________________
૧૩ મું]
ધર્મ-સંપ્રદાયે
(૩૧
ગયો. કદાચ કોઈ મઠ ખૂણેખાંચરે રહી ગયા હશે તો એ પણ કાલક્રમે – કદાચ સમાજની ઉપેક્ષાને પરિણામે – ઘસાઈને નષ્ટ થઈ ગયા અને નકુલીશ કે લકુલીશના ચાર શિષ્યો દ્વારા ચલાવાયેલા મનાતા પાશુપતાદિ ચારે સંપ્રદાયની ભિન્નતાને સ્થાને સાદે શૈવ ધર્મ પરાણિક શિવભક્તિ-સ્વરૂપે જીવંત રહ્યો.
| શિવનું લિંગ જ પૂજાતું હોઈ એમની મૂર્તિને પ્રચાર બહુ ઓછા જેવા મળે છે. શિવાલયને લગતા ઉલેખોમાં પ્રાયઃ શિવલિંગની પ્રતિષ્ઠા અભિપ્રેત હેય છે. પ્રભાસ પાટણમાંના સંગમેશ્વર મહાદેવના મંદિરમાંથી પ્રાપ્ત થયેલ શિલાલેખ પણ શિવની લિંગપ્રતિમાને ઉલ્લેખ કરે છે. •
શૈવ સંપ્રદાયનું જ નહિ, પરંતુ સમસ્ત હિંદુ જનતાનું અખિલ ભારતીય મહત્ત્વ ધરાવતું બાર જ્યોતિલિંગનાં સ્થાનેમાંનું એક પ્રભાસ અર્થાત સોમનાથનું મહાતીર્થ મૂર્તિભંજકના શાસનકાલમાં અતિવિકટ સ્થિતિમાં આવી પડયું. ઉલૂધખાને ઈ.સ. ૧૨૯૯માં એ મંદિર તોડયું. ૧૧ એ પછી જૂનાગઢના રા'ખેંગાર ૪થાએ એની ઘણી સુંદર મરામત કરાવી. ૧૨ વિ.સં. ૧૪૭૩(ઈ.સ. ૧૪૧૭)ના જૂન રાતના રેવતીકુંડની પૂર્વે શ્રીમહાપ્રભુજીની બેઠક પાસેથી પ્રાપ્ત થયેલા શિલાલેખ પરથી સમજાય છે કે ત્યાં યાદવ ખેંગારે એમનાથ ના લિંગની સ્થાપના કરી હતી. ૧૩ કવચિત સહિણ સૂબે આવતાં ધાર્મિક બાબતમાં કંઈક રાહતનો દમ લેવા. ઈ.સ. ૧૭૭૭ માં સૂબા તરીકે આવેલા મલેક મુફરહ ફત-ઉલૂ-મુલ્કના દસ વર્ષના શાસનક લમાં હિંદુ ધર્મને કંઈક શાતા વળી અને એ દરમ્યાન પ્રભાસમાં ફરીથી સોમનાથની પૂજા શરૂ થઈ પરંતુ એને મારી સૂ થઈ બેઠેલ મુઝફફરખાને ઈ સ. ૧૩૯૫ માં સોમનાથ ભાગ્યું, એક મંદિરમાં મજિદ બનાવી તથા ત્યાં ઇસ્લામના પ્રચાર માટે મૌલવીઓ અને કાયદાના અમલ માટે કાઝીઓ નીમ્યા. ૧૪ વિ.સ. ૧૪૬૨ (ઈસ. ૧૪૦૬)ને એક શિલાલેખ સોમનાથ પરના એના બીજા આક્રમણની વિગતો આપે છે. ૧૫ ત્યાર બાદ અહમદશાહ ૧ લાએ પણ ઈ.સ. ૧૪૧૪ અને ૧૪૧૫માં હુમલો કરી તેમનાથને પાયમાલ કરી મૂક્યું એવી હકીકત તારીd-પિતાએ પણ નેધી છે. ૧૪ ઈ.સ. ૧૪૫૧માં રામાંડલિક ૩ જાએ મુસ્લિમ થાણું ઉઠાડી મરી, સોમનાથના મંદિરને સમાવી પુન:પ્રતિષ્ઠા કરી યજ્ઞ કર્યા. ૧૭ ત્યાર બાદ મહમૂદ બેગડાએ પ્રભાસ ઉપર પણ આક્રમણ કર્યું હતું. ૧૮ ઈ.સ ૧૫૧૧ માં મહમૂદ બેગડાનું અવસાન થતાં સનત નબળી પડી એ તકનો લાભ લઈ બ્રાહ્મણએ સોમનાથની પુનઃપ્રતિષ્ઠા કરી પૂજા શરૂ કરી એમ લાગે છે. છેલ્લે ઈ.સ. ૧૫૪૭માં ફિરંગીઓએ વિજયેન્માદમાં ગુજરાતના બંદર લૂક્યાં–બાળ્યાં ત્યારે પણ પ્રભાસ-સોમનાથની અવદશા થઈ હતી. ૧૯