SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ૩ર૩ પાલનપુરમાં પૂર્ણ કરી છે ૧૨ અને એનું સંશોધન એમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે કહ્યું છે, આ. અભયતિલગણિએ “પંચપ્રસ્થાનન્યાયમહાત” પર “ન્યાયાલંકાર ” નામની વ્યાખ્યા પણ રચી છે, અર્થાત અક્ષપાદના ન્યાયતર્કસૂત્ર ઉપર વાત્સ્યાયનનું “ભાષ્ય,’ એ પર ભારદ્વાજનું “વાર્તિક,’ એ પર વાચસ્પતિની “તાત્પયટીકા, એ ઉપર ઉદયનની “તત્પરિશુદ્ધિ” અને એ પર શ્રીકંઠનું જ પંચપ્રસ્થાનન્યાયમહાતક” છે તેના પર આ “ન્યાયાલંકાર’ નામની વૃત્તિની અભયતિલકગણિએ રચના કરી વિદ્વત્સમૂહને ઋણું બનાવ્યું છે. દર્શન, કાવ્ય-સાહિત્ય, કોશ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં નિપુણ આ આચાર્ય ઉત્તર ગૌજર અપભ્રંશમાં “વિરાસ” એ છે. ભાષાશાસ્ત્ર અને ઈતિહાસની દૃષ્ટિએ આ કૃતિનું મહત્ત્વ છે. ભીમપલીમાં મહારાણા મંડલિકના આદેશથી સીલ દંડનાયકના સમયમાં સં. ૧૩ (ઈ. સ. ૧૨૬૧)માં ભુવનપાલશાહે બંધાવેલા ૧૧૩ વિધિચત્ય, જેનું બીજું નામ “મંડલિકવિહાર' રાખવામાં આવેલું, તેના પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રત્યક્ષ જોયેલું વર્ણન આ રાસમાં કવિએ કર્યું છે. આ સિવાય એમણે ઉપાધ્યાય ચંદ્રતિલકે રચેલા “અભય. કુમારચરિત'નું સંશોધન કર્યું હતું. વળી, “ઉપદેશમાલા'ની બૂડવૃત્તિના અંતે એમણે પ્રશરિત પણ રચી છે. | જિનેશ્વરસૂરિ મરુકોટ્ટનિવાસી શ્રેષ્ઠી નેમિચંદ્ર ભાંડાગારિક જન સિદ્ધાંતને જ્ઞાતા હતા. એણે પ્રાકૃતમાં “સક્િરયપારણુ” નામે ગ્રંથ રચ્યો છે. એને અંબડ નામે પુત્ર હતો, જેનો સં. ૧૨૪૫(ઈ. સ. ૧૧૮૯)માં જન્મ થયો હતે. અંબડે સં. ૧૨૫૫(ઈ. સ. ૧૯૯)માં ખેડનગરમાં દીક્ષા લીધી ને એનું વીરપ્રભમુનિ નામ રાખવામાં આવ્યું. મેગ્યતા પ્રાપ્ત થતાં સં. ૧૨૭૮(ઈ. સ. ૧૨૨૨)માં એમને જાવાલમાં સૂરિપદ આપવામાં આવ્યું અને એમને જિનપતિસૂરિની પાટે સ્થાપિત કરી જિનેશ્વરસૂરિ નામ આપવામાં આવ્યું. આ આચાર્યે પાલનપુરમાં રહીને સં. ૧૩૧૩(ઈ. સ. ૧૨૫૬)માં શ્રાવકધર્મવિધિ’ નામના ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે, તેના ઉપર સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૬૧)માં એમના શિષ્ય લમીતિલક ઉપાધ્યાયે ટીકા રચી છે. આ આચાર્ય “ચિતદંડકતુતિ” પણ રચી છે. જયમંગલસૂરઃ વાદી દેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિ અને એમના શિષ્ય જયમંગલસૂરિએ વિ. સં. ૧૩ ૮(ઈ. સ. ૨- ૨)માં સુંધાની પહાડી પરના ચાચિગદેવના શિલાલેખની પ્રશસ્તિ સંસ્કૃતમાં રચેલી છે. એ સિવાય “ કાવ્યશક્ષા નામને અલંકાર-વિષયક નાને 2 થ સંસ્કૃત મઘમાં રચ્યો છે. એમણે ઉત્તર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy