SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] લકી કાલ [ . ઉદયપ્રભસૂરિ : મંત્રી વસ્તુપાલના ગુરુ આ. વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ હતા તેમણે “ધર્માસ્યુદય –અપનામ “સંઘપતિચરિત’ નામનું પંદર સર્ગાત્મક કાવ્ય રચ્યું છે. મંત્રી વસ્તુપાલે સંઘપતિ બનીને ભારે સમારોહપૂર્વક શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી તેનું માહાભ્ય–વર્ણન કરવા માટે આ ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં કાવ્યના ઊંચા ગુણ વિદ્યમાન છે. આના પહેલા અને અંતિમ સર્ગોમાં મંત્રી વસ્તુપાલ અને વિજયસેનસૂરિ સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે. બાકીના સર્ગોમાં ઋષભદેવ, જંબૂસ્વામી, નેમનાથ વગેરેનાં ચરિત છે. રવયં મંત્રી વસ્તુપાલના હાથે સં. ૧૨૯૦(ઈ. સ. ૧૨૩૪)માં લખાયેલી આ કાવ્યની નકલ ખંભાતના ભંડારમાં મોજૂદ છે. ઉદયપ્રભસૂરિએ સુકૃતકીર્તિકલોલિની” નામક પ્રશસ્તિકાવ્ય રચ્યું છે તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોને ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે સં. ૧૨૭૭( ઈ. સ. ૧૨૨૧)માં શત્રુંજયની યાત્રા કરેલી તે સમયે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. પાટણમાં મંત્રી વસ્તુપાલના મંદિરના અવશેષરૂપ એક આરસના સ્તંભ ઉપર આ કાવ્યનો એક ગ્લૅક ઉત્કીર્ણ કરેલ મળી આવે છે. આ. ઉદયપ્રભસૂરિએ આ ઉપરાંત ધર્મદાસગણિકૃત “ઉપદેશમાલા” ઉપર “કણિકા” નામની વૃત્તિ સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)માં ધોળકામાં રચી છે, “પડોશીતિ” અને “કસ્તવ” ઉપર ટિપણ લખ્યાં છે, સંસ્કૃતમાં “નેમિનાથચરિત' તેમજ જ્યોતિષનો આરંભસિદ્ધિ” નામક મુદ્દત ગ્રંથ રચ્યો છે. ગિરનાર પરના વસ્તુપાલના અભિલેખો પૈકી એકની રચના આ. ઉદયપ્રભસૂરિએ કરી છે. વળી, એમને “શબ્દબ્રહ્મોલ્લાસ’ નામક ગ્રંથ પાટણના ગ્રંથભંડારમાં અપૂર્ણ મળી આવે છે. તેમાં મંત્રવિષયક હકીક્ત છે. નરચંદ્રસૂરિ ઃ આ. નરચંદ્રસૂરિ હર્ષપુરીયગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા. મંત્રી વસ્તુપાલ સાથે ગાઢ સંબંધમાં હતા. એમની સાથે ઘણુ વાર સંઘમાં તીર્થયાત્રાએ ગયા હતા. એક વાર મંત્રી વસ્તુપાલે આયાર્યને વિનંતી કરી કે આપે મારા મસ્તક ઉપર હાથ મૂક્યો અને એના પ્રભાવથી મેં દુર્લભ એવું સંઘાધિપત્ય પ્રાપ્ત કર્યું, સેંકડો ધર્મસ્થાન બનાવ્યાં અને પુષ્કળ દાન દીધું છે, પણ હવે જન શાસનની કથાઓ સાંભળવાની મારા મનમાં ઉત્કંઠા છે.” આ વિનંતીથી આ. નરચંદ્રસૂરિએ “કથારત્નાકર' નામનો ગ્રંથ ૧૫ તરંગોમાં રો છે. આમાં અનેક ધર્મકથાઓ છે. આ આયાયે કવિ મુરારિકૃત “અતરાવા નાટક” અને શ્રીધરની “ન્યાયકંદલી” ઉપર ટીકાઓ રચી છે. એમણે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy