________________
૧૫મું] સ્થાપત્યકીય સમારકે
[૪૨૯ ઈટની દીવાલવાળાં મસ્જિદ અને રાજામાં આ કલમાં ધોળકાની ખાન મજિદ, અમદાવાદને દરિયાખાનને રોજે, તેમજ સરખેજ જતાં વાસણ પાસે આવતો આઝમ મુઆઝમનો રોજે ખાસ ધ્યાન ખેંચે છે. વિશિષ્ટ બાંધકામની દષ્ટિએ આ ત્રણે મકાન આગવું સ્થાન ધરાવે છે અને એ ભારતીય કમાનદાર બાંધકામની પદ્ધતિને ખાસ ખ્યાલ આપે છે. આ મકાને ઈટ અને ચૂનો તથા કોંક્રીટથી બનાવેલાં છે. એમાં ઘુંમટની રચના ખાસ કમાની પદ્ધતિની છે. એમાં ઉપર જતાં વધુ ને વધુ અંદર લેવાતા અને વચ્ચેનું અંતર ઉત્તરોત્તર ઘટાડતા સ્તર પર સ્તર ચણવાની ભારતીય પદ્ધતિ (corbelling) નથી, પરંતુ ચોરસ પર મોટા ઘુમટ રચવાની કમાનદાર પદ્ધતિની છે. આને ભાર ઉપાડવા માટે ઈટાની શક્તિ અનુસાર દીવાલ પણ ખૂબ જાડી કરવી પડે છે, કારણ કે આ બાંધકામ ખૂબ વજનદાર થતું હોય છે. ખાન મસ્જિદની દીવાલની જાડાઈ લગભગ રપ૦ મીટર છે, જ્યારે દરિયાખાનના રેજની લગભગ એટલી જ છે, તો આઝમ મુઆઝમના રોજાની દીવાલની જાડાઈ લગભગ બે મીટર છે. આમાં સુંદર કમાને થઈ શકે છે અને સુશોભનમાં પણ ઇસ્લામી સંસ્કૃતિની કેટલીક અસર સ્પષ્ટ જોવા મળે છે. મોટી તોતિંગ દીવાલ ઉપર જતાં ક્રમશઃ પાતળી થતી જાય છે. આવી દીવાલોને ટેકા મૂકવાની અને પ્લાસ્ટર કરવાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે.
સલ્તનતકાલીન મજિદમાં મિનારાઓનું બાંધકામ ખાસ ધ્યાનપાત્ર છે. મિનારાને ૧/૪ ભાગ દીવાલની અંદરની બાજુ હોય છે, જ્યારે ૩/૪ ભાગ બહાર ઉપસાવેલ હોય છે. દીવાલ પૂરી થાય ત્યાં સુધી મિનાર દીવાલના સઘન (solid) ભાગરૂપે ઊંચો જતો જાય છે ને દીવાલમાંથી પગથિયાં કરી દીવાલની ઉપરના ભાગમાંથી મિનારામાં પ્રવેશવાનું શક્ય બનાવાય છે. આ મિનારાના કેન્દ્રમાંથી ભ્રમરી સીડી શરૂ કરવામાં આવે છે ને મિનારાનું બહારનું પથ્થરનું આચ્છાદન જે બે પથ્થરનું બનેલું હોય છે તેને પગથિયાં સાથે જોડવામાં આવે છે એટલે અંદરના ભાગનું આચ્છાદન તેમ પગથિયાં દીવાલરૂપે ઊંચે ચડે છે, જ્યારે બહારનું આચ્છાદને બહારથી મુકાતા મિનારાની બહાર ઊભા રહેવાના ઝરૂખાના ટેકાને સાથે લે છે. એને ચૂનો-કોંક્રીટથી વચ્ચેથી સાંધવામાં આવે છે અને પથ્થરોની ગાંઠ (tie) કરવામાં આવે છે, જેથી એને એકેય ભાગ બહાર ધસી ન પડે અને એકબીજાની સાથે બરાબર સુગ્રથિત રહે. મિહરાબના રૂપદર્શનને વિકાસ
મિહરાબ મજિદનું ઉત્તમાંગ અને અતિ મહત્તવને ભાગ છે. કારણ કે એ દિશાસૂચક સ્થાન છે તેમજ મક્કાની દિશા તરફ દોરનાર પ્રતીક છે, તેથી