેલાં છે. દક્ષિણના દ્વારની પશ્ચિમ બાજુએ શાહઆલમથી પાંચમા સૈયદ જલાલુદ્દીન શાહ આલમની જાળીવાળી કબર છે. આ રોજાથી લગભગ ૫૦ મીટર દૂર બીજા રોજામાં છઠ્ઠા પીર સૈયદ મફબૂલેઆલમની કબર છે. એમાં એમના