SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ૩૧૩ તિષનો “જ્યોતિસાર” નામક ગ્રંથ વિ. સં. ૧૨૮૦(ઈ. સ. ૧૨૨૪)માં ૨૫૭ પદ્યમાં રચ્યો છે, જે “નારચંદ્ર જ્યોતિષ” નામથી પ્રસિદ્ધ છે. એના ઉપર સાગરચંદ્રસૂરિએ ૧૩૩૫ શ્લેક-પ્રમાણ ટીકા રચી છે.૮૮ તિષનાં અનેક કેષ્ઠથી એ ગ્રંથને અલંકૃત કર્યો છે. એ ઉપરાંત “ચતુર્વિશતિજિનસ્તોત્ર' તેમજ આ. હેમચંદ્રસૂરિના “પ્રાકૃત વ્યાકરણ” અનુસાર રૂપસિદ્ધિ બતાવતે “પ્રાકૃત-પ્રબંધ” રચે છે. મંત્રી વસ્તુપાલની પ્રથમ પ્રશતિરૂપ ૨૬ ફ્લેકનો(સં. ૧૨૮૮-ઈ. સ. ૧ ૨૩૨ નો ગિરનાર-જિનાલયનો લેખ ર છે. એમણે પોતાના ગુરુ દેવપ્રભસૂરિએ રચેલા પાંડવચરિત' (ગદ્યમય) અને આ ઉદયપ્રભસૂરિ-રચિત “સંઘાલ્યુદય કાવ્યનું સંશોધન કર્યું હતું. નરેદ્રપ્રભસૂરિ (ઈ.સ. ૧૨૨૪ લગભગ): એક વાર મંત્રી વસ્તુપાલે આ. નરેંદ્રસૂરિને વિનંતી કરી કે “કેટલાક અલંકાર-ગ્રંથ અતિ વિસ્તારના કારણે દુર્ગમ છે, કેટલાક અતિ સંક્ષિપ્ત હેવાથી લક્ષણ-રહિત છે, અને કેટલાક અભિધેય વસ્તુ વિનાના છે અને કષ્ટથી સમજમાં આવે તેવા છે, તેથી કાવ્યના રહસ્યથી બહિર્ભત ગ્રંથને વાંચતાં મારું મન કદચિંત બની ગયું છે, માટે વિસ્તારથી રહિત, કવિકલાની પૂર્ણતાથી યુક્ત તથા દુર્મોધપ્રબોધક કાવ્યશાસ્ત્રની રચના કરો.” આ સાંભળીને સૂરિએ પોતાના શિષ્ય નરેંદ્રપ્રભસૂરિને ઉપર્યુક્ત અલંકારકલાયુક્ત ગ્રંથની રચના કરવાનો આદેશ કર્યો અને એમણે “અલંકારમહોદધિ ગ્રંથની સ્વપજ્ઞવૃત્તિ સાથેની રચના મંત્રી વસ્તુપાલના આનંદ માટે કરી. નરેદ્રપ્રભસૂરિએ આ ગ્રંથ ૮ પ્રકરણોમાં રચ્યો છે તેમાં એમણે બહુસંખ્યક ગ્રંથને આધાર લીધો છે. ગ્રંથાવતરણેથી જણાય છે કે એમનું સાહિત્યશાસ્ત્રનું જ્ઞાન ઊંડું હતું. આ આચાર્યો “કાકુસ્થકેલિનાટક” ૧૫૦૦ શ્લેક-પ્રમાણ વધ્યું હતું તે હજી સુધી પ્રાપ્ત થયું નથી. વળી, “વિવેકપાદપ” અને “વિવેકકલિકા” નામક સૂક્તિ-સંગ્રહ પણ એમણે રચ્યા છે. એ ઉપરાંત વસ્તુપાલનાં બે પ્રશસ્તિકાવ્ય (એક ૧૦૪ શ્વેકનું છે, જ્યારે બીજું ૩૭ કેનું) રચાં છે, જે ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનાં છે. ગિરનાર પરના અભિલેખની રચના પણ એમની છે. અરિસિંહ કવિ (ઈ. સ. ૧૨ ૨૦ લગભગ) : કવિ અરિસિંહ ઠક્કરે “સુકૃતસંકીર્તન” નામનું ૧૧ સર્ગોનું કાવ્ય રચ્યું છે, જેમાં મુખ્યતઃ મંત્રી વસ્તુપાલનાં સુત્યુનું વર્ણન કરેલું છે. કવિએ વનરાજથી લઈ સામંતસિંહ સુધીના ચાવડા રાજાઓ, મૂલરાજથી લઈને ભીમદેવ ૨ જા સુધીના ચૌલુક્ય રાજાઓ અને અણેરાજથી લઈને વરધવલ સુધીના વાઘેલા વંશના રાજાઓનો સંક્ષેપમાં ઈતિહાસ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy