________________
૪૫૦]
રાહતનત કાઉ
છે. એ બાગ બનાવવા માટે મલિક શાબાનને મળેલી જમીનની સનદ છે. એમાં રે સુલતાન કુબુદ્દીનનું નામ લખેલું છે. રોજાની બહાર છર્ણ વાવ છે. બાજુમાં મોટું તળાવ છે. બાગે શાબાન' આ વિસ્તારમાં જ હતું, પણ એનું અસ્તિત્વ અત્યારે નથી. રોજે એની સુંદર જાળીઓની કતરણ માટે જાણીતું છે અને જાળીઓના રૂપાંકનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
મલિક શાબાનની મસ્જિદ-મલિક શાબાને બંધાવેલી મસ્જિદ હજૂરીશાહની મસ્જિદ તરીકે જાણીતી છે. ઈ.સ. ૧૪૫ર માં બનેલી આ મસ્જિદ અમદાવાદમાં ભદ્ર પાસે કારંજમાં આવેલી છે. મંદિરના ભાગોને સીધા જ ઉમેગ કરીને આ મસ્જિદ બનાવેલી છે.
સારંગપુરની મસ્જિદ-અમદાવાદમાં સારંગપુર ચકલામાં આવેલી આ મજિદ મલિક સારંગે એ જ્યારે મુઝફકર ર જાના સમયમાં અમદાવાદનો સૂબે હતો ત્યારે બંધાવી હશે. બાંધણી અને કારીગરીને પ્રકાર જોતાં એ નિશ્ચિતપણે મહમૂદ બેગડાના સમય કરતાં થોડી વહેલી અને અહમદશાહ ૧ લાના સમય બાદની માનવામાં વાંધો નથી. વળી દિલ્હી ચકલાની કુબુદ્દીનની મજિદ સાથે એ રચના-પદ્ધતિ અને સુશોભન પદ્ધતિમાં ઠીક ઠીક સામ્ય ધરાવે છે. આ મરિજદ રાણીબીબીની મસ્જિદ તરીકે પ્રખ્યાત છે. આ મસ્જિદના મિનારા પાછળથી થયેલી રાજપુરની મસ્જિદના મિનારાને મળતા છે ને ઘણું ભારે છે. કમાનો પણ બનાવટી એટલે કે ભાર ઊંચકનારી નહિ, પણ શોભારૂપ છે.
મસ્જિદની સાથે ભકબરો પણ છે. એની જાળીઓ અત્યારે નથી, પરંતુ એનું આયોજન સારું હશે એમ જણાઈ આવે છે.
બીબીજીકી મસ્જિદ (૫ ૨૩,આ. ૪૧)–અમદાવાદમાં રાજપુરમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ તેમજ હાલતા મિનારાને સુંદર પરિચય કરાવનાર આ મસ્જિદ ઈ.સ. ૧૪૫૪ માં કુબુદ્દીને સૈયદ ખુદમીર બીન સૈયદ વડા બીન સૈયદ યાકુબની મા બીબીજી માટે બંધાવી એમ મજિદમાં લેખ છે. આ મજિદ રાજપુર-હીરપુરમાં આવેલી છે ને અત્યારે એ ગોમતીપુરના મિનારાવાળી મજિદ તરીકે જાણીતી છે. આ મસ્જિદ કદ અને આયેાજન તથા મિનારાના રૂપની દષ્ટિએ ખૂબ જ સુંદર છે. દક્ષિણ બાજુનો મિનારો વીજળી પડવાથી તૂટી ગયો એવું મનાય છે. અહીં એક મિનાર હાલે છે એની પ્રતીતિ થાય છે અને એકને હલાવતાં બીજો મિનારે હાલતો હતો એવો ઉલ્લેખ મળે છે. કમાને સુશોભન પૂરતી છે. આને કુબુદ્દીનના સમયની સર્વાંગસુંદર મજિદ ગણી શકાય. અહીં મુલુકખાનું પણ છે.