SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ રિપર ] સેલંકી કાલ [ અ. રાણાએ એ આપી. ઘરની સમૃદ્ધિની ટીપ–ોંધ કરવામાં આવી. દ્રવ્ય, સુવર્ણ દુકૂલ, મોતી વગેરે બધું રાણુ પાસે મોકલ્યું. ૪૯ પ્રબંધમાં એવી જ ઘટનાના સહજ પ્રકારાંતરે મળતા વૃત્તાંત બતાવે છે કે સઈદ એક મોટો વહાણવટી હતા, અને એ વસ્તુતઃ ખંભાતને માથાભારે શાસક બની બેઠે હતો. ખંભાતમાં વહાણવટી લેક મનુષ્યનું હરણ કરી જતા એ ઉપર વસ્તુપાલે પ્રતિબંધ મૂક્યો હતો, એમ કીર્તિ કૌમુદી નોંધે છે.પ૦ સ્પષ્ટ છે કે કેટલાક વહાણવટીઓ માણસોને પકડી પરદેશમાં ગુલામ તરીકે વેચવાના વેપારમાં જોડાયેલા હતા. સઈદને પ્રસંગ તથા બીજાં આનુષંગિક પ્રમાણે ઉપરથી એ તારણ બાંધી શકાય છે કે ખંભાત એ પશ્ચિમ અને ઉત્તર ભારતનું મુખ્ય બંદર હેઈએના તંત્રની સુવ્યવસ્થા સમસ્ત ગુજરાત રાજ્યની આર્થિક અને વેપારી આબાદી માટે અગત્યની હતી. રાજકીય બંદોબસ્ત સાથે સંબંધ ધરાવતી આવી ઘટનાને બાદ કરીએ તો પરદેશી વેપારીઓ ગુજરાતનાં નગરોમાં પૂરી શાંતિથી રહેતા હતા. ભારતીય હિંદુ પ્રજાની પરંપરાગત સહિષ્ણુતા એમાં કારણભૂત હશે જ, પણ પરદેશીઓ જેને લારને સમુદ્ર (લાટને સમુદ્ર) કહેતા તે અરબી સમુદ્ર ઉપર મુખ્યત્વે અરનો કાબૂ હોઈ પરરાષ્ટ્રિય વેપાર એમના નિયંત્રણ ન હોવાને કારણે એમની સાથે રાજ્યના મીઠા સંબંધ વ્યવહારુ દષ્ટિએ પણ ઈષ્ટ હતા. સમૃદ્ધ વેપારને કારણે વણિવર્ગ સમૃદ્ધ હતા. કરોડપતિઓનાં ભવન ઉપર કેટિધ્વજ ફરકતો એવી અનુકૃતિ છે. વિમલશાહ અને વસ્તુપાલ-તેજપાલે બંધાવિલાં મંદિરો ઉપરથી એમની સંપત્તિની કલ્પના થાય છે. વસ્તુપાલ-તેજપાલની - બાબતમાં તે, જુદાં જુદાં સ્થળે એમણે કરેલાં દાન અને બાંધેલાં ધર્મસ્થાને આદિની રીતસરની યાદી પ્રબંધોમાં છે. અનેક કુટુંબનો સામાજિક, ધાર્મિક અને વેપારી વૃત્તાંત તથા એમણે રાજ્યવહીવટમાં જે ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું, તેની " હકીકતો ગ્રંથ-પ્રશસ્તિઓ અને પ્રબંધોમાંથી મળે છે. વેપારની આબાદીની અસર એકંદર જનસમાજ ઉપર થઈ હશે અને તેથી, “નાભિનંદનજિનહાર પ્રબંધ” - લખે છે તેમ, આ પ્રદેશનાં ગામડાં પણ અપાર વૈભવવાળાં અને શહેર જેવાં થયાં હશે. કેટલાક ધનિકન વિભવ રાજાની પણ સ્પર્ધા કરે એવો હતો એ દર્શાવતી -એક અનુશ્રુતિ “પ્રબંધચિંતામણિ એ ટાંકી છે:૫૧ “સિદ્ધરાજ એક વાર માળવે - જતો હતો ત્યારે કોઈ વેપારીએ સહસ્ત્રલિંગના ખર્ચમાં પોતાનો ભાગ આપવા દેવા માટે વિનંતી કરી, પણ સિદ્ધરાજે એને સ્વીકાર કર્યો નહિ અને પોતે માળવે ગયે. કેટલાક દિવસ પછી રાજ કેશમાં નાણુંના અભાવે સરોવરનું બાંધકામ વિલંબમાં પડયું જાણીને એ વેપારીએ પિતાના પુત્ર પાસે કે ધનિકની
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy