________________
૧૪મું]
સ્થળ તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી
૪૧૧
કાગળ અને લાકડું
આ કાલનાં કાગળનાં ઘણાં પુસ્તક જુદા જુદા જ્ઞાનભંડારોમાં સચવાયેલાં છે. એ પુસ્તક સાદાં તથા સચિત્ર છે. સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત ફારસી ભાષામાં લખાયેલાં પુસ્તકોની સુંદર નકલો અરિતત્વ ધરાવે છે. આ પુસ્તકોની સાથે એને સાચવવાના દાબડા, એ મૂકવા માટેનાં સાધન ઇત્યાદિ પૈકી મેંડક આ કલનાં છે અને એને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ દેખાય છે. આ કાલના કાગળોની સાથે કેટલાક રુક્કા કાપડ પર લખેલા દેખાય છે.
લાકડાને પ્રચુર પ્રમાણમાં ઉપયોગ થતો, પરંતુ એમાંની ઘણી ખરી વસ્તુઓ નાશ પામી ગઈ છે. સરખેજ જેવાં રથળોએ થોડું ઘણું લકકડકામ સચવાયેલું હેવાનું લાગે છે, પણ એને વિગતવાર અભ્યાસ કરીને એને નવેસરથી કાલનિર્ણય કરવા જેવો છે.
સલ્તનત કાલની સંસ્કૃતિની ભૌતિક સામગ્રીમાં એનાં વિશાળ જલાયો. હોજ હમામ જેવી પાણીની ઉત્તમ વ્યવસ્થા, કોશ અને શહેરની વ્યવસ્થા ઇત્યાદિ ઘણી બાબતે જાણીતી થવા લાગી છે. આ કાલની ભૌતિક સંસ્કૃતિમાં બીજા કાલની સરખામણીમાં સારાં તત્ત્વ દાખલ થયેલાં દેખાય છે. આંતરિક અવ્યવસ્થા અને યુદ્ધોની અનેક સાહિત્યમૂલક કથાઓ જાણીતી છે, તેના કેટલાક અંશ નગરરચના ગામરચના તેમજ ગૃહરચના વગેરેમાં સ્પષ્ટ થાય છે, છતાં આ કાલની જે ભૌતિક સંસ્કૃતિ જાણીતી છે તે ગુજરાતમાં સુવર્ણકાલ ગણાતા કાદ ની સરખામણીમાં ઘણાં ક્ષેત્રોમાં ઊંચી કક્ષા દર્શાવે છે.
પાદટીપ ૧. આ પ્રકરણ ચાંપાનેરમાં કરેલી તપાસ પરથી તૈયાર કરવામાં આવ્યું છે. એમાંની
ઘણું હકીક્ત અને પ્રથમ વાર રજૂ કરવામાં આવી છે, પરંતુ આ બાબતની વધુ ચર્ચા માટે જુએ– R. N. Mehta, 'Some Archaeological Remains from Baroda', Bulletin of the Baroda State Museum and Picture Gallery, Vol. IV Parts I & II; R. N. Mehta, 'Some Glimpses into Muslim material Culture in Gujarat, Archaeological finds at Baroda' – Islamic Culture, January, 1950; B. Subbarao, Baroda Through the Ages; and R. N. Mehta, Excavations at Nagara.