SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ જરર ] સેલંકી કાલ થિયાંને વચ્ચે વચ્ચે એવી રીતે તોડવામાં આવ્યાં છે કે તોડેલા ભાગને અનુક્રમે પૂર્વ પશ્ચિમ કે ઉત્તરદક્ષિણ જોડીને એનો સમગ્ર ઘાટ તારાકૃતિ બનાવવામાં આવેલ છે. પ્રથમના વિસ્તૃત પડથાર પર કેટલાંક નાનાં નાનાં શિખરાન્વિત મંદિરની રચના કરવામાં આવી છે. અને પગથિયાં અને પડથારની દીવાલ પર અનેક દેવદેવીઓનાં શિલ્પ કોતરવામાં આવ્યાં છે. કુંડની પૂર્વ તરફ પશ્ચિમાભિમુખ એક સુંદર નાનકડા મંદિરની રચના કરેલી છે. આ મંદિરને ઘણખરો. ભાગ નષ્ટ થઈ ગયો છે. એમાં આવેલી પૂરા મનુષ્ય-કદની શેષશાયી વિષ્ણુની મૂર્તિ અદ્ભુત છે,૨૧ ત્રિવિક્રમ અને શીતળાની મૂર્તિઓ પણ દર્શનીય છે.રર કુંડના ચાર છે. આવાં જ ઉત્કૃષ્ટ નાનાં મંદિરોની રચના છે. આ કુંડની રચના જોઈને પ્રસિદ્ધ પુરાવિદ બજેસે તર્ક કરેલો કે સહસ્ત્રલિંગ તળાવની રચનાને ખ્યાલ કદાચ આ કુંડને જોઈને એના બાંધનારાઓને થયો હશે.૨૩ (આ સંભવિત પણ છે, કારણ કે મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ ૧ લાના સમયમાં ઈ. સ. ૧૦૨૭ માં બંધાયું છે, જ્યારે સહસ્ત્રલિંગ સિદ્ધરાજના સમયમાં બંધાયું છે.) લેટેશ્વર(મુંજપર પાસે, જિ. મહેસાણા)ને કુંડ ૨૪ ઘણે પ્રસિદ્ધ છે. રચના પરત્વે એ લગભગ ચાર અર્ધવર્તુલાકારોને સ્વસ્તિકની માફક ચાર છેડે જોડવામાં આવ્યા હોય તેવા પ્રકારના ઘાટનો છે અને એનો મધ્યભાગ એટલે કે મધ્યને કૂવાવાળો ભાગ સમચોરસ છે. થાનની પાસે ત્રિનેત્રેશ્વરનું શિવમંદિર આવેલું છે. આ મંદિરની જગતીની ત્રણ બાજુએ મોટી નીકની માફક પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. મંદિરની પ્રવેશ-બાજુ પર કે જ્યાં જગતીને મોટો ભાગ ખુલ્લો છે તે સામે જોડાયેલ પથ્થરના પુલ વડે સામેની બાજુએ આવેલ પ્રવેશમાગ જોડાયેલ છે. ૨૫ વડનગરને અજયપાલને કુંડ પણ આ જ સમયનો છે. નાગરિક સ્થાપત્યમાં વાવની રચના વિશિષ્ટ પ્રકારની ગણાય છે, એટલું જ નહિ, પણ આ પ્રકાર ઘણે અંશે ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામે છે. ૨૬ એમાં એવી રચના હોય છે કે લંબચોરસ વાવના એક છેડે કૂવો હોય અને એ કૂવાની સામેના છેડેથી પાણીની સપાટી તરફ ઊતરવાનાં પગથિયાં હોય, જેથી એમાં સહેલાઈથી ઊતરી શકાય. ગુજરાત-રાજસ્થાનનો પ્રદેશ પ્રાચીન સમયથી વેપારવણજ સાથે સંકળાયેલ છે. માલધારી વણજારાની પોઠો એક સ્થળેથી બીજે સ્થળે નિરંતર સ્થળાંતર કરતી હતી. આ વેરાન પ્રદેશમાં સ્થાને સ્થાને પીવાનું મીઠું પાણી મળી રહે એ માટે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy