________________
ક૨]
સલ્તનત ફાશ
પ્રાચીન કાલથી શિવની સાથે નંદિ, ગણેશ, પાર્વતી (અને ફચિત ભૈરવ) એ પવિા-દેવતાઓ જોડાયેલા છે. શિવમંદિરોમાં એમની મૂર્તિઓ પણ સ્થાપવામાં આવી હોય છે. નંદિ શિવનું પ્રિય વાહન હાઈ આ કાલના અભિલેખોમાં એના ઉલ્લેખ પણ પ્રાપ્ત થયા છે. ૨૦ આબુ ઉપરના અચલેશ્વર મહાદેવને પિત્તળને નંદિ ભવ્ય અને વિશાળકાય છે. એ પિઠિયાની ગાદી ઉપર વિ.સં. ૧૪૬૪(ઈ.સ ૧૪૦૮) ને લેખ છે. ૨૧ વળી કેટલાક અભિલેખોના મંગલાચરણમાં ગણેશ અને પાર્વતી સાથે નંદિને પણ ઉલ્લેખ થયો છે. ૨૨
ગણપતિને વિનહર્તા માન્યા હે ઈ પ્રાચીન કાલથી દરેક શુભ કાર્યના પ્રારંભમાં એ દેવને નમસ્કાર કરવાનો અને એમનું પૂજન કરવાનો રિવાજ ચાલ્યા આવ્યો છે. ગ્રંથાદિમાં પણ આ કારણે પ્રથમ એમનું સ્તવન કરવામાં આવે છે. પ્રસ્તુત કાલખંડના કેટલાક અભિલેખોમાં પણ મગલાચરણમાં ગણપતિને નસ્કાર કરેલા જોવા મળે છે. ૨૩ કેટલાક લેખોમાં વિનાશક તરીકે ગણેશની સ્તુતિના શ્લેક પણ પ્રારંભે મૂકેલા છે. ૨૪ આ ઉપરાંત, ગણપતિની પ્રતિમાની સ્થાપના કર્યાના ઉલેખેવાળા સસ્કૃત શિલાલેખ પણ ઉપલબ્ધ થયા છે. ૨૫
શિવ અને શક્તિ પરસ્પર જોડાયેલાં હોવાથી શૈવ સંપ્રદાય સાથે શાક્ત સંપ્રદાય અતિનિકટને સંબંધ ધરાવે છે. ગુજરાતમાં અંબા કાલી અને બાવાનાં મુખ્ય શાક્તપીઠો ઉપરાંત ઘણાં ગૌણ દેવીપીઠે પણ આવેલાં છે. ૨૪ અંબાનાં પ્રધાન પીઠ આરાસુર અને ખેડબ્રહ્મા, કાલીનું પાવાગઢ ઉપર અને બાલાનું ચુંવાળમાં આવેલ બહુચરાજીમાં છે અંબિકા શારદા કાલિકા ખોજાઈ વગેરેનાં દસેક દેવી મંદિર આ કાલખંડમાં બંધાયાં હેય એમ ઉપલબ્ધ અભિલેખો પરથી સમજાય છે. ૨૭ વળી પ્રત્યેક કુટુંબ કુળ જ્ઞાતિ અને ગ્રામને કુલદેવી ગ્રામદેવી ગોત્રદેવી હોય છે. સહતનત કાલના અભિલેખોમાં આવાં શક્તિનાં મંદિરોના અનેક ઉલ્લેખ આવે છે, જેમાં આરાસુરનું અંબિકાપીઠ, કાલાવડનાં શીતલા માતા, હળવદનાં ભવાની માતા અને વાંકાનેરનાં મહાલક્ષ્મીનાં મંદિરોને સમાવેશ થાય છે. ૨૮
આ કાલના કેટલાક અભિલેખોના આરંભમાં માતાની સ્તુતિ કરવા કે મૂકેલા છે, જેમકે અંબિકાન સ્તુતિ. ૨૯ બીજા કેટલાક અભિલેખોના મંગલાચરણમાં દેવાઓને મસ્કાર કર્યાના પણ ઉલ્લેખ મળે છે. ૩વિ.સં. ૧૫૮૨(ઈસ. ૧૫૨૬)ના સમયનિદેશવાળા ઊના ગામના એક શિલાહોખમાં પાર્વતીની સ્તુતિ કરી છે અને એમાં એને સૌભાગ્યદાયિની દેવી તરીકે વર્ણવી છે.૩૧ કેટલાક શિલાલેખોમાં રાજજ્ઞાઓ કોતરી છે તેમાં એ આજ્ઞા ન પાળનાર મુસ્લિમોને અલ્લાહ રસૂલના અને કાફિરોને સરસ્વતીના અથવા એ જે મૂર્તિને પૂજતા હોય તેના સોગંદ આપ્યા છે.