SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] સેલી કાલ [ પ્ર. લેવાની રાજાને સલાહ આપી. રાજાને એક તરફ લક્ષ્મીનો લેભ અને બીજી તરફ થનારી અપકીતિને ભય લાગ્યો. એ ભારે મુંઝવણમાં પડ્યો. કેટલાયે દિવસ સુધી સંઘને ત્યાંથી આગળ જવાની રજા ન આપી, છેવટે માલધારી આ. હેમચંદ્રસૂરિ, જેઓ સંધમાં સાથે હતા તેઓ, રાજાની પાસે ગયા અને એમણે રાજાને ઉપદેશ આપી એના દુષ્ટ વિચારોનું પરિવર્તન કરાવ્યું ને સંઘને આવી પડેલી આપત્તિમાંથી છોડાવ્યું. પ્રશસ્તિમાંથી અણહિલવાડ, ભરૂચ, આશાપલ્લી, હર્ષપુર, રણથંભોર, સાંચર, વંથળી, ઘેળકા, ધંધુકા વગેરે રથને પરિચય તેમજ મહામાત્ય સાંતૂ, અણહિલપુરનો મહાજન સીયા, ભરૂચનો શેઠ ધવલ અને આશાપલ્લીનો શ્રીમાળી શેઠ નાગિલ વગેરે કેટલાક નામાંકિત નાગરિકેની માહિતી પ્રાપ્ત થાય છે. વીરગણિ ચંદ્રગચ્છ અથવા સરવાલગચ્છના ઈશ્વરગણિએ ૭૬૯૧ લૈકાત્મક પિંડનિયુક્તિટીક” વિ. સં. ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૩) માં દધિપદ્ર(દાહોદ)માં રચી છે. આ વૃત્તિરચનામાં સહાયક મહેદ્રષ્ટિ અને દેવચંદ્રગણિની સાથે ચંદ્રસૂરિ (પાર્શ્વદેવગણિ) પણ હતા. કૌલ કવિ : કૌલ કવિ લાટ પ્રદેશના ભરૂચનો વતની હતો (ઈસ. ૧૦૪૦ લગભગ). એ વિદ્વાનોને લલકારતો કે મને તકી, લક્ષણ અને સાહિત્યમાં કઈ પરાજિત ન કરી શકે. એ અણહિલવાડ આવ્યો અને વાદિવેતાલ શાંતિસૂરિ સાથે વાદમાં ઊતર્યો ને હારી ગયો. એમ કહેવામાં આવે છે કે કૌલ પંડિત પિતાની તાર્કિક યુક્તિઓ જયરાશિભટ્ટે ઈ. સ. ની ૭-૮ મી સદીમાં રચેલા ‘ ત લવસિંહ” ગ્રંથમાંથી લીધી હતી. આ ગ્રંથ ચાર્વાક-મતને એકમાત્ર ગ્રંથ છે, જે જન ભંડારમાંથી મળી આવ્યો છે. એની નકલ વિ. સં. ૧૩૪૯(ઈ. સ. ૧૨૯૩)માં ધોળકામાં કરવામાં આવેલી છે. ભદ્રેશ્વરસૂરિ શ્વેતાંબર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિએ રચેલા દીપકવ્યાકરણને ઉલ્લેખ “ ગણરત્નમહોદધિ માં વર્ધમાનસૂરિએ આ પ્રકારે કર્યો છેઃ ધાવિન: કવર #ગુજતાએની વ્યાખ્યામાં તેઓ લખે છે કે – સાત માસૂરિ प्रवरश्वासी दीपककर्ता च प्रवरदीपककर्ता । प्राधान्यं चास्य धुनिकवैयाकरणापेक्षया.। બીજો ઉલ્લેખ આ પ્રકારે છે – મકવરાવાતુ किच स्वा दुर्भगा कान्ता रक्षान्ता निधिता समा । सचिवा चपला भक्तिर्बाल्ये [च] स्वादयो दश ॥ इति स्वादों वेत्यनेन विकल्पेन पुंभावं मन्यते ॥ આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે એમણે લિંગાનુશાસન'ની પણ રચના
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy