________________
સ્થાપત્યકીય સ્મારકા
[૪૧
સરખેજના રાજો—સૈયદ અહમદ ખટ્ટુ ગ ંજબક્ષ ઈ.સ. ૧૪૪૬ માં મૃત્યુ પામ્યા અને એ જ સાલમાં સુલતાન મુહમ્મદશાહ ૨ જાએ એમને રાજો બનાવવા શરૂ કર્યો. ઈ.સ. ૧૪૫૧ માં કુત્બુદ્દીને એ પૂરા કર્યાં. રાજાની વિશેષતા એની જાળીઆની કારીગરીમાં છે તેમજ પાછળથી કરવામાં આવેલી પિત્તળની જાળીએ પણ એના સુશે।ભનમાં વધારા કરે છે. ઉપરાંત એના ધ્રુમટમાં ઉપરના ભાગમાં ખુલ્લી રાખવામાં આવેલી કાતરણી. એ સ્થાપત્યકીય આકર્ષણ પણ છે. બહાર પ્રવેશદ્રાર તરીકે મંડપ (pavilion) મૂકેલા છે તે પણ આચેનની દૃષ્ટિએ વિશિષ્ટ છે.
૧૫ ગુ]
સરખેજની મસ્જિદ-રાજાની સાથે સાથે જ મસ્જિદ પૂરી કરવામાં આવા હતી. એનું વજુ કરવાનું સ્થળ બહાર છે. અને મસ્જિદમાં મુલુકખાનું પણ છે, કયાંય કમાન.કે કશું સુશીલન નથી, પરંતુ વધારેમ વધારે માણસા નમાજ પઢી શકે એ માટે ખૂબ મેાટી મસ્જિદ બનાવા છે. આ મસ્જિદના અભ્યાસ કરતાં તળ(ground)ના ભાગમાં જે પથ્થર મૂકવ્યા છે તેના ઉપર ઉપરની અંતમાં કેવી રીતે લિવાનનું આયોજન કરવું તેમજ સ્તંભા ઉપર પથ્થરના એ પાટડા કેવી રીતે ગોઠવવા તથા ઘુંમટના બહારના ઉપલા ભાગમાં કલશ તેમજ અર્ધવલ ભાગ કેવા બનાવવા એ બતાવતાં રેખાંકન કતરેલાં છે. સાથે સાથે પાટડાનાં રેખાંકન તેન” શી વગેરે રજૂ કરતાં રેખાંકન પડ્યું છે. મસ્જિદત મિનારા નથી.
મહમૂદ બેગડાની ઇમારતા—આવું સરસ સ્થાન જ્યાં સ તના રાજા અને મસ્જિદ હોય ત્યાં સ્વાભાવિક જ મહમૂદ બેગડા જેવા આકર્ષાય. આને લીધે સુલતાને આ સ્થળને પોતાતા ઉનાળાના વિરામસ્થળ તરીકે તેમજ આવા મહાન સંતના સાંનિધ્યમાં રાશ્વત વસવા માટે પણ પસંદ કર્યું, તેથી મસ્જિદની પાછળ દક્ષિણે અને પશ્ચિમે તળાવ બનાવડાવ્યું અને રાજાની દક્ષિણે પેાતાના માટે દરગાહ કરાવી. તળાવની સામી બાજુએ પોતાને માટે તેમજ સૈયદ સાહેબના રાજાને કારણે તળાવની ચારે બાજુ નકાનેા બની ગયાં હતાં એ એના અત્યારે જોવા મળતા અવશેષા પરથી જાણી શકાય છે. આ તળાવની વચ્ચે આરામગૃહ બનાવેલ હતું. મહેલામાંથી પાણીમાં નીચે આવવાની સુંદર વ્યવસ્થા પણ છે. ઉપરાંત દરવાજામાંથી ઘેાડેસવાર ધેડાને સીધા પાણી પાવા લાવી શકે એવી પણ વ્યવસ્થા છે.
મલિક આલમની મસ્જિદૃ—અમદાવાદમાં શાહઆલમના રાજા પાસે આવેલી આ મસ્જિદના સમયની બાબતમાં અનેકવિધ તર્ક કરવામાં આવ્ય છે.