________________
૧૪ મું ] ધર્મસંપ્રદાય
[ ૩૦૩ આવતા હતા.૫૮ રામદેવના, ક્ષેત્રદેવતા, ક્ષેત્રપાલ વગેરેના ઉલ્લેખ મળે છે. કર્ણ વતી(પછીના અમદાવાદ)ના સ્થાન પાસે કે છરબા દેવીનું મંદિર કર્ણ સોલંકીએ કરાવ્યું હતું.પ૯ એમાં એણે કોચરબ ગામની પ્રામદેવતાની જૂની દેરીને જીર્ણોદ્ધાર કર્યો હશે એમ માનવું યોગ્ય છે. મંત્રી વસ્તુપાલે ભરૂચના રાજા શંખને હરાવ્યો એ વિજયની ઉજવણીમાં ખંભાતના નગરજનોએ શહેરની બહાર એકલવીરા માતાના મંદિરમાં ઉત્સવ કર્યો હતે. • વાયડ ગામમાંથી નીકળેલા વાયડા વણિકે અને બ્રાહ્મણની કુલદેવી “વાયડમાતા છે અને ઉત્તર ગુજરાતના એક એતિહાસિક ગામ સંડેરની ગ્રામદેવતા “સંડેરી માતા” તરીકે ઓળખાય છે. આવાં બીજાં અનેક ઉદાહરણ આપી શકાય; જોકે આવાં મંદિરમાં શક્તિની સેવ્યમૂર્તિ તે સામાન્યતઃ શાસ્ત્રમાન્ય સ્વરૂપની હોય છે.
શ્રીમાલપુરાણ' (અધ્યાય 90) અનુસાર, શ્રીમાલીઓનાં કેટલાંક ગેની કુલદેવતા “વટયક્ષિણી” અને કેટલાંકની “ભૂતેશ્વરી” છે. અર્વાચીન શ્રીમાલ કે ભીનમાલના પાદરમાં ક્ષેત્રપાલનું પ્રાચીન મંદિર છે ત્યાં ક્ષેત્રપાલ ઉપરાંત વટયક્ષિણી અને ભૂતમાતાની પૂજા થાય છે. ભૂતેશ્વરી એ જ ભૂતમાતા હશે. સરસ્વતીના તરપ્રદેશનાં તીર્થ વર્ણવતા “સરસ્વતીપુરાણ'(સર્ગ ૧૬, બ્લેક ૨૫૫)માં સહસ્ત્રલિંગ સરોવરના કિનારા પર ભૂતમાતાનું મંદિર હોવાનું કહ્યું છે. પ્રભાસપાટણમાં ભૂતમાતાનું મંદિર હોવાનો ઉલ્લેખ “પ્રભાસખંડ'માં છે. ભૂતમાતા એ જ ગુજરાત પ્રસિદ્ધ “બૂટમાતા.'
ખરવાહની શીતલા માતાનું રૂપવિધાન શાસ્ત્રગ્રંથોમાં આપ્યું હોવા છતાં શીતલાપૂજાનું મૂળ લેકધર્મમાં છે. મોઢની કુલદેવી માતંગી અને એની બહેન આમલા દેવીએ ધર્મારણ્યક્ષેત્રમાં બ્રાહ્મણ દંપતીઓને હેરાન કરનાર કટ અથવા કર્ણાટક નામે દૈત્યને માર્યો હતો એવો પ્રસંગ “ધર્મારણ્ય” પુરાણમાં વર્ણવેલે છે. ર શ્યામલાદેવીને કૂતરાનું વાહન છે. મેલડીમાતા કે શિકેતરીની પૂજાનો કે લિખિત ઇતિહાસ નથી, પણ એનાં મૂળ ખૂબ પુરાતન હેવાં જોઈએ. જુદી જુદી જાતિઓ અને જ્ઞાતિઓની સેવ્ય દેવતાઓ છે, જેવી કે જેકીમલો અને વાળની નિબજા કે લિબજા;૩ ઝાલાઓની આડગા અથવા હજારીમાતા, જેનું મુખ્ય સ્થાન હળવદમાં છે; ગોહિલેની ખેડિયાર, જેનું મુખ્ય સ્થાન રાજુલામાં છે; શ્રીમાળી વણિક અને સોનીઓની વ્યાઘેશ્વરી, ઇત્યાદિ 5૪ ચાવડા રાજાઓના સંદર્ભમાં પ્રબંધમાં જણાવેલી કંવરી દેવી તથા ગુજરાતમાં કેટલાંક સ્થળોમાં પૂજાતી શિકે તરી માતા પણ આ પ્રકારની ગણાય. આ પ્રકારની પ્રતિમાઓનાં વિધાન મૂર્તિશાસ્ત્રના ગ્રંથે ઉપરથી નહિ, પણ જ્ઞાતિપુરાણો કે ક્ષેત્રપુરાણ અનુસાર