________________
૪૦]
સલ્તનત કાલ
[.
સ્વાભાવિક રીતે જ એની રચનામાં ખૂબ કાળજી લેવામાં આવતી ને એને બને. તેટલી અસરકારક બનાવવામાં આવતી. જયારે તૈયાર પથ્થરો કે થાંભલાઓની મદદથી મરિજદ ચણાતી ત્યારે પણ મિહરાબ તે સ્વતંત્ર રીતે જ કતરાતો. મિહરાબને ઉપરથી નીચે સુધીને ભાગ ખૂબ જ સમજપૂર્વક વિભાજિત કરવામાં આવતું. એમાં ઉપરના ભાગમાં જરૂરી લેખ પણ લખવામાં આવતા. છતાં મિહરાબના નીચેના ભાગ કરતાં ઉપરના ભાગની દૃષ્ટિકૃત (visual) અસર વધુ ન થાય એ પણ જોવાનું રહેતું. સહતનત કાલની શરૂઆતમાં આ પ્રમાણસરતા સચવાઈ નથી, કારણ કે એ વખતે ઇસ્લામી ઈમારત આ પ્રકારે બનાવવાની પદ્ધતિને વિકાસ થયો નહોતો.
સૌ પ્રથમ ભરૂચની જામી મસ્જિદમાં મિહરાબ (પષ્ટ ૧૬, આ. ૩૩) આ અંગે ધ્યાન ખેંચે છે. સામાન્યરૂપે મિહરાબના કમાનવાળા ભાગની ટચથી છેક નીચેના ભાગ સુધીની ઊંચાઈથી અધે કે એનાથી ઓછો ઉપરનો ભાગ હોય તો સંવાદિતા જળવાય, કારણ કે એમ ન થતાં દષ્ટિ ઉપરના ભાગ તરફ વધારે આકર્ષિત થવાનો સંભવ રહે છે. ભરૂચની જામા મસ્જિદમાં મુખ્ય મિહરાબને ઉપરનો ભાગ નીચેના ભાગના અર્ધ કરતાં વધારે મોટા છે તેમજ નીચેને ભાગ પણ લગભગ ચોરસ થવા જાય છે, જે દશ્યાયોજનની રીતે વજનદાર ને ભારે લાગે. એને નિવારવાના પ્રયત્નરૂપે ઉપરનો ભાગ અંધુથી વધારે કર્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે, પરંતું તેથી તે મિહરાબની સપ્રમાણતાને નુકસાન થયું છે. આ ભૂલ બાજુના મિહરાબમાં સુધારવાને થોડાક પ્રયત્ન થયો છે. એનો નીચેનો ભાગ લંબચોરસ કરવામાં આવ્યો છે, એમ છતાં એની ચતુરસ્મતા બહુ ઓછી થઈ નથી. પરિણામે ઉપરને ભાગ
અર્ધી ઉપર કરવો પડ્યો છે ને લંબાઈ લાગે એ માટે સુશોભન પણ લંબાઈને - પ્રેરક મૂક્યાં છે.
ખંભાતની જામી મસ્જિદને મિહરાબ બાંધતી વખતે આ ખ્યાલ આવી ગયો છે. પરિણામે એમાં બીજી આત્યંતિક્તાનો ઉપયોગ કરવામાં આઠ છે. મિહરાબના લંબચોરસપણાને અતિ મહત્તવ અપાતાં ઉપરના ભાગને જરાય મહત્ત્વ અપાયું નથી. પરિણામે એ સાદા દ્વાર કરતાં જરા પણ વધારે અસરકારક થઈ શકી નથી. અહીં પણ હિંદુ મંદિરના પ્રાય અવશેષોનો ઉપયોગ ન કરતાં નવેસરથી મિહરાબ માટે કોતરકામ કરવામાં આવેલું છે. વળી એને પ્રમાણમાં સાદો પણ બનાવ્યો છે.
ધોળકાની હિલાલખાન કાજીની મરિજદના મિહરાબમાં સપ્રમાણતા સારી જળવાઈ છે. અભ્યાસ કરતાં જણાયું છે કે મિહરાબની અંદરની પહોળાઈથી