SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર [૨૦૯ વહેંચવામાં આવતું. જુદા જુદા પ્રકારના શાસનલેખોના સંગ્રહરૂપે લખાયેલા “લેખપદ્ધતિ' નામે ગ્રંથમાં ઘણું ઉદાહરણ સેલંકીકાલને લગતા શાસન લેખનાં આપવામાં આવ્યાં છે. • એમાં શરૂઆતમાં ૩૨ કરણુ ગણાવવામાં આવ્યાં છેઃ શ્રીકરણ(આવકખાતું), વ્યયકરણ(ખર્ચ-ખાતું), ધર્માધિકરણ(ન્યાય-ખાતું), મંડપિકાકરણ(માંડવી. ખાતું), વેલાકુલકરણ(બંદર-ખાતું), જલપથકકરણ(જલમાર્ગો અને માર્ગોનું ખાતું), ઘટિકાગ્રહકરણ (શાળાના મકાનનું ખાતું), ટંકશાલાકરણ, દ્રવ્યભાંડારકરણ, અંશુકભાંડારકરણ(વસ્ત્રભંડારનું ખાતું), વારિગૃહકરણ, દેવવેસ્મકરણ(રાજમહેલનું ખાતું), ગણિકાકરણ, હસ્તિશાલાકરણ, અશ્વશાલાકરણ, કલભશાલાકરણ (ઊટશાળાનું ખાતું), શ્રેણિકરણ, વ્યાપારકરણ, તંત્રકરણ (રાજકીય ખાતું), કોષાગારકરણ (કોઠારનું ખાતું), ઉપક્રમકરણ(અમાત્યપરીક્ષાનું ખાતું), કર્મકરકરણ સ્થાનકરણ (જાહેર બાંધકામનું ખાતું), દેવકરણદેવસ્થાનનું ખાતું), સંધિવિગ્રહ)કરણ, મહાક્ષપાલકરણ(દફતરનું ખાતું), મહાનસકરણ(રસોડાનું ખાતું, જયનાલાકરણ(આયુધાગારનું ખાવ), સત્રાગારકરણ(સદાવ્રતનું ખાતું), અંત:પુરકરણ અને સુવર્ણકરણ.૧૧ સોલંકી રાજ્યના અભિલેખો અને હસ્તલિખિત ગ્રંથમાં આ પૈકી શ્રીકરણ, વ્યયકરણ, વ્યાપાર, દેવકરણ, મંડપિકા, મહાક્ષપટલ, સંધિવિગ્રહ અને શ્રેણીનો ઉલેખ આવે છે. આથી લેખ પદ્ધતિમાં જણાવેલાં ઘણાંખરાં કરણ સોલંકી રાજયને લાગુ પડતાં હોવા સંભવ છે. મંત્રી, પ્રધાન અને સચિવ આમ તે દરેક કરણના વડાને “મહામાત્ય” કહેતા, પરંતુ એમાં જે મહામાત્ય શ્રીકરણાદિને મુદ્રાવ્યાપાર સંભાળતો તે સમસ્ત રાજ્યતંત્રને મુખ્ય મહામાત્ય ગણુતા.૧૩ અન્ય અમાત્યોમાં કેટલાક મંત્રી, પ્રધાન કે સચિવ તરીકે અધિકાર ધરાવતા; દા. ત. મુલરાજ ૧ લાએ ગ્રાહરિપુને લગતા સ્વપ્ન પછી જે જમ્બક અને જેહુલ સાથે વિચારણા કરી તેમને જાક એ મહામંત્રી અને જેહુલ એ મહાપ્રધાન હતો એવું અભયતિલક જણાવે છે.૧૪ વિસલદેવના સં. ૧૩૦૮(ઈ. સ. ૧૨૫૨) ના શિલાલેખમાં એના બે મહાપ્રધાનને ઉલ્લેખ આવે છે.૧૫ ચામુંડરાજને માધવ નામે મહામંત્રી હતા એવું શ્રીધર-પ્રશસ્તિ જણાવે છે.૧૬ માધવને વંશજ વલ કુમારપાલ સચિવ હતો એવું પણ એમાં જણાવ્યું છે. ૧૭ આબુના સં. ૧૨૮૭(ઈ. સ. ૧૨૩૧)ના શિલાલેખમાં લૂસિંગ, મલ્લદેવ. વસ્તુપાલ અને તેજપાલ માટે “સચિવ” તથા “મંત્રી” શબ્દ પ્રયોજાયા સે. ૧૪
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy