SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્ર. ૪ર૪] સોલંકી કાલ શાગ્રંથાએ વાવના ચાર પ્રકાર-નંદા, ભદ્રા, જયા અને વિજયા ગણાવ્યા છે. એમાં એક મુખ અને ત્રણ ફૂટ(મજલા)ની વાવને “નંદા,” બે મુખ અને છ ફૂટની વાવને “ભદ્રા.” ત્રણ મુખ અને નવ ફૂટની વાવને જયા” અને ચાર મુખ અને બાર ફૂટની વાવને “વિજયા” નામે ઓળખાવી છે. ગુજરાતમાં આ કાલની ઉપલબ્ધ વાવોમાં મુખ્યત્વે એકમુખી “નંદા” પ્રકારની વાવ વિશેષ જોવામાં આવે છે. ફૂટની સંખ્યાનું કોઈ નિશ્ચિત છેરણ રહ્યું નથી. વળી કેટલેક સ્થળે કાટખૂણા ઘાટની વા પણ લેવામાં આવે છે. આવી એક સુંદર અલંકૃત વાવ મોડાસામાં છે. શાસ્ત્રગ્રંથોમાં એનાં વિવરણ જોવામાં આવતાં નથી. બીજું, કેટલાક કારીગરે “કૂટ”ને “કોઠા” તરીકે પણ ઓળખાવે છે. વાસ્તવમાં કોઠા (કોષ્ઠ) એ વાવના સમતલ દર્શનમાં પ્રયોજાતા ખંડ છે, જ્યારે કૂટ એ કોઠા પરનું ઉભડક (ઊર્વ) અંગ છે. ફૂટની રચના પડથાર પરના એક કે એકથી વધુ મજલાને અધીન હોય છે, જ્યારે કેઠા એ સમગ્ર વાવના તલદર્શનના ખંડો સાથે સંબંધ ધરાવે છે. આથી ત્રણ કે પાંચ ફૂટની વાવમાં મજલાની સંખ્યા કરતાં કઠાની સંખ્યા ઓછી હોવાનો સંભવ છે. ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વા જળવાઈ રહી છે તેમાં સૌથી પ્રાચીન વાવ રાણી ઉદયમતિની છે. આ વાવ “રાણકી વાવ” કે “રાણી વાવના નામે પ્રસિદ્ધ છે. એના કૂવાને ઝરૂખાવાળો કેટલેક ભાગ જળવાઈ રહ્યો છે. બાકીને ભાગ પડી ગયો છે, પરંતુ જળવાઈ રહેલા ભાગમાંથી પ્રાપ્ત થતાં શિનું કેતરકામ અભુત અને ઉત્તમ પ્રકારનું છે. એના ઝરૂખાઓના ટેકામાં સુંદર નર્તકીઓ, અસરાઓ, દેવદેવીઓનાં શિલ છે. તાજેતરમાં એની ખોદી કાઢેલી શિલાવશેષ-સમૃદ્ધિ પરથી એ ગુજરાતની સર્વોત્તમ કોતરણીવાળી વાવ હેવાનું પ્રગટ કરે છે. નડિયાદમાં ડુમરાળ ભાગોળમાં આવેલી ચાર મજલાની વાવ સિદ્ધરાજની માતા મીનળદેવીએ વિ.. ૧૧૫ર માં બંધાવી હોવાનું મનાય છે. ઉમરેઠની સાત માળની ભદ્રકાળી વાવ પણ મીનળદેવીએ બંધાવી હોવાનું મનાય છે. એ જ રીતે કપડવંજના તોરણ પાસે આવેલ કુંડ નજીકની છણશીણું તથા મોટા ભાગે દટાઈ ગયેલી વાવ સિદ્ધરાજે બંધાવી હોવાનું મનાય છે. વઢવાણ પાસે ખેરાળાની વાવ પરમાર રાજા જગદેવના મંત્રી કરણે વિ. સં. ૧૩૧૯ ઈ. સ. ૧૨૬૨-૬૩)માં બંધાવી હતી.૨૮ બનાસકાંઠામાં આવેલ બાયડ ગામમાં પથ્થરની બનાવેલી એક સુંદર પાંચ મજલાની પ્રાચીન વાવ જળવાઈ રહેલી છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy