SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ]. સેલંકી કાલ [ 5. કલ્પવામાં આવ્યાં છે. ૫ વીર અને ક્ષેત્રપાલ ગુજરાતને ગામેગામ હેય છે. યક્ષ અને ક્ષેત્રપાલની મૂર્તિઓ અનેક જૈન મંદિરોમાં હોય છે. “પ્રબંધચિંતામણિ'ના કથન અનુસાર, બાળક તેજપાલનું સગપણ ધરણિગની પુત્રી અનુપમા સાથે થયું હતું, પણ એ કન્યા કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તૂટે એ માટે, ચંદ્રપ્રભા જિનના મંદિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાલને આઠ કશ્મને ભોગ ધરાવવાની માનતા તેજપાલે કરી હતી, જોકે સગપણ તૂટયું ન હતું અને તેજપાલ અને અનુપમાં લગ્ન પછી ગાઢ પ્રેમથી જોડાયાં હતાં. ૭ પાટણમાં ખેતરવસી (ક્ષેતલ અથવા ક્ષેત્રપાલ વસતિ) નામે મહોલે છે, જ્યાં એક પ્રાચીન તાડપત્રીય ગ્રંથભંડાર છે. ૮ ગુજરાતનાં મુખ્ય નગર અને બંદરોમાં અગ્નિપૂજક–જરથોસ્તીઓની વસ્તી પ્રાચીન કાલથી હતી. ૯ એમાં અનુમૈત્રક કાલમાં વધારો થયે હશે. ઈસવી સનના આઠમા સૈકા આસપાસ ઈરાનથી નાસી છૂટેલા પારસીઓ ગુજરાતનાં બંદરેએ. ઊતર્યા હતા. સિદ્ધરાજના સમયમાં ખંભાતમાં અન્યધર્મીઓ સાથે અગ્નિપૂજની. પણ વસ્તી હતી એમ નરુદ્દીન મુહમ્મદ ઉફીએ (ઈ. સ. ૧૨ ૧) સિદ્ધરાજની. ન્યાયપ્રિયતાનો પ્રસંગ વર્ણવ્યો છે તેના ઉપરથી જણાય છે. અગ્નિપૂજકે વિશેના બીજ ઉલેખ સોલંકી કાલનાં ઐતિહાસિક સાધનોમાંથી મળ્યા નથી, પણ એમની વરતી ગુજરાતમાં અન્યત્ર પણ હતી એ નિશ્ચિત છે. સેલંકી કાલમાં જે મુસ્લિમો ગુજરાતમાં હતા તે ઈરાની કે આરબ પરદેશીએ હતા, અને રાજ્યના મુખ્ય નગરમાં રહેતા હતા. પાટણમાં જુમા મસ્જિદ હેવાનું ઈન્ગ હાકલ (ઈ. સ. ૯૭૬) નેધે છે. ભીમદેવ ૧ લા અને સિદ્ધરાજના સમયમાં મુસ્લિમ ધર્મોપદેશક ખંભાત, પાટણ વગેરે નગરમાં આવ્યા હતા. શિયા દાઈ અબદુલ્લા કે મોહમ્મદઅલી અને ઈસ્માઈલી સંપ્રદાયના નુર સતગર એમાં મુખ્ય હતા.૭૧ સદરે અવલ મજિદ ખંભાતમાં સિદ્ધરાજના સમય પહેલાં બંધાઈ હતી. પરદેશીઓ અને પરધર્મીઓને સમાજમાં પૂરી સલામતી હતી. અમદાવાદમાં તાજપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદમાં હિજરી સન ૪૪ (ઈ.સ. ૧૯૫૩)ને અરબી શિલાલેખ એ વાતનું જવલંત ઉદાહરણ છે, અને અતિહાસિક આનુપૂર્વીની દષ્ટિએ ભીમદેવ ૧ લાના સમયને છે, એટલે કે એ મસ્જિદ મહમૂદ ગઝનવીની સવારી (ઈ.સ. ૧૦૨૬) પછી માત્ર સત્તાવીસ વર્ષે બનેલા છે. તેમનાથના ભંગ જેવી ભયાનક ઘટના પછી ત્રણ દસકા જેટલા. ઓછા સમયમાં આશાપલીમાં મજિદ બંધાય છે એ બતાવે છે કે આ પ્રદેશમાં લઈ પણ ધર્મને શાંત આશ્રય મળતું હતું અને મૂર્તિભંજક આક્રમણકારો અને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy