SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ શિe] આનુતિક વૃત્તાંત [૫૩૯ જેને અને બ્રાહ્મણો વચ્ચે કુમારપાલના રાજ્યકાલમાં સંઘર્ષ થયેલા એની કેટલીક વાર્તાઓ “ધર્મારણ્યમાં સેંધાઈ છે.૩૨ આ બ્રાહ્મણોમાં મુખ્ય ભાગ મેઢ બ્રાહ્મણને હતું એમ ગ્રંથકાર કહે છે. એ કાલે બ્રાહ્મણે અને યતિઓમાં તંત્રવિદ્યાના અઠંગ ઉપાસક હતા. બ્રાહ્મણ અને યતિઓને તિથિ બાબત એક વખત રાજાના પૂછવાથી વિવાદ થયેલ.૩૩ આવી જ બીજી સંઘર્ષકથા “લાખખાડ”ની ધર્મારણ્યકારે રજૂ કરી છે.૩૪ સંઘર્ષકથાઓની પરંપરામાં ઝામરની હકીક્ત પણ કેટલીક ઈતિહાસોપયોગી વિગતો પૂરી પાડે છે. ૩૫ “સંપ્રદાયપ્રદી૫ માં જણાવ્યું છે કે કુમારપાલ રાજાની એક રાણી રોજ શાલિગ્રામની પૂજા કર્યા બાદ ભોજન કરતી એના માટે માળીએ એક તુલસીનો છોડ ખૂણામાં છાને રાખ્યા હતા ત્યાંથી એ લાવી આપતિ.૩૬ “ધર્મારણ્યનો એક પ્રસંગ, જે હજુ વધુ જાતે બન્ય નથી તે, “મોઢેરા-ભંગને છે. મોટેરા-ભંગની હકીકત પુરાણકારે જાણે નજરે જેને જ ન લખી હોય એમ પદ્ધતિસરની વિસ્તારપૂર્વક આપેલી છે. દુરાચારી શ્રીપતિને પુત્ર સમયે જ્ઞાતિબહિષ્કારનો ભોગ થઈ પડતાં મુસલમાનોને મોઢેરા પર હુમલે કરવા તેડી લાવ્યો. વિઠ્ઠલ નામને બ્રાહ્મણ, જે યુદ્ધકલાને જાણકાર વીર પુરુષ હતા, તેણે મોઢેરાના બ્રાહ્મણોની સરદારી લીધી અને મુસલમાનના સૈન્યને સામનો કર્યા. દિવાળીથી ફાગણ માસ સુધી આ ઘેરે ચાલુ રહ્યો, પણ શહેરને કબજે મળે નહિ તેથી મુસલમાન સરદાર કંટાળ્યો ને માધવ મંત્રીને સંધિ કરવા મોકલ્યા. બ્રાહ્મણેએ પાંચ હજાર સેનામહોર આપી સંધિ કરી, એ ધન સોમૈયાની માતા પાસેથી પડાવેલું હતું, આથી તે સરદારે મોઢેરાનો નાશ કરી લુંટવા વિચાર કર્યો. બ્રાહ્મણો આનંદમાં આવી ગયા, કારણ કે મુસલમાનોનું સૈન્ય કરાર પ્રમાણે ત્યાંથી ચાલ્યું ગયું હતું. હુતાશનીના દિવસે બ્રાહ્મણો પૂજાની તૈયારી કરતા હતા ત્યારે સોમૈયો પાછું લશ્કર લઈ મોઢેરા ઉપર ચડી આવ્યો. લેકે તો બીકના માર્યા નાસભાગ કરવા લાગ્યા. બ્રાહ્મણોએ લશ્કરનો સામનો કર્યો તેમાં હજારે માણસ મરાયાં અને વિઠ્ઠલ સેનાપતિ એના કુટુંબ સાથે નાસી છૂટયો. મુસલમાનોએ વિઠ્ઠલનાં કુટુંબીજનોને પકડી કેદ કર્યા. ત્યારબાદ લશ્કર મોઢેરામાં દાખલ થયું. એણે લોકોનાં ઘર બેદીને પણ ધન મળ્યું તેટલું મેળવ્યું અને લૂંટયા બાદ નગરને બાળ્યું. કેટલાયે બ્રાહ્મણ કેદ પકડાયા. પછી કેટલાક બ્રાહ્મણેએ વિઠ્ઠલને ખબર આપી મુસલમાનોના આ અત્યાચારમાંથી છોડાવવા જણાવ્યું, આથી વિઠ્ઠલ જાતે પાછો મોઢેરા આવ્યો. એ મુસલમાન સરદારને મ. પિતાના ભાઈને બાંયધરીમાં આપી સર્વે બ્રાહ્મણોને મુક્ત કરાવ્યા. વિઠ્ઠલનાં ૧૨૧ ગામ સરદારે પડાવી લઈ ફકત બાર ગામ જીવિકા માટે આપ્યાં.૩૮ આમ ગૃહકલેશના કારણે સમૈયાએ મોઢેરાને પાસે રહી વિનાશ કરાવ્યું.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy