SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પર મું ] ભાષા અને સાહિત્ય [ ર૯૫ ઉપરાંત ૨. મુણિચંદગુરુથઈ, ૩. મુનિચંદ્રગુરુવિરહતુતિ, ૪. યતિદિનચર્યા, ૫. ઉપધાનસ્વરૂપ, ૬. પ્રભાતમ્મરણ, ૭. ઉપદેશકુલિક, ૮. સંસારદ્વિગ્ન મોરયકુલક વગેરે ગ્રંથ રચ્યા છે. વાદી દેવસૂરિએ પરીક્ષામુખ'નું અનુકરણ અલબત્ત કર્યું છે, પણ એમાં નહિ આવેલાં નયપરિચ્છેદ તેમજ વાદપરિચ્છેદ પ્રકરણેને ઉમેરે કર્યો છે એ એમની વિશેષતા છે. આ દાર્શનિક ગ્રંથમાં એમની કાવ્યકુશળતાને રસાસ્વાદ પણ મળે છે. યશદેવસૂરિ : આ. વીરગણિના શિષ્ય ચંદ્રસૂરિના શિષ્ય યશદેવરિએ વિ. સં. ૧૧૨(ઈસ. ૧૧૧૬)માં પ્રથમ પંચાશક્તી ચૂર્ણિ, વિ. સં. ૧૧૪(ઈ. સ. ૧૧૧૮)માં ઈપયિકીચૂર્ણિ, ચિત્યવંદનાચૂર્ણિ, વંદનચૂર્ણિ, વિ. સં. ૧૧૭૬(ઈ. સ. ૧૧ર૦)માં જિનવલ્લભસૂરિના “પિંડવિશુદ્ધિ” ગ્રંથ પર વૃત્તિ, વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૪)માં અણહિલવાડ પાટણમાં સિદ્ધરાજ જયસિંહના રાયકાલમાં તેની નેમિચંદ્રની પૌષધશાળામાં “પાક્ષિકસૂત્ર” પર ૨૭૦૦ શ્લેકપ્રમાણ “સુખવિબાધા' વૃત્તિ,પ૪ અને વિ. સં. ૧૧૮૨(ઈ. સ. ૧૧૨૬)માં “પચ્ચફ ખાણુરૂવ” (પ્રત્યાખ્યાનસ્વરૂપ) વગેરે ગ્રંથ રચ્યા છે. | મહેસૂરિ : આ મહેંદ્રસૂરિએ વિ. સં. ૧૮(ઈ. સ. ૧૧૨૨)માં નર્મદાસુંદરીકથા” નામક ગ્રંથ પિતાના શિષ્યોની પ્રાર્થનાથી પ્રાકૃતમાં રચ્યો છે, જેમાં શીલનું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. રચના ગદ્ય અને પદ્યમાં છે, પણ પદ્યની અધિક્તા છે. યાદેવ ઉપાધ્યાય : ઉપા. યશોદેવે સિદ્ધરાજના રાજ્યકાલમાં આશાવલ અને પાટણમાં રહીને પ્રાકૃતમાં “ચંદ્રપ્રભચરિત'ની રચના વિ. સં. ૧૧૭૮ (ઈ. સ. ૧૧૨૨)માં કરી છે. વાગભટ મંત્રી : કવિ વાલ્મટે “વાભદાલંકાર' નામનો અલંકાર-સાહિત્યને ગ્રંથ રહે છે. આ વાડ્મટને લેકે “બાહડ” નામથી ઓળખતા હતા. એ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહનો સમકાલીન અને એનાથી સંમાનિત હતો. એના પિતાનું નામ સોમ હતું અને એ મહામાન્ય હતો.૫૫ કેટલાક વિદ્વાનો ઉદયન મહામ ત્રીનું બીજું નામ “એમ” હતું એમ માને છે. જે આ હકીકત બરાબર હોય તે આ વાભટ વિ. સં. ૧૧૭૯(ઈ. સ. ૧૧૨૭)થી વિ. સં. ૧૨૧ ( ઈ. સ. ૧૧૫૭) સુધીના ગાળામાં વિદ્યમાન હતા અને પોતે ગુર્જરનરેશને મંત્રી બન્યો હતો એમ માની શકાય. આ ગ્રંથમાં પાંચ પરિછેદ છે, કુલ ર૬૦ પદ છે. અધિકાંશ પદો અનુ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy