SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] સાલકી ફાલ [31. છે.૧૮ એવી રીતે અજુ નદેવના સ. ૧૩૨૦(ઈ. સ. ૧૨૬૪) ના શિક્ષાલેખમાં પણ એ બે શબ્દ એક અર્થમાં વપરાયા છે.૧૯ સિદ્ધરાજ જયસિંહના દાહેદ શિક્ષાલેખમાં દધિપદ્રમ ડલના વહીવટ મંત્રી તરીકે નિમાયેલા સેનાપતિ કેશવ કરતા હોવાનુ જણાવ્યું છે.૨” આ પથી · મંત્રી ' અને · સચિવ' શબ્દ ઘણી વાર એક જ અર્થાંમાં વપરાતા અને મહામાત્યને મહામંત્રી ' પણ કહેતા એવું માલૂમ પડે છે. પરંતુ ‘ મહાપ્રધાન ' એ મહામંત્રી થી જુદા હુાદ્દો હતા. એને ચોક્કસ અધિકાર નક્કી કરવા મુશ્કેલ છે, પરંતુ એ મહામંત્રીના અધિકાર જેવા અધિકાર હતા એ સ્પષ્ટ છે. * ' . અન્ય અધિકારીએ દાનશાસનેામાં એ અધિકારીઓના ઉલ્લેખ ઘણી વાર આવે છેઃ રાજશાસનના દૂતક તરીકે માટે ભાગે મહાસાંધિવિગ્રહિકતા અને દાનશાસન લખનાર તરીકે મહાક્ષપલિક કે આક્ષપટલિકને. મહાસાંધિવિગ્રહિક એ સંધિ અને વિગ્રહને લગતા કરણના વડા હતા. અન્ય રાજ્યા સાથેના રાજકીય સંબંધમાં સાંધિવિગ્રહિકે કેવી કુનેહ, સાવધતા અને મુત્સદ્દીગીરી રાખવી પડે એ પ્રબંધચિંતામણિ ’માં ભીમદેવ ૧ લાના સાંધિવિગ્રહિક ડામર(દામેાદર)ને લગતા જે વિવિધ પ્રસંગ નિરૂપ્યા ૨૧ તે પરથી સ્પષ્ટતઃ ઉદાહત થાય છે. કારેક પ્રતીહાર પણ દૂતક તરીકેની ક્રુજ બજાવતા.૨૨ દાનશાસનેાનું લખાણુ તૈયાર કરવાનું કામ અક્ષપટલ(દફ્તર) ખાતાના અધિકારી કે વડા અધિકારી કરતા. આ હોદા પર માટે ભાગે કાયસ્થની નિમણૂક થતી. ' * અજયપાલના સમયના સં. ૧૨૩૧(ઈ. સ. ૧૧૭૫)ના તામ્રપત્રમાં દાનશાસન દંડનાયક, દેશ-ઠક્કુર, અધિષ્ઠાનક, કરણપુરુષ, શય્યાપાલ, ભટ્ટપુત્ર ઇત્યાદિ રાજપુરુષાને તથા બ્રાહ્મણા વગેરે નિવાસીઓને ફરમાવવામાં આવ્યું છે.૨૩ દડ નાયક' એટલે બલાધ્યક્ષ-સેનાધ્યક્ષ એવા અથ` ઉદ્દિષ્ટ છે. ૪ દેશપુર' એ દેશ કે મંડલના મુખ્ય ઠક્કુર લાગે છે. પ ઠકુર' એ સોલંકી સમયમાં ઉચ્ચ કોટિની વ્યક્તિઓ માટે પ્રચલિત માનવાચક શબ્દ હતા. ‘ અધિષ્ઠાનક' અધિષ્ઠાન(વડા મથક)ના વહીવટ કરનાર અધિકારી હતા. ૬ ‘ કરણપુરુષ’ એટલે સચિવાલયમાં કામ કરતા અધિકારી કે કારકુન,૨૭ ‘ શય્યાપાલક' એ રાજા કે મહામડલેશ્વરના શય્યાગૃહને રક્ષક લાગે છે.૮ ‘ ભટ્ટપુત્ર 'નેા અથ ભટ(સૈનિક) જેવા લાગે છે.૨૯ આ દાનપત્રમાં અંતે · ઉપરેર' નામે અધિકારીનું નામ આપ્યું છે તે પ્રાયઃ · ઉપરિક 'ના અર્થમાં લાગે છે.૩૦ મૈત્રકકાલમાં ઉપરિક ’એ ઉચ્ચ કોટિના અધિકારી હતા.૩૧ બક્ષાધિ’૩૬ એ બલાધિકૃત(સૈન્યાધિકૃત)નુ (
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy