SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] લકી કાલ [ પ્ર. ને મંત્રી હતા.૫મૂલરાજની રાણી માધવી ચાહમાન કુલની હતી ને એને પુત્ર ચામુંડ યુવરાજ તરીકે અધિકાર ધરાવતો. માલવપતિ મુંજ, સપાદલક્ષને વિગ્રહરાજ અને દખણના રાજા તૈલપ જેવા પ્રબળ રાજવીઓનાં રાજ્યો વચ્ચે મૂલરાજે નવું રાજ્ય સ્થાપી એના વિસ્તારનાંય પગરણ કર્યા એ એની અજબ સિદ્ધિ ગણાય.પ૭ મૂલરાજે ૫૫ વર્ષ રાજ્ય કરી યુવરાજ ચામુંડનો રાજ્યાભિષેક કર્યો ને પિતે શ્રીસ્થલમાં જઈ સરસ્વતી-તીરે ચિતામાં અગ્નિપ્રવેશ કરી મૃત્યુને ભેટશે એવી અનુશ્રુતિ છે.૫૮ ૨, ચામુંડરાજ મૂલરાજનો પુત્ર ચામુંડરાજ છેક વિ. સં. ૧૩૩(ઈ. સ. ૯૭૬)માં યુવરાજ તરીકે ભૂમિદાન દેવાનો અધિકાર ધરાવતો હતો, પરંતુ એનું રાજ્યારોહણ થયું વિ. સં. ૧૫૩ (ઈ.સ. ૯૯૭)માં,પ૯ આથી એ સમયે એ પ્રૌઢ વય હો જોઈએ. મૂલરાજના રાજ્યકાળ દરમ્યાન ચામુંડરાજે લાટેશ્વર બારપ પર ચડાઈ કરી, એને હરાવી યુદ્ધમાં હણ્યાનું હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે, એમાં વિગતેની અત્યુક્તિ લાગે છે, છતાં મૂલરાજે કરેલા બારપની છાવણી પરના આક્રમણમાં ચામુંડરાજે સક્રિય ભાગ લીધો હશે. કુમારપાલના સમયના વડનગર–પ્રશસ્તિલેખમાં જણાવ્યા મુજબ ચામુંડરાજના ગંધહસ્તીઓના મદની દૂરથી ગંધ આવતાં સિંધુરાજ ભાગી ગયો ને યશ ગુમાવી બેઠો.૬૦ અભયતિલકગણિ જણાવે છે કે ચામુંડરાજ અતિકામથી વિકળ થઈ જતાંઅ વાચિણી દેવી (કે ચાચિણીદેવી) નામે એની બહેને એને રાજગાદી પરથી ઉઠાડી એના પુત્ર વલ્લભને ગાદીએ બેસાડ્યો. પછી ચામુંડરાજ આત્મસાધના માટે કાશી જવા નીકળ્યો ત્યારે રસ્તામાં માળવાવાળાએ એનાં છત્રચામરાદિ લૂંટી લીધાં. ચામુંડરાજે પાટણ પાછો આવી વલ્લભને એ રાજચિહ્ન પાછો લઈ આવવા અનુરોધ કર્યો. ૧ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે પિતાની આજ્ઞાથી વલ્લભે સૈન્ય લઈ શત્રુઓ સામે પ્રયાણ કર્યું, પરંતુ એને રસ્તામાં જ અસાધ્ય રોગ લાગુ પડતાં એ ધારાનગરી કબજે કર્યા વિના મૃત્યુ પામે. પ્રબંધચિંતામણિમાં આ પ્રસંગના નિરૂપણમાં ચામુંડરાજની જગ્યાએ એના બીજા પુત્ર દુર્લભરાજનું અને વલ્લભરાજની જગ્યાએ એના ભત્રીજા ભીમદેવનું નામ આપેલું છે. ૩ જયસિંહસૂરિ ચામુંડરાજે સિંધુરાજને યુદ્ધમાં વધ કર્યો હોવાનું જણાવે છે. ૪૪ આ સિંધુરાજ એ સ્પષ્ટતઃ માળવાનો પરમાર રાજા સિંધુરાજ છે, પ જે મુંજનો નાનો ભાઈ અને ભેજને પિતા હતો ને જે “નવસાહસિક” તરીકે ઓળખાતે. ઉપર જણુવેલા ઉલ્લેખ પરથી માલૂમ પડે છે કે માલવરાજ સિંધુરાજે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy