SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ રર૦] સોલંકી કાલ [ પ્રમ છે. ત્યાં એર અને ઊંછ નદીને સંગમ થાય છે ને આગળ જતાં એર નદી ચાણોદ-કરનાળી પાસે નર્મદામાં મળે છે. તિલકવાડા(જિ. વડોદરા) પાસે મણ (એના) અને નર્મદા નદીને સંગમ થાય છે ત્યાં મણેશ્વર મંદિર હતું. અજયપાલના સં. ૧૨૩૧(ઈ.સ. ૧૧૭૫)ના દાનપત્રમાં નર્મદાતટ-મંડલ અને એમાંના પૂર્ણ-પથકને ઉલેખ આવે છે. ૧૨૯ પૂર્ણ પથકની અંદર માખુલગાસ્વ-૪રને પેટાવિભાગ હતો. પૂર્ણપથકનું વડું મથક પૂર્ણ અંકલેશ્વર -તાલુકાનું પુનગામ હોઈ શકે. આ વિભાગનાં બીજાં ગામ ઓળખાયાં નથી, પરંતુ એ ભરૂચ જિલ્લામાં નર્મદા-તટ પાસે આવ્યાં હશે. દાહોદના શિલાલેખમાં૧૩૦ દધિપદ્ર-મંડલ જણાયું છે. એનું વડું મથક દધિપદ્રએ હાલનું દાહોદ (જિ. પંચમહાલ) છે. ત્યાં ગોમનારાયણનું મંદિર હતું. આ મંડલની અંદર ઊભલેડ-પથક હતે. એનું વડું મથક ઊભલેડ એ દાહોદ તાલુકામાં આવેલું અભલેડ છે. ગેહકાગોધરા)માં મહામંડલેશ્વર હોવાને આ લેખમાં ઉલ્લેખ છે. એ પરથી ગેહકનું અલગ મંડલ હોવું સંભવે છે. સિદ્ધરાજે અવંતિદેશ છતી એને અવંતિમંડલ તરીકે પિતાના રાજ્યમાં સમાવ્યો હતો. સિદ્ધરાજના ઉજન શિલાલેખમાં ૩૧ એને ઉલેખ આવે છે. આ મંડલનું વડું મથક ઉજજન હતું કે ધાર એ જાણવા મળ્યું નથી. ' ઉજ્જનની ઉત્તરપૂર્વે માળવામાં બીના (મધ્ય પ્રદેશ) પાસે ઉદયપુર નામે નાનું શહેર છે ત્યાંથી સોલંકી રાજ્યના ત્રણ શિલાલેખ મળ્યા છે. ૧૩ એમાંના પહેલા બે લેખ કુમારપાલના સમયના છે. અજયપાલના સમયના ઉદયપુર શિલાલેખમાં ભાઈલ્લસ્વામિ મહાદ્વાદશકમંડલને ઉલ્લેખ આવે છે. એની અંદર ભંગારિકા-૬૪ નામે પથક હતા. આ પરથી ભાઈલસ્વામિમંડલ ૧૨ નહિ, પણ ૧૧૨ કે એથી વધુ ગામોનું હોવું જોઈએ. એનું વડું મથક ભાઈલ્લસ્વામી એ ભોપાલની ઉત્તરપૂર્વે બેટવા નદીના પૂર્વ કાંઠા ઉપર આવેલું ભીલસા છે, જેની નજીકમાં પૂર્વ માળવાની પાટનગરી વિદિશા (બેસનગર) આવેલી છે. શૃંગારિકા ઓળખાયું નથી. ભાઈલસ્વામિ-મંડલ અવંતિ-મંડલની પૂર્વે આવ્યું હતું. ભીમદેવ ૨ જાના આહાડ તામ્રપત્ર ૩૩ પરથી મેદપાટ-મંડલની માહિતી મળે છે. મેદપાટ(મેવાડનું વડું મથક આઘાટ આહાડ) હતું, જે હાલના ઉદેપુરની પાસે આવેલું છે. સારંગદેવના સં. ૧૩૫૦(ઈ.સ. ૧૨૮૪)ના આબુ શિલાલેખમાં૩૪ અષ્ટાદશશત-મંડલ જણાવ્યું છે તે અબુંદ(આબુ) ગિરિની આસપાસ આવેલું મંડલ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy