________________
૧૫ મું]
સ્થાપત્યકીય સ્મારકે
[૪૪૭
મિહરાબ સામાન્ય માપ કરતાં લગભગ ૧૨૫ મીટર અંદરની બાજુ ઊંડી છે. આ મજિદમાં સ્ત્રીઓ માટે મુલુકખાનાની રચના પણ છે.
અમદાવાદની અહમદશાહની મજિદ-ઈ.સ. ૧૪૧૧ માં શરૂ કરી ઈ.સ. ૧૪૧૪ ના ડિસેંબરમાં પૂર્ણ થયેલી આ મજિદ અમદાવાદમાં લાલ દરવાજાના બસ-સ્ટેન્ડ પાસે ગુજરાત કલબ સામે આવેલી છે (પષ્ટ ૨૦, આ. ૩૮). આ મજિદ મંદિરના ભાગને સીધેસીધા વાપરીને બનાવી હોવાનું જણાય છે. મંદિરના ત્રણ મુખ્ય વિભાગો–ગર્ભગૃહ, સભામંડપ ને નૃત્યમંડપને સીધેસીધા અહીં તેના તે સ્વરૂપમાં રાખી બીજા એવા જ મંદિરના ભાગ સાથે જોડેલા એવા પાંચ વિભાગોની પાંચ મિહરાબવાળી રચના કરેલી છે. આનું વ્યવસ્થિત પૃથકકરણ કરતાં આ મરિજદમાં કુલ પાંચ મંદિરના ભાગોને ઉપયોગ કરવામાં આવ્યો છે એમ સ્પષ્ટ દેખાય છે. એના એક સ્તંભ પરના લેખમાં સં. ૧૩૦૮ ની સાલમાં રાજા વીસલદેવના સમયમાં માહિરામાં ઉત્તરેશ્વર મહાદેવમાં જાળી કરાવ્યાને ઉલેખ જોવા મળે છે. ઉત્તરેશ્વર મહાદેવ અને એની સાથે પંચદેવના મંદિરનો ઉલ્લેખ મહીસા (જિ. ખેડા) ખાતેના લેખમાં કરવામાં આવ્યો છે. ૫૭ આ ઉપરથી એમ લાગે છે કે પંચદેવનાં મંદિરના ભાગોને ઉપયોગ કરી આ મસ્જિદ બાંધવામાં આવી હશે અને એ પણ મહીસા ગામેથી લાવીને; જોકે અમદાવાદથી મહીસાનું ટૂંકું અંતર જોતાં એ અવ્યવહારુ કે અસંગત લાગતું નથી. આમ કેવી રીતે મંદિરમાંથી મસ્જિદ બાંધી શકાતી એનો ખ્યાલ આ મસ્જિદ સારી રીતે આપે છે. આમાં મોટા ભાગના અવશેષોને સીધેસીધે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિતાન, તલછંદ વગેરેનો પણ સંબંધ યથાવત જોવા મળે છે. સ્ત્રીઓને નમાજ પઢવા માટે કરેલા મુલુકખાનાની જાળી સંભવત: એ જ હોય એમ બને. કેંદ્રીય મિહરાબ બાદશાહ માટે છે એમાં આરસની બનાવેલી કમળપત્રની સુશોભના છે. કમાનમાં ઇસ્લામના અંશેની નકલ છે, પરંતુ એ બનાવટી કમાન છે, અર્થાત એ ભાર ઝીલનારી કમાન નહેતાં માત્ર શોભાની કમાન છે. મરિજદમાં અહમદશાહ સુલતાને એ બંધાવી હોવાને અરબીમાં લેખ છે.
અમદાવાદની હૈબતખાનની મસ્જિદ-જમાલપુર દરવાજા પાસે આવેલી આ મસ્જિદ સુલતાન અહમદશાહના કાકા હેબતખાને બંધાવી હતી. આ મસ્જિદમાં બે હિંદુ મંદિરોના ભાગને છૂટથી ઉપયોગ કરવામાં આવેલ છે. એના મિનારાનાં ઠાં ળકાની કાછલી મરિજદને મિનારા કરતાં વધારે સાદાં અને કલાવિહીન છે.