________________
૧૦).
સલતનત કાલ
[,
દેખાતો નથી, પણ ૧૯મી સદીની મસ્જિદના અવશેષોમાં એ જોવામાં આવ્યા છે એ નેધવાની જરૂર છે. જેસ્પરના જેવા કાર્નેલિયન અકીક ઇત્યાદિ જાતના પથ્થરોને ઘરેણાં બનાવવાનો બીજા કોલેની માફક આ કાલમાં પણ ઉપયોગ ચતે હેવાના પૂરતા પુરાવા છે. આ કાલમાં કાલિયનની લાલ વીંટીઓના ઘણા અવશેષ મળ્યા છે. તદુપરાંત વિવિધ જાતના મણકા પણ બનાવવામાં આવતા. ખંભાતને ઉદ્યોગ પણ આ કાલમાં વિકસ્યો હોય એમ લાગે છે.
પથ્થર ઉપરાંત ધાતુને પણ સારા પ્રમાણમાં ઉપયોગ થતો. આ કાલમાં લેખંડની કાચી ધાતુમાંથી લોખંડ ગાળીને એમાંથી ઇમારતાના કામમાં વપરાતાં ખીલા સળિયા સાંકળો કડાં ઈત્યાદિ સાધને તથા કાતર સેય તેમ વિવિધ જાતની રીઓ જેવાં ઘરવપરાશનાં સાધનો તેમજ કડાયા, નગારાં માટેનાં બેખાં ઈત્યાદિ વસ્તુઓ બનાવેલી જોવામાં આવે છે. યુદ્ધ માટેનાં તલવાર તીર ભાલા વગેરે લખંડનાં બનેલાં સાધન પણ મળી આવે છે.
લખંડની માફક, પણ એના કરતાં ઓછી માત્રામાં તાંબાની વસ્તુઓ મળે છે તેમાં વીંટી, પગના વીંટળા, બંગડીઓ તેમજ થાળીઓ કડીઓ સેવા ળિયા વગેરે વસ્તુઓ મળી આવે છે. તાંબાની તેમજ તાંબામિશ્રિત ધાતુની મૂતિઓ મુદ્રાઓ આદિ પણ મળી આવી છે.
આ બંને ધાતુઓના પ્રમાણમાં બહુ ઓછી માત્રામાં ચાંદીની વસ્તુઓ દેખાય છે અને એના કરતાં ઓછા પ્રમાણમાં સેનાની વસ્તુઓ હેવાનું અનુમાન થઈ શકે છે. ચાંદીની તથા સેનાની મધ્યકાળની મુદ્રાઓ મહેરો વગેરે દેખાતી હોઈ આ ધાતુઓને વપરાશ સપષ્ટ થાય છે, પરંતુ એને સાહિત્યમાં આવતાં અયુક્તિપૂર્ણ વર્ણને જેટલો ભારી વિપરાશ નહિ હોય એમ લાગે છે.
ધાતુની માફક જુદા જુદા પાર્થોને ગાળીને બનાવવામાં આવતા કાચના ઉદ્યોગના પુરાવા કપડવંજ, નગરા જેવાં સ્થળોએથી મળી આવે છે અને થોડા કાચના કકડા ચાંપાનેરમાંથી મળ્યા છે. આ કાલમાં કાચની એકરંગી અને બહુરંગી બંગડીઓ બનતી. કેટલીક બંગડીઓ સાદી રહેતી, જ્યારે કેટલીકની ઉપર નાનાં નાનાં ટપકાં મૂકીને એને હાલના કંકણ જેવી બનાવવામાં આવતી. આ બંગડીઓના વપરાશને લીધે શંખવલ બનાવવાને ધંધે બંધ પડી ગયો હતો. કાચનાં હાંડી ઝુમ્મર તથા નાનાંમોટાં વાસણોના ઉલ્લેખ જોવામાં આવે છે, પરંતુ એના નમૂના ઉખનન કે સ્થળ તપાસમાં મળ્યા નથી.