________________
સલતનત મe ખંભાતની જામી મસ્જિદ– ઈ.સ. ૧૩૨૫માં બંધાયેલી આ મસ્જિદમાં ૪.૫ મીટર ઊંચા ૧૦૦ સ્તંભ છે અને ૫૬ નાના સ્તંભ છે. આ પણ હિંદુ અને જૈન મંદિરોના અવશેષોમાંથી બનાવેલી છે. મજિદનો દક્ષિણ બાજુનો મંડપ આનું સરસ દષ્ટાંત પૂરું પાડે છે તેમજ પ્રવેશદ્વાર પણ એને ખ્યાલ આપે છે. આ મસ્જિદ ખૂબ મોટી છે (પટ્ટ ૧૯, આ. ૩૭) અને મિનારાનાં ઠૂંઠાં અહીંથી શરૂ થતાં જોવા મળે છે. જ્યાં કોતરકામ કરવું પડયું છે ત્યાં સાદાઈ દેખાય છે અને દક્ષતા દેખાતી નથી. આને પરિચય મિહરાબ તેમજ એના બહારના ભાગની રચનામાં જોવા મળે છે. દક્ષિણ બાજુનો મંડપ સ્થાપત્યકીય દષ્ટિએ વિસ્તા–આજનને સુંદર નમૂને છે ને એના સ્તંભોની એક ઉપર એક મૂકીને કરેલી ગોઠવણી અલંકારને ઉચિત ઉપયોગ કરવાની સમજ દર્શાવે છે. અહીં લિવાનને કમાન કરેલી છે.
ધોળકાની હિલાલખાન કાળની મજિદઆ મસ્જિદનું બાંધકામ હિલાલખાન કાજીએ ઈ.સ. ૧૩૭૩ માં પૂરું કરાવ્યું હતું. અહીં પણ મંદિરના ભાગોને ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મિહરાબ મિનારા વગેરે પૂરતું નવું કોતરકામ કરેલું જોવા મળે છે. આ મસ્જિદનું આરસનું સિંબર ઉત્તમ પ્રકારનું છે (પટ્ટ ૧૬ આ. ૩૪). અહીં પણ લિવાન ની દીવાલને ત્રણ કમાનવાળી બનાવી વચેની કમાનના બે ખૂણેથી મિનારા બહાર કાઢવામાં આવ્યા છે. એકંદરે મસ્જિદ સાદી છે, પણ એને વચલે મંડપ બહુ સુંદર છે. ચોકની આજુબાજની દીવાલમાં પડાળી કરેલી નથી, ત્યાં કેવળ સાદા પથ્થરોની દીવાલ છે. એના પ્રવેશની છત્રી આકર્ષક છે.
ધોળકાની ટાંક મજિદ-ઈ.સ. ૧૩૬૧ માં બંધાયેલી આ મસ્જિદ આજે “ભીમનું રસોડું” નામે ઓળખાય છે, એ જોળકાની જામી મસ્જિદ તરીકે વપરાતી હતી. મસ્જિદના મિહરાબ ઉપર કોતરેલે લેખ એની સાક્ષી પૂરે છે. ફરેઝશાહ સુલતાનના સમયમાં હિ.સ. ૭૬ર(ઈ.સ. ૧૩૬૧)માં મુફરહ સુલતાનીએ ધોળકામાં પિતાની ખાનગી માલિકીની જમીનમાં આ મસ્જિદ બંધાવી હતી; જોકે એના બાંધકામમાં માલસામાન તો તૈયાર મંદિરોને જ વપરા છે. ભરિજદમાંના થાંભલા, મંડપની રચના અને પ્રવેશદ્વાર એની સાક્ષી પૂરે છે. અત્યારે આમાં વચલા ભાગમાં લાકડાનું બાંધકામ અસ્તિત્વ ધરાવે છે તેમજ તૂટેલી મૂર્તિઓ સાથેના થાંભલા પણ પ્રચલિત પદ્ધતિને ખ્યાલ આપે છે. તેમાં થોડા ફેરફાર કરવા પડ્યા છે છતાં તૈયાર વેતાનો જ ઉપયોગ જોવા મળે છે. પ્રવેશદ્વાર પણ તૈયાર જ મૂકી દેવામાં આવ્યું છે. અહીં માનેને ઉપયોગ જોવા મળતું નથી અને