SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર [ રર. હતું ને એમાં ૧૮૦૦ ગામોને સમાવેશ થતો. એનું વડું મથક ચંદ્રાવતી હશે, જે આબુની તળેટીમાં આવેલી હતી ને હાલ નામશેષ છે. આ મંડલમાં પ્રાયઃઆબુના પરમાર રાજ્યના પ્રદેશને સમાવેશ થયો હશે. દુર્લભરાજના તંત્રપાલ ક્ષેમરાજના દાનપત્રમાં ૧૩૫ ભિલ્લમાલ-મંડલ જણાવ્યું: છે. એનું વડું મથક ભિલ્લમાલ (જે શ્રીમાલ તરીકે પણ જાણીતું હતું તે) હાલનું ભીનમાલ છે, જે રાજસ્થાનના દક્ષિણપશ્ચિમ ભાગમાં આબુની ઉત્તર પશ્ચિમે, સિરોહીની પશ્ચિમે, અને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ઉત્તરે આવેલું છે. . ભિલ્લમાલ-મંડલની દક્ષિણ પશ્ચિમે સત્યપુર-મંડલ હતું.૧૩ એનું વડું મથક સત્યપુર એ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ઉત્તરે આવેલા સાર જિલ્લાનું સાર છે. અણહિલવાડ પાટણની ઉત્તર પશ્ચિમે એ સોએક કિ. મી.ના અંતરે આવેલું છે. કુમારપાલના રતનપુર શિલાલેખમાં જણાવેલ રત્નપુર-૮૪ એ કોઈ મંડલને. પેટાવિભાગ લાગે છે.૧૩૭ એનું વડું મથક રત્નપુર એ હાલનું રતનપુર છે. કુમારપાલના અભિલેખોમાં જણાવેલા પલ્લિકા(પાલી),૧૩૮ ભાટુટ્ટપદ્ર(ભાટુંડા),૧૩૯નસ્કૂલ (નાડેલ),૧૪° અને બાલહી(બાલી) ૧૪૧ જોધપુરની દક્ષિણે પાસે પાસે આવેલાં હેઈ એ સર્વને સમાવેશ નડ્રફૂલ-મંડલમાં થતો હશે. કિરાટ (કિરા) ૪ આ. વિસ્તારની પશ્ચિમે મલ્લાની જિલ્લામાં આવેલું હોઈ એ અલગ મંડલમાં, પ્રાય:: સત્યપુર-મંડલમાં, ગણાતું હશે. આમ સોલંકી રાજયમાં ઓછામાં ઓછાં પંદરેક મંડલને સમાવેશ થત.. મંડલમાં મોટે ભાગે પથકોના પેટાવિભાગ હતા. ઉપરાંત કેટલીક વાર અમુક સંખ્યાનાં ગામના નાનામોટા સમૂહ રચાતા, જેમાં ૧૨, ૩૨, ૩૬, ૪૨, ૬૪, ૮૪, ૧૨૬ ને ૧૪૪ ગામોના ઉલ્લેખ થયા છે. રાજ્યની આવકનાં સાધન રાજ્યની મહેસૂલ(આવક)નું મુખ્ય સાધન જમીન-મહેસૂલ હતું. કેટલીક વાર રાજપુરુષ (અમલદાર) એ મહેસૂલ ઉઘરાવતા, તો કેટલીક વાર ગ્રામપતિ(જમીનદાર) ધાન્યની લણણી થતાં પિતાના માટે ભાગ તથા રાજા માટે ભાગ ઉઘરાવતા.૧૪૩ કેટલીક વાર જમીનમાલિક સાથે વાર્ષિક મહેસૂલ અંગે કરાર કરવામાં આવતો તેને “ગ્રામપદક' કહેતા; દા. ત. “લેખપદ્ધતિમાં આપેલા સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૪૨)ના નમૂનામાં સં. ૧૨૮૯(ઈ. સ. ૧૨૩૩) માટે એકંદરે ૩૦૦૦ કમ્મ આપવાના ઠરાવ્યા હતા, જે ભાદ્રપદમાં, માગશીર્ષમાં અને અક્ષયતૃતીયાએ એમ ત્રણ સરખા હપ્ત આપવાના હતા. આ વ્યવસ્થા ગામના પંચકુલ સાથે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy