SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] સેલકા કાલ [ પ્ર. એમની કથાની વર્ણનશૈલી પ્રાસાદિક અને ભાવયુક્ત છે. તેઓ પ્રાકૃતમાં રચના કરવાનું કારણ બતાવતાં કહે છે કે “અલ્પબુદ્ધિવાળા લોકે સંસ્કૃત કવિતા સમજી શકતા નથી એટલે સર્વસુલભ પ્રાકૃતમાં કાવ્યરચના કરવામાં આવી છે. ગૂઢાર્થ અને દેશી શબ્દોથી રહિત તથા સુલલિત પદેથી ગ્રચિત અને રમ્ય પ્રાકૃત કાવ્ય કોને આનંદ આપતું નથી ? ૨૪ ગ્રંથની ભાષા પર અર્ધમાગધીને અને ક્યાંક અપબ્રશનો પ્રભાવ છે. ગાથાદને પ્રયોગ કર્યો છે. દ્વીપ નગરી વગેરેનાં વર્ણન આલંકારિક અને શ્લેષાત્મક ભાષામાં છે. વચ્ચે વચ્ચે કાવ્યના ભાવને સુભાષિતેથી, વિશદ કર્યો છે. આ ગ્રંથમાં દસ થા છે. એ પૈકી પહેલી “જયસેનકથા' અને છેલ્લી “ભવિષ્યદત્તકથા” ૫૦૦-૫૦૦ ગાથાઓમાં છે અને બાકીની આઠ કથા ૧૨૫-૧૨૫ ગાથાઓમાં છે. આ રીતે ૨૦૦૦ ગાથાઓમાં આ ગ્રંથ રચાયેલે છે. દરેક કથામાં જ્ઞાનપંચમીને મહિમા બતાવવામાં આવ્યું છે. જેનાચાર્યોએ કાર્તિકની શુકલ પંચમીને “જ્ઞાનપંચમી પર્વ તરીકે નક્કી કરી એ દિવસે શાસ્ત્રોનાં. લેખન, પૂજન, સંમાન વગેરે કાર્ય કરવાનું વિધાન કરેલું છે. આ. મહેશ્વરસૂરિએ “સંયમમંજરી” નામે કાવ્ય ૩૫ અપભ્રંશ દેવામાં રચેલું છે. આમાં આચાર અને નીતિને લગતે ઉપદેશ આપે છે. એના ઉપર સં. ૧૫૫ (ઈ. સ. ૧૪૯૪) માં રચાયેલી એક ટીકા પણ છે, જેમાં અનેક દષ્ટાંતકથાઓને સંગ્રહ છે. એક “પુફવઈકહા” નામની પ્રાકૃત ભાષામાં રચાયેલી કૃતિ મળે છે, પણ એમાં એના કર્તાના નામનો ઉલ્લેખ નથી, પણ ગુરુ-નામ “સર્જનને તથા પ્રગુરુના નામ “અભયસૂરિ'નો નિર્દેશ કર્યો છે. એની હસ્તપ્રત વિ. સં. ૧૧૯૧ (ઈ. સ. ૧૧૩૫) માં લખાયેલી છે. સંભવતઃ આ કૃતિ સજજન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિની હોય એમ જણાય છે.૨૫ ઘા દ્વિવેદઃ વૃદ્ધનગર-વડનગરનો ઘા દિવેદ સંસ્કૃતને મહાપંડિત હતા. એણે “નીતિમંજરી” નામક ગ્રંથ રચે છે, જે ઈ. સ. ૧૦૫૪ માં લખીને પૂર્ણ કર્યો હતો. દ્રોણાચાર્ય : દ્રોણાચાર્ય એક બહુશ્રુત મહાન આગમધર ચૈત્યવાસી આચાર્ય હતા. સ્વ-પર દર્શનેના સમર્થ જ્ઞાતા હતા. એમણે “ઘનિર્યુક્તિ” નામે ગ્રંથ ર છે. આ. અભયદેવસૂકિએ વિ. સં. ૧૧૨ (ઈ.સ. ૧૦૬૪) વગેરે સમયમાં રચેલી નવ આગમ પરની વૃત્તિઓનું સંશોધન એક પંડિતમંડલીએ કર્યું તેમાં દ્રોણાચાર્ય મુખ્ય સંશોધક હતા. ૨૭ આગમોની ટીકાઓ સિવાય બીજા ટીકા--
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy