SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ર૯૯ કરી હતી. સાયણરચિત “ધાતુવૃત્તિ માં “શ્રીભદ્ર'ના નામથી વ્યાકરણ–વિષયક મતના અનેક ઉલ્લેખ છે તે સંભવતઃ. ભદ્રેશ્વરસૂરિના “દીપકવ્યાકરણ'ના હોવાનો સંભવ છે. શ્રી ભદ્ર (ભદ્રેશ્વરસૂરિએ) પિતાના “ધાતુપાઠ” પર વૃત્તિની રચના કરી હશે એમ સાયણના ઉલેખથી જણાય છે. ૩ “ગણરત્નમહેદધિ વિ. સં. ૧૧૯૭ (ઈ. સ. ૧૪૧)માં રચાય છે તેથી એ સમય પૂર્વે આ. ભદ્રેશ્વરસૂરિ થયા. એમ સ્પષ્ટ કહી શકાય. “કહાવલિના કર્તા ભદ્રેશ્વર સમકાલીન જણાય છે એટલે. સંભવ છે કે “કહાવલી’ના કર્તા ભદ્રેશ્વરસૂરિથી અભિન્ન હોય. વર્ધમાનસૂરિ : આ. ગોવિંદસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૯૭( ઈ. સ. ૧૧૪૧)માં વ્યાકરણને લગતો “ગણરનમહોદધિ” નામક ગ્રંચા ૪૨૦૦ શ્લેમ્પરિમાણુ રો છે. આમાં ગણને બ્લેકબદ્ધ કરી ગણના પ્રત્યેક પદની વ્યાખ્યા અને પદનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં અનેક મતેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એમના સમકાલીન આ. હેમચંદ્રસૂરિનો. ઉલ્લેખ નથી. આ. વર્ધમાનસૂરિએ સિદ્ધરાજ વિશે કોઈ કાવ્યરચના કરી હોય એમ એમણે કરેલા ઉલ્લેખથી જણાય છે. ૬૪ | લક્ષમણગણિ: મલધારી આ. હેમચંદ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ મંડલી(માંડલ)પુરીમાં પ્રાકૃતમાં 'સુપાસનાહચરિય” નામે મનહર કાવ્ય રચ્યું છે. એમાં ક્યાંક ક્યાંક અપભ્રંશમાં પણ પદ્ય રચેલાં જોવાય છે. આમાં ભિન્ન ભિન્ન કથાઓ. દ્વારા ગૃહસ્યધર્મને ઉપદેશ આપવામાં આવ્યું છે. આ ગ્રંથના અંતે કર્તાએ ૧૭ ગાથાઓની પ્રશરિત આપેલી છે તેમાં જણાવ્યું છે કે અણહિલપુરમાં રાજા કુમારપાલ રાજ્ય કરતો હતો ત્યારે આ ગ્રંથ વિ. સં. ૧૧૯૯(ઈસ. ૧૧૪૩)માં પૂરો. કર્યો. આ ઉલ્લેખ કુમારપાલના રાજ્યને સર્વ પ્રથમ ઉલેખ ગણાય. કવિ અંબાપ્રસાદ મંત્રી રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી કવિવર અંબાપ્રસાદે સાહિત્યના અલંકારેની મીમાંસા કરતો “કલ્પલતા” નામનો ગ્રંથ. સંસ્કૃતમાં રચ્યું છે. એના ઉપર “કલ્પલતા પલ્લવ” અને “કલ્પલતાપલ્લવશેષ નામની બે વૃત્તિ રચી છે એમ “કલ્પપલ્લવશેષ થી જણાય છે. આ ૬૫૦૦ શ્લેકપરિમાણ “ક૯૫પલ્લવશેષ’ની વિ. સં. ૧૨૫(ઈ. સ. ૧૧૪૯)ની હસ્તપ્રત મળે છે તેથી આ ગ્રંથ એ પૂર્વના સમયની કૃતિ હોવાનું નિશ્ચિત થાય છે. કલ્પ પલ્લવશેષ માં કર્તાનું નામ નથી, પરંતુ આ. વાદીદેવસૂરિએ રચેલા “પ્રમાણનયતત્ત્વાલક ” નામક દશન શાસ્ત્રના ગ્રંથ ઉપરની એમની સ્વોપજ્ઞ “યાદાદરનાકર' નામક કૃતિમાંના ‘મિસ્થાપ્રસાદપ્રવરેજ વધુ હોય ત પૂ. સ્ટવૅ ૨ પ્રપશ્ચિમર્તીત હત ૩ ચમ્ ” ઉલ્લેખ પરથી જણાય છે કે “કલ્પલતા,” “ક૫-
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy