SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] સેલંકી કોલ [ પ્ર. નવું પાટણ અલાઉદ્દીન ખલજીના સને ઈ. સ. ૧૩૦૪ માં સોલંકી–વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણ પાસેથી પાટણને કબજે લીધા પછી માત્ર અગિયાર વર્ષે ઈ. સ. ૧૩૧૫(સં. ૧૭૭૧)માં રચાયેલ અંબદેવસૂરિકૃત “સમરારાસુરમાં નવા પાટણને સ્પષ્ટ નિર્દેશ છે : “નવય પાટણિ નવ રંગુ અવતારિઉ” (ભાસ ૫, કડી ૬). એ ઉપરથી અનુમાન થાય છે કે વિજેતાઓની છાવણની આસપાસ નવું - નગર વિકસવા લાગ્યું હતું. શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ પ્રગટ કરેલા, ઈ. સ. ૧૪૦૭(સં. ૧૪૬૩)ના, એક સંસ્કૃત દસ્તાવેજમાંથી૨૮ જાણવા મળે છે કે અણહિલપત્તનમાં અર્થાત જૂના પાટણમાં વસતા એક નાગરિકે નાપત્તના મણીયારીસમીપે (નવા પાટણમાં હાલના મણિયારી પાડા પાસે) બાંધેલું પિતાનું મકાન ગિર મૂક્યું હતું. આવાં પ્રમાણથી અનુમાન થાય છે કે જૂના પાટણની અવનતિ અને નવા પાટણને રાજકીય અને બીજા કારણેએ વિકાસ એ સમસામયિક ઘટના હતી; અમુક સમયે જૂના અને નવાં નગરોની સમકક્ષ આબાદી હશે. ચૌલુક્યકાલીન પાટણ ક્રમે ક્રમે ક્ષીણ થતું ગયું, ત્યાંની વસ્તીએ “નવ્ય પત્તન’ તરીકે વિકસતા નૂતન નગરમાં અથવા અન્યત્ર સ્થળાંતર કર્યું, જ્યાં એક વાર નાગરિકના નિવાસ, શ્રેષ્ઠીઓનાં હસ્ય અને વિવિધ સંપ્રદાયનાં દેવમંદિર હતાં ત્યાં ખેતી થવા લાગી, અને “અનાવાડા” નામે નાનકડા ગામરૂપે ગુજરાતની ઈતિહાસપ્રસિદ્ધ રાજધાનીનો નામાવશેષ ત્યાં બાકી રહ્યો. પાદટીપ ૧. ગ્રંથ ૩, પૃ. ૧રપ-૧૨૮– સં. ૧૫. રસિકલાલ છો. પરીખ, “ગુજરાતની રાજધાનીઓ", પૃ. ૧૧૯ ૨. ભારતનાં જૈન તીર્થોનું માહાત્મ અને પરંપરાગત ઇતિહાસ આપતા આ ગ્રંથ છે, એની રચના ટુકડે ટુકડે થઈ હતી અને આખેય ગ્રંથ ચાળીસેક વર્ષમાં પૂરો થયો હોય એમ જણાય છે (જિનવિજયજી, “પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી,” પૃ. ૨૮). એમાં જુદા જુદા કલ્પોને અંતે તે તે કલ્પનું જુદું જુદું રચનાવર્ષ આપ્યું છે. ગ્રંથસમાપ્તિને અંતિમ ઉલ્લેખ સં. ૧૩૮૯ નો છે, પણ વચ્ચેના કેટલાક કલ્પ એ પછી પણ રચાયા હશે એવું અનુમાન ગ્રંથગત ઉલેખો ઉપરથી થાય છે. ૩. અર્થાત વિવિધતીર્થનામાંના પ્રસ્તુત કલ્પના રચના-સમયે. જ. વિવિધતીર્થકરણ, પૃ. ૧૧ ૫. ભો.. સાંડેસરા, “જુના અને નવા પાટણની સ્થાપનાને સમય, “બારમું ગુજરાતી
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy