SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] સોલંકી કાલ [ . મહમૂદ ગઝનીને શિકસ્ત આપી હોવાનું જાણવામાં આવ્યું છે.૧૯૨ ગોવિંદરાજ પછી એને પુત્ર વાકપતિરાજ ૨ જે, અને એના પછી એને પુત્ર વીર્યરાજ આવ્યો હતો, જે ધારાપતિ પરમાર ભોજદેવ સાથેના વિગ્રહમાં ભોજને હાથે માર્યો ગયો હતો. એના પછી એને નાનો ભાઈ ચામુંડરાજ અને એના પછી વિરાજના પુત્રો સિંધ અને દુર્લભરાજ ૩ જ એક પછી એક સત્તા ઉપર આવ્યા હતા. દુર્લભરાજ પછી એના ભાઈઓ વીરસિંહ અને વિગ્રહરાજ ૩ જે એક પછી એક ગાદીએ આવ્યા હતા. ૧૯૩ આ વિગ્રહરાજે ગુજરાતના કર્ણદેવની સામે માળવાના ઉદયાદિત્યને ઘોડેસવાર સેનાની મદદ આપી હતી. ૧૯૪ વિગ્રહરાજ પછી પૃથ્વીરાજ ૧ લે ગાદીએ આવ્યો હતે. એ ઈ. સ. ૧૦૧૫ માં સત્તા ઉપર હતો. ૧૮૫ એના પછી એને પુત્ર અજયરાજ ઉર્ફે સહણ સત્તા ઉપર આવ્યો હતો. એણે પિતાના નામે અજમેર(અજમેર) દુર્ગ વસાવ્યું હતું. અજયરાજ પછી એને પુત્ર અર્ણોરાજ ઉફે આન ગાદીએ આવ્યો. અણુંરાજને સિદ્ધરાજે પિતાની પુત્રી પરણાવી હતી. સિદ્ધરાજને માળવાના નરવર્મા સાથેના વિગ્રહમાં અર્ણરાજે સહાય આપી હતી; પાછળથી અર્ણોરાજ અને રાણી કાંચનદેવીને થયેલા અણબનાવે રાણું પુત્ર સેમેશ્વરને લઈને પાટણ ચાલી આવી. સેમેશ્વરને ઉછેર પાટણમાં થશે. આવા કઈ દુમેળને પરિણામે જ્યારે કુમારપાલ ગાદીએ આવ્યું ત્યારે અર્ણોરાજ ગુજરાત ઉપર ચડી આવવાની પેરવી કરી રહ્યો હતા. એ શાકંભરી ઉપર ચડી ગયો હતો. યુદ્ધમાં અણુંરાજનો પરાજય થયો અને એણે પોતાની પુત્રી જહણ કુમારપાલને પરણાવી સંધિ કરી લીધી. ૧૯ બીજી વાર પણ કઈ કારણ ઊભું થતાં બંને વચ્ચે વિગ્રહ થયું હતું, જેમાં પણ કુમાર પાલને વિજય થયો હતો. કુમારપાલ અને અર્ણરાજ વચ્ચેના વિગ્રહોમાં ગુજરાતના કેટલાક માણસ અર્ણોરાજને પક્ષે જઈ રહ્યા હતા, જેમાં સિદ્ધરાજને પ્રતિપન્ન પુત્ર ચાહડ પણ એક હોવાનું જાણવામાં આવ્યું છે. સિદ્ધરાજના મૃત્યુ પછી ચાહડે પાટણની ગાદી ઉપર અધિકાર માગ્યો હતો, પણ અધિકારીઓએ એને કોઠ ન આપતાં કુમારપાલની જ પસંદગી કરી હતી, આથી દુભાઈને ચાહડ અને એના મળતિયાઓ અરાજને જઈ મળ્યા હતા. અર્ણોરાજ પરાક્રમી હતો અને એણે સપાદલક્ષ ઉપર ચડી આવેલા તુને ભારે પરાજય આપ્યો હતે. અર્ણોરાજની બીજી રાણી સધવાને ત્રણ પુત્રો હતા, તેઓમાંના મોટા પુત્ર જગદેવે ઈ. સ. ૧૧૫૩ પૂર્વે જ પિતાનું ખૂન કરી શાર્કભરીની સત્તા હસ્તગત કરી હતી. આ જુગદેવે થોડો સમય રાજ્ય કર્યા પછી એના નાના ભાઈ વિગ્રહરાજ ૪થાએ (વીસલદેવે) સત્તા હાથ કરી. એણે ૧૧૫૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy