SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ર૮૧ પાટણમાં સંપક-વિહાર નામના જિનમંદિર પાસે આવેલા થારાપદ્રગથ્વીય ઉપાશ્રયમાં વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. ખગ્ગાચાર્ય” બિરુદથી પ્રસિદ્ધ આચાર્ય આ હોવાનો સંભવ છે. એકદા તેઓ વિહાર કરતા ઉન્નતાયુ-ઊણ ગામે ગયા. ત્યાં એમણે ભીમ નામનો પ્રતિભાશાળી બાળક જોયે. એનાં માતાપિતાને સમજાવી આચાર્ય એને દીક્ષા આપી. હવે ભીમ શાંતિ મુનિના નામે ઓળખાવા લાગે. એ મુનિ વિદ્યાધ્યયન કરીને વિદ્વાન થતાં આચાર્યપદે પહોંચ્યા અને વિજયસિંહસૂરિના પટ્ટધર થયા.૨૧ પાટણની ભીમદેવ ૧ લાની સભામાં શાંતિસૂરિ વીંદ્ર અને વાદિચક્રવતીરૂપે પ્રસિદ્ધ હતા.૨૨ કવિ ધનપાલની પ્રાર્થનાથી શાંતિસૂરિએ માલવપ્રદેશમાં વિહાર કર્યો અને ભોજરાજાની સભાના ૮૪ વાદીઓને પરાજય કરી ૮૪ લાખ માળવી રૂપિયા (માળવાના એક લાખ રૂપિયા ગુજરાતના ૧૫ હજાર રૂપિયા બરાબર થતા એટલે ૧૨ લાખ ૬૦ હજાર ગુજરાતી રૂપિયા) પ્રાપ્ત કર્યા. આમાંથી ૧૨ લાખ રૂપિયાને ત્યાં ધારામાં જનમંદિર બંધાવવામાં ખર્ચ કર્યો અને ૬૦ હજાર રૂપિયાને થરાદના આદિનાથ મંદિરમાં રથ બનાવવા માટે ખર્ચ કર્યો હતે. પિતાની સભાના પંડિતો માટે શાંતિસૂરિ વેતાલ જેવા હોવાથી રાજા ભોજે એમને વાદિવેતાલીની પદવીથી વિભૂષિત કર્યા હતા. ધારાનગરીમાં કેટલોક સમય રહીને શાંતિસૂરિએ મહાકવિ ધનપાલની “તિલકમંજરી’નું સંશોધન કર્યું. પછી પં. ધનપાલની સાથે તેઓ પાટણ આવ્યા. એ સમયે શેડ જિનદેવના પુત્ર પદ્મદેવને સાપ કરડ્યો હતો, તેને મરી ગયેલે જાણી લેકે ભૂમિમાં દાટવા ગયા હતા. આ. શાંતિસૂરિએ એને નિર્વિષ કરી જીવનપ્રદાન કર્યું હતું. આ. શાંતિસૂરિએ લાટ-ભરૂચના વિદ્યાભિમાની કોલ કવિને પરાજિત કર્યો હતો. શાંતિસૂરિને ૩૨ શિષ્ય હતા. એ બધાને પ્રમાણશાસ્ત્ર અને બૌદ્ધદર્શનને તેઓ અભ્યાસ કરાવતા હતા. ૨૩ તેઓ વિ. સં. ૧૦૭૬(ઈ.સ. ૧૦૨૦)માં સ્વર્ગસ્થ થયા. શાંતિસૂરિ નામના અનેક આયાર્ય થયા છે એ માટે જુઓ “ન્યાયાવતારવાર્તિકવૃત્તિ-પ્રસ્તાવના” (પૃષ્ઠ. ૧૪૬– ૪૯). મહેશ્વરસૂરિઃ સજજન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિએ ઈ. સ. ૧૦૫ર પૂર્વે પ્રાકૃતમાં “નાણપંચમીઠા’ નામે સુંદર ગ્રંથ રચ્યો છે. મહેશ્વરસૂરિ એક પ્રતિભાશાળી કવિ અને સંસ્કૃત -પ્રાકૃત-અપભ્રંશ ભાષાના પ્રકાંડ પંડિત હતા.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy