SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સેલંકી રાજ્યને અભ્યદય [ ૩૧ ચામુંડરાજ પર આક્રમણ કરવા પ્રયાણ કર્યું, પરંતુ ગમે તે કારણે એને અધવચ પાછું ચાલ્યા જવું પડયું. શ્રીપાલે કરેલા નિરૂપણમાં સિંધુરાજ માટે નgઃ (ભાગી ગયોએટલું જ છે, જયસિંહરિએ “સિંધુરાજને યુદ્ધમાં વધ કર્યો” એવું વિધાન કર્યું છે તે વજુદ વગરનું લાગે છે. સિંધુરાજે લાટ પર આક્રમણ ક્ય લાગે છે. ચામુંડરાજના પ્રતાપથી પ્રાયઃ એ આ પ્રસંગે પલાયન કરી ગયે હશે. છ “વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ માં ચામુંડરાજને ભારે પરાક્રમી દર્શાવ્યો છે. ૮ પરંતુ પછી થેડા વખતમાં દખણને ચાલુક્ય રાજા સત્યાશ્રયે ગુજરરાજને હરાવ્યો લાગે છે ને બારપના પુત્ર ગોષ્યિરાજે લાટનું બાપીકું રાજ્ય પાછું મેળવ્યું લાગે છે.' સેલશર્માને પુત્ર લલ ચામુંડરાજ પુરોહિત હતો. ચામુંડરાજે શ્રીપત્તન(પાટણ)માં ચંદનાથદેવનો તથા ચાચિણેશ્વરદેવને પ્રાસાદ કરાવ્યો.૭૦ ચામુંડરાજને ક્રમશઃ ત્રણ પુત્ર થયાઃ વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ.૭૧ ચામુંડરાજની રાણીઓને વીરસૂરિની કૃપાથી આ પુત્રો થયા હતા એવું “પ્રભાવક્યરિતમાં જણાવ્યું છે. ચામુંડરાજ જનધર્મમાં સક્રિય રસ ધરાવતો એ તો એના દાનશાસન પરથી પણ સ્પષ્ટ થાય છે. ચામુંડરાજે દુર્લભરાજને ગાદીએ બેસાડ્યા પછી તીર્થ શુકલતીર્થ)માં જઈ અનશનવ્રતથી દેહત્યાગ કર્યો એવું “ઠવાશ્રય”માં જણાવ્યું છે, એ પરથી ચામુંડરાજ છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં જ રહ્યો હોવાનું ને વલ્લભરાજના ટૂંકા રાજ્ય પછી દુર્લભરાજના રાજ્યકાલ દરમ્યાન મૃત્યુ પામ્યો હોવાનું સૂચિત થાય છે. ચામુંડરાજે વિ. સં. ૧૦૫૩(ઈ. સ. ૯૯૭)થી ૧૩ વર્ષ અર્થાત વિ. સં. ૧૦૬૬ (ઈ. સ. ૧૦૧૦) સુધી રાજ્ય કર્યું.૭૩ ૩. વલ્લભરાજ અગાઉ જણાવ્યા મુજબ ચામુંડરાજના જ્યેષ્ઠ પુત્ર વલ્લભરાજનો રાજયાભિષેક એના પિતાની હયાતી દરમ્યાન થયો હતો ને પિતાના અવસાનને બદલે લેવા વલ્લભરાજને તરત જ માળવા પર ચડાઈ કરવા પ્રયાણ કરવું પડ્યું, પરંતુ રસ્તામાં જ અસાધ્ય રોગ લાગુ પડતાં એ અધવચ મરણ પામે. એ રોગ શીતળાને હતો. પરંતુ એનું નિદાન થતાં વાર લાગી હતી. રોગ અસાધ્ય જણાતાં વલ્લભરાજે સર્વ મંત્રીઓને બોલાવ્યા ને સેનાપતિને પિતાના મૃત્યુના સમાચાર ગુપ્ત રાખી તરત જ સિન્ય સાથે અણહિલપાટક પાછા ફરવા આજ્ઞા કરી. એ અગત્યના સમાચાર ગુપ્ત રહી શક્યા નહિ, પરંતુ ચાલુક્ય સૈન્ય સહીસલામત પાટનગરમાં પાછું ફરી ગયું.૭૪ પ્રબંધચિંતામણિમાં તો વલ્લભરાજે ધારાનગરીને ઘેરો ઘાલ્યો હોવાનું
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy