SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ [ રપ ૧૧ મું ) આર્થિક સ્થિતિ પુત્રવધૂનું તાસંક-કાનનું ઘરેણું ચોરાવી, એના દંડના ત્રણ લાખ આપ્યા, એથી એ કામ પૂરું થયું. માળવામાં રહેલા સિદ્ધરાજને પણ કામ પૂરું થયું સાંભળી અવર્ણનીય આનંદ થયો. પછી ઘેડા સમયે રાજા પાટણ આવ્યો, અને પ્રસંગે પાર સરોવરના કામના ખર્ચના આંકડા વંચાતા હતા ત્યારે અપરાધી વ્યવહારિ પુત્રના દંડના ત્રણ લાખ વપરાયા સાંભળીને એ ત્રણ લાખ એણે વેપારીને ઘેર પાછા મેકલ્યા. પછી વેપારીએ નજરાણું લઈ રાજા સમક્ષ હાજર થઈ “આ શું?” એમ પૂછ્યું. રાજાએ કહ્યું : “કેટિધ્વજ વેપારી તાટકનો શેર શી રીતે હોય? તમે આ ધર્મસ્થાનનો ધર્મવિભાગ (પુણ્યમાં ભાગ) માગે, પણ એ ન મળે એટલે પ્રપંચચતુર અને જેનું મોટું મૃગનું છે પણ અંતર વાઘનું છે તથા અંદરથી શઠ અને બહારથી સરલ એવા તમે આ કામ કર્યું છે. આવાં. વાક્યોથી રાજાએ એનું ઘણું ખંડન કર્યું. “પ્રબંધચિંતામણિ'ના કર્તા મેરૂતુંગનું સૂચન એવું જણાય છે કે સિદ્ધરાજની ઈચ્છા સહસ્ત્રલિંગ જેવા મહાન પુણ્યકાર્યના પુણ્યમાં (કે યશમાં) બીજા કેઈને ભાગ આપવાની નહોતી અને તેથી એ બીજા કોઈની પાસેથી આર્થિક સહાય લેવા ઇચ્છતો નહોતો. પણ વધારે સંભવિત કારણ એ હોઈ શકે કે સિદ્ધરાજ પોતાના સર્વ પ્રજાવર્ગ પ્રત્યે સમાન દષ્ટિથી જોવા ઈચ્છતો હતો અને પોતાના મુખ્ય ધર્મકાર્ય માટે પ્રજાજનોમાંથી કોઈની પણ પાસેથી પિતે નાણાંની સહાય લે તો શાસક તરીકેનું તાટસ્થ અને નિષ્પક્ષતા એ જાળવી શકે નહિ.પ૨ પરંતુ મેરૂતુંગ જેવા સોલંકી કાલના લગભગ સમકાલીન લેખકે બેંધેલી આ અનુશ્રુતિનું સામાજિક અર્થદર્શન એ હોઈ શકે કે સિદ્ધચક્રવર્તીના પ્રમુખ ધર્મસ્થાનમાં ફાળો આપવાની મહત્ત્વાકાંક્ષા અને ક્ષમતા, ધરાવી શકે તેવા ધનિકે એ સમયે ગુજરાતમાં હતા. વેપારથી પૈસો મેળવવાની આવડત અને એથી વ્યવહારનાં ઘણાંખરાં ક્ષેત્રમાં માર્ગ કાઢવાની કુશળતા એ લક્ષણો હાલ ગુજરાતના જીવનમાં દેખાય છે તેઓને વિકાસ થયેલે પણ સોલંકી કાલમાં વરતાય છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના પછી માત્ર ૧૧ વર્ષે સં. ૧૩૭૧(ઈ. સ. ૧૩૧૫) માં રચાયેલા, અંબદસૂરિના “સમરારાસ” માં કહ્યું છે તેમ “ક્ષત્રિયોની તલવારથી કે સાહસિકોના સાહસથી કંઈ વળે એમ નહોતું. એ સમયે પાટણના જન વેપારી સમરસિંહ અલાઉદ્દીનના સૂબા અલપખાનને પ્રસન્ન કરી મુરિલમોએ તોડેલાં શત્રુંજય અને આબુ ઉપરનાં જ મંદિરના જીર્ણોદ્ધાર માટે પરવાનગી મેળવી, બંને સ્થળે જીર્ણોદ્ધાર અનુક્રમે સં. ૧૩૭૧ (ઈ. સ. ૧૩૧૫) અને સં. ૧૩૭૮(ઈ.સ. ૧૭૨૨)માં કરાવ્યો હતો.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy