SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] સાલકી કાલ ”, પરંતુ એમાં એને સરિયામ નિષ્ફળતા મળી. એ ઈ. સ. ૧૨૪૭ માં અવસાન પામ્યા. એના પુત્ર કૃષ્ણે રાજ્યનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં. એણે પશુ પરંપરાએ માળવાના પરમાર અને ગુજરાતના વાધેલા ચૌલુકયો સાથે અથડામણ ચાલુ રાખી હતી. ઈ. સ. ૧૨૬૧ માં એના અવસાન પછી એની ઇચ્છા પ્રમાણે એને નાના ભાઈ મહાદેવ સત્તા ઉપર આવ્યા, કૃષ્ણને રામચંદ્ર નામના પુત્ર હોવા છતાં. એના સમયમાં ઢાંકણુના ખીજા શિલાહારવંશના પણ એના સભ્યને હાથે કરુણ રેંજ થયા. મહાદેવ ગુજરાત ઉપર પણ ચડી આવ્યા અને એણે ચૌલુકય વીસલદેવને પરાજય આપ્યા. [ 30 મહાદેવ ઈ. સ. ૧૨૭૦-૭૧ માં અવસાન પામતાં એના પુત્ર આમણુ અને કૃષ્ણના પુત્ર રામચંદ્ર વચ્ચે વારસા માટે ઝઘડા ઊભા થયા. આમણે પેાતાને રાજા જાહેર કર્યાં, પરંતુ એ દેવગિરિને કબજો મેળવી શકયો નહિ. એણે દગાથી રકિલ્લાને કબજો કરવા પ્રયત્ન કર્યાં, પણ દંગલમાં એ પકડાઈ ગયા અને માર્ગો ગયા, રામચંદ્ર સર્વ સત્તાધારી બન્યા. પૂર્વવત્ એણે પડેાશનાં રાજ્ય સામે અથડામણ ચાલુ રાખી હતી. એણે જેમ હેયસાળ સામે નિષ્ફળતા મેળવી તેમ ગુજરાત ઉપર ચડી આવતાં વાધેલા-ચૌલુકય સાર ગદેવને હાથે નિષ્ફળતા મેળવી. આ અરસામાં ઈ. સ. ૧૨૯૪ માં દેવગિરિના પ્રદેશ ઉપર નાઝિમ અલાઉદ્દીન ચડી આવ્યેા હતા, જેની સાથેના સંધ માં રામચંદ્ર દેવગિરિને ટકાવી રાખી શકો નહિ. એણે લેાકેાની સારી એવી અવગણના વહેારી લીધી, સેઙ્ગ સૈન્યની પણ સારી એવી નાલેશી ગવાઈ. રામચંદ્રે આગળ જતાં દિલ્હીના સુલતાનને ખડણી આપવા આનાકાની કરી ત્યારે અલાઉદ્દીને મલેક કાફૂર ને દેવિગર પણ આક્રમણુ કરવા મેાકટ્યા. ગુજરાતના રાજા ક`દેવે કુંવરી દેવલદેવીનું સગપણુ રામચંદ્રના કુમાર સિંધર૫૦ સાથે ક્યું હતું. કર્યું ઉપર આવેલી આપત્તિને કારણે રામચંદ્રના નાના કુમાર ભિલ્લમ દેવલદેવીને લઈ દેવગિરિ તરફ જતા હતા ત્યારે નંદુરબાર પાસે મુસ્લિમ સેના સાથે અથડામણમાં આવ્યા. અહીં મુસ્લિમેાએ દેવલદેવીને કબજે કરી દિલ્હી તરફ મેાકલી આપી. એ પછી આ રામચંદ્ર મુસ્લિમ સત્તા સાથે સંધિ કરી લીધી. એ ઈ. સ, ૧૩૧૦ માં અવસાન પામ્યા અને એના પછી એના પુત્ર સિધદેવ સત્તા ઉપર આવ્યો. એણે મુસ્લિમા સામે માથું ઊંચકવાના પ્રયત્ન કર્યાં, પરંતુ એમાં એને સંપૂર્ણ નિષ્ફળતા મળી. છેલ્લા સ`ધ માં ઈ. સ. ૧૩૧૩ માં એ માર્યાં ગયા અને દેવિગિરના સંપૂર્ણ સેઉણપ્રદેશ દિલ્હી સલ્તનતમાં ભેળવી દેવામાં આવ્યેા.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy