SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮] સોલંકી કાલ હકીક્ત રજૂ કરી છે. મોઢેરા ઉપર અનેક વખત કર્ણાટ, લેહાસુર વગેરે રાક્ષસે. ચડી આવેલા, જેને શ્રીમાતા તથા માતંગીએ ભારે યુદ્ધો કરી નાશ કર્યો હતો. આ પછી મોઢ બ્રાહ્મણોના છ અવાંતર ભેદની હકીકત, તેઓના રીતરિવાજે, લગ્ન–પ્રસંગે કરવામાં આવતા વિશિષ્ટ કાર્યક્રમ, પૂજા બલિદાન હોમ વગેરેનાં વર્ણન ધી કેટલીક ઈતિહાસ-ઉપયેગી વિગતે સંગ્રહી છે. આ બાબતમાં મુખ્ય હકીકતે નીચે પ્રમાણે ગણાવી શકાય : (૧) આમ રાજા સાથે સંઘર્ષ, (૨) પાટણની સ્થાપના, (૩) વનરાજની ઉત્પત્તિ અને બાલ્યકાલ, (૪) ચાવડા વંશની વંશાવળી, (૫) માધવ અને ગુજરાતના હિંદુ રાજ્યનું પતન, (૬) મોઢેરાને વિનાશ. આ પિકી પહેલી ચાર બાબતોને ઉલ્લેખ અગાઉ થઈ ગયા છે. ગુજરાતનું રાજ્ય મુસલમાનોને નેતરી નાગર પ્રધાન માધવે કેવી રીતે એમને અપાવ્યું એની સવિસ્તાર હકીકત આ ગ્રંથમાં સંગ્રહાઈ છે. એમાં જણાવ્યું છે કે “પ્રતાપશાલી કહ્યું રાજા રાજ્યાસન ઉપર બેઠે, તેને ગુણ વગર ને દુષ્ટ માધવ નામને પ્રધાન હતું. એ દેશદ્રોહી, પાપી, દુષ્ટાત્મા, અધમ કુલને. તથા ક્ષત્રિય રાજ્યને નાશ કરાવનાર અને ગુજરાતમાં સ્વેચ્છાનું રાજ્ય સ્થાપન કરાવનારો હતા.૩૦ વનરાજ મોઢેરામાંથી નીકળી ઉત્તર દિશા તરફ જતાં સરસ્વતીના કિનારા. ઉપર ઉજજડ વનમાં એક મોટું વડનું ઝાડ હતું ત્યાં ગયે. વનમાંથી મૃગને મારી કાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કર્યો અને માંસ શેકી ભોજન કર્યું. એણે પોતાનો સામાન, જલપાત્ર વગેરે વડ ઉપર લટકાવ્યાં અને રાત્રે એ ઝાડ ઉપર વિશ્રાંતિ કરવા વિચાર્યું. અર્ધરાત્રિએ એક યોગિનીએ આવી એની પાસે ભિક્ષાની માગણી કરી એટલે વનરાજે પોતાની પાસેનું માંસ દેવીને આપ્યું, આથી એણે પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તું મારા આ સ્થાનની નિત્યપૂજા કરજે, તેથી તું સુખી થઈશ. આ દેવીનું નામ ગૃહલા હતું. આજે પણ હાલના પાટણથી પશ્ચિમમાં અને પ્રાચીન પાટણની પડોશમાં, વટપલ્લી-વડલી નામનું ગામ સરસ્વતીના કિનારા ઉપર આવેલું છે; સૌ પહેલાં વનરાજ આ સ્થાન ઉપર આવ્યું હશે. ત્યાં વડનાં મોટાં ઝાડ હતાં, જેના કારણે એ ગામનું નામ વટપલ્લી -વડલી પડયું હોય એ સ્વાભાવિક છે. આ વડલી પ્રાચીન પાટણનું ઉપનગર ગણાતું. ત્યાં સારી એવી વસ્તી હતી અને જેનોનાં મંદિર પણ આવેલાં. આજથી પચીસ વર્ષ પૂર્વે આ ગામમાં ખોદકામ કરતાં એક ભયરું મળી આવ્યું હતું, જેમાંથી આશરે ૩૦૦ જેટલી નાનીમોટી જૈન પ્રતિમા દટાયેલી પ્રાપ્ત થઈ હતી.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy