________________
૧૫ મું].
સ્થાપત્યકય સ્મારક
આબુ-દેલવાડાની વિમલવસહી તથા લૂણસિંહવસહીના પુનનિર્મિત મૂળગભારા અને ગૂઢમંડપનો અંદરને ભાગ સાદે છે, જ્યારે મૂળ નવ ચોકીઓ રંગમંડપ અને ભમતીની દોરીઓમાં ચૌલુક્યકાલીન શિલ્પલાનું સૌદર્ય નજરે પડે છે, વિમલસહીના ગૂઢમંડપમાં વીજડનાં માતાપિતાની તથા લાલિગનાં માતાપિતાની પ્રતિમાઓ મૂકેલી છે. •
પ્રભાસના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ચૂડાસમા રાજા મહોપાલ ૪ થાએ (ઈસ. ૧૩૦૮–૧૩૨૫) તથા એના પુત્ર ખેંગાર ૪થાએ (ઈ.સ. ૧૩૨૫-૧૩૫૧) જીર્ણોદ્ધાર કર્યો હતો. ૨૧
ત્રિવેણી સમીપની ભેખડ પર આવેલું પ્રભાસ પાટણનું પૂર્વાભિમુખ સૂર્ય મંદિર (૫ટ્ટ ૯, આ. ર૧) ગર્ભગૃહ પ્રદક્ષિણા પથ અંતરાલ ગૂઢમંડપ અને શૃંગારચેકીનું બનેલું છે. મંદિરની પીઠમાં અશ્વથરની કેરણી હેવાના કારણે આ મંદિર ૧૪ મી સદીમાં બંધાયું હોવાનું મનાયું છે ૨૨ શૃંગારકીની રચનાની અપ્રમાણુતા પણ આ મંદિર પાછલા કેલનું હેવાના મતને સમર્થન આપે છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે તથા એતરંગ પર નવગ્રહને પાટ છે. ગર્ભગૃહમાં હાલ પાછલા કાલની સૂર્યની નાની મૂર્તિ છે, જ્યારે એની મૂળ પ્રતિમા સ્થાનિક મ્યુઝિયમમાં છે. મંડોવરના ભદ્રગવાક્ષમાં લક્ષ્મીનારાયણ, શિવપાર્વતી અને બ્રહ્મા–સરસ્વતીની યુગલ-પ્રતિમાઓ છે. પીઠના કુંભામાં ગવાક્ષસ્થિત દેવદેવીઓનાં શિલ્પ કતરેલાં છે. જધાના ભદ્રગવાક્ષોની બંને બાજુએ ક્યાંક ક્યાંક નર્તકીઓનાં શિલ્પ જળવાઈ રહ્યાં છે. મુખ્ય શિખર નીચેના પ્રસ્તારથરના દર્શનીય ભાગમાં સૂર્યની મૂતિઓ કોતરેલી છે. શૃંગારકી ની ઉપરની રચના નાના કદના શિખરને મળતી આવે છે. આવી રચના અન્યત્ર જોવા મળતી નથી.૨૩
પ્રભાસ પાસે હિરણ(હિરણ્યા)ના કાંઠે આવેલા નગરના પ્રાચીન ટીંબાના પૂર્વ છે. પણ એક સૂર્યમંદિર (પટ્ટ ૯, આ. ૨૨) આવેલું છે. આ મંદિર પશ્ચિમાભિમુખ છે. એમાં ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ ગૂઢમંડપ અને મુખમંડપ પણ છે. શિખરની મૂલમંજરીને ભાગ પડી ગયા છે ને મંડપનાં સામરણ પૂરેપૂરાં નષ્ટ થઈ ગયાં છે. ગર્ભગૃહના ભગવાક્ષમાં સૂર્યની ખંડિત પ્રતિમાઓ નજરે પડે છે. ગર્ભગૃહની અંદર પીઠિકા ખાલી છે. એ પરની સેવ્ય સૂર્યપ્રતિમ વેરાવળના હાટકેશ્વર મંદિરમાં લઈ ગયાનું કહેવાય છે. દ્વારશાખામાં નવગ્રહની આકૃતિઓ છે. ગૂઢમંડપની દ્વારશાખા પણ નવગ્રહોની આકૃતિઓથી શોભે છે. મુખમંડપમાં બે ગોખલા કઢેલા છે. મંદિરની સામે એક તારણ હતું, એના ઉપલા ઈલિકાવલણના ખંડ હાલ પ્રભાસના