SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મું]. સમકાલીન રાજ્ય [ ૧૮૯ એના પછી એને પુત્ર જૈતુગી ઉર્ફે જૈત્રપાલ સત્તા ઉપર આવ્યો. એના. સમયમાં પણ અનેક અથડામણો થઈ હતી. ધારાના પરમાર સુભટવર્મા અને. ગુજરાતના ભીમદેવ ર જાના પ્રદેશ ઉપર પણ સેઉણુ લેકે ચડી આવ્યા હતા અને એમાં લૂંટફાટ ચલાવી ગયા હતા. જૈતુગીના અવસાને ઈ. સ. ૧૨૦૦ માં એને પુત્ર સિંઘણ સત્તા ઉપર આવ્યો. એની ભાવના દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાની હતી. અને એ દિશામાં એણે બલિઇ આરંભ કરી દીધો. ઘણાં રાજ્યોને સત્તા નીચે લીધા પછી પશ્ચિમસમુદ્રપ્રાંતનાં રાજ્યો તરફ વળે અને ભોજ ૨ જાને ઉથલાવી કોંકણના એક શિલાહારવંશને ઉચ્છેદ કરી નાખે. એ ઉત્તરમાં છેક ચાહડ (આજના ચાંદા, જિ. નાગપુર, મહારાષ્ટ્ર) સુધી વધે અને પરમારની બચેલી એક નાની શાખાના ભેજને પરાસ્ત કર્યો. એ પછી એણે ગુજરાત તરફ નજર દોડાવી. થાણાના પ્રદેશ સાથે સમગ્ર લાટપ્રદેશ ઉપર એ સમયે ધારાના પરમાર અજુનવર્માની સત્તા હતી અને એના વતી સિંધુરાજ નામને પ્રતિનિધિ ભૃગુકચ્છમાં રહી એ પ્રદેશ ઉપર શાસન કરતા હતા. સિંઘણે આ પ્રદેશ ઉપર ચડાઈ કરી એમાં સિંધુરાજ માર્યો ગયો, એથી ઉત્સાહિત થઈ એ ઉત્તર ગુજરાત તરફ ધસી ગયે. આ સમયે લવણુપ્રસાદ ગુજરાતનું રક્ષણ કરી રહ્યો હતો તેને સિંઘણ સામે સફળતા મળી નહિ અને એ પાછો ફરી આવ્યું. થોડા સમય પછી સિંઘણે ફરી લાટ ઉપર આક્રમણ કર્યું અને સિંધુરાજના પુત્ર શંખને પરાજય આપ્યો. એ પછી ફરી બે વાર સિંધણ ચડી આવ્યો, આમાં પહેલી વખતે શંખે સિંઘને હાર, આપી, પરંતુ બીજી વખતે શંખ સિંધણને હાથે કેદ પકડાઈ ગયો, પરંતુ એણે ચતુરાઈથી પિતાનો બચાવ કર્યો અને ત્યારથી એ સિંઘણનો મિત્ર બની ગયો. આ પછી સિંઘણે ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપર ફરી બે વાર આક્રમણ કર્યું હતું. એ ગામડાં બાળતો અને ઉજાડતો આવતો હતો તે જ સમયે લવણ'પ્રસાદને મારવાડના આક્રમણને સામનો કરવા જવું પડયું. દરમ્યાન ગુજરાત, ઉપર મુરિલમ આક્રમણને ભય ઊભો થતાં વિરધવલ અમાત્ય વસ્તુપાલને યુદ્ધની નેતાગીરી સેંપી મુસ્લિમોથી દેશનું રક્ષણ કરવા ઉત્તર બાજુ વળે. વસ્તુપાલે સિંઘણના મોટા સિન્ય સાથે ઝઘડે વધારવાનું યોગ્ય ન માન્યું, એણે પોતાના ગુપ્તચર દ્વારા સિંઘના મનમાં એના સહાયના વિષયમાં ઝેર ભરવામાં સફળતા મેળવી. સિંઘણે ઈ. સ. ૧૨૩૧ માં લવણપ્રસાદ સાથે સંધિ કરી અને એકબીજાના પ્રદેશ ઉપર આક્રમણ ન કરવાના કરાર કર્યા. સિંઘણે લવણુપ્રસાદ અને વિરધવલ જીવતા હતા ત્યાંસુધી તો આ કરારનું પાલન કર્યું, પરંતુ વીસલદેવ સત્તા ઉપર આવતાં એનાં સભ્યોએ નર્મદા ઓળંગી ગુજરાત ઉપર આક્રમણ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy