SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ સુ* ] સમકાલીન રાજ્યો [ ૧૭૭ C થયુ કહ્યું છે. આ કુળનેા જૂનામાં જૂને પુરુષ અહિચ્છત્રપુરમાં વત્સ ગાત્રનેા હતેા; જોકે ઉપરનાં એ કાવ્યેામાં એવા કોઈ નિર્દેશ નથી, તે તા રાજસ્થાનના શાક ંભરી ’ નગર સાથે જ સંબંધ આપે છે. એટલું સ્પષ્ટ છે કે આ વંશનુ વિકાસસ્થાન તા ‘ શાકંભરી ’(સાંભર) જ છે. ચૌહાણા અને દિલ્હીના તામારવંશની સાથેની અથડામણેાને લઇ ને આ કુલના સંચાર ગંગાજમનાના દોઆબના પ્રદેશથી આર ંભાયે। હાય એવી ધારણા છે.૧૮૯ પશ્ચિમ ભારતમાં ચૌહાણ વંશના જે ભિન્ન ભિન્ન ફાંટા વિસ્તર્યાં છે તેને એક મૂળ પુરુષ કણ એ હજીયે નિશ્ચયાત્મક રીતે કહી શકાતું નથી. અહીં એ ભિન્ન ભિન્ન કાંટા જોઈ એ. (૧) શાકભરીની શાખા(રણથંભારની શાખા સાથે) લાટના ચૌહાણુવંશ સાથે શાક ંભરીના ચૌહાણુવંશના સંબંધ હજી સુધી પકડી શકાયા નથી. જાણવામાં આવ્યું છે તે પ્રમાણે શાકંભરીના ચૌહાણાના પૂર્વી પુરુષ તરીકે મળતું નામ વાસુદેવનુ છે. એના વંશમાં સામતરાજ કિવા અનંત વત્સ ગાત્રના બ્રાહ્મણુ હતા અને અહિચ્છત્રુનગર-હાલના નાગાર( જોધપુર નજીક)માં જન્મ્યા હતા. આ સામંત વિગ્રહરાજ ૨ જા(ઈ. સ. ૯૭૩)થી પૂર્વે ૧૨ મા પુરુષ હતેા, એટલે અ ંદાજે એના રાજ્યકાલ ૭ મી સદીના મધ્યમાં આવે. આ સામંતની પદવી પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ ૧ લેા, ચંદ્રરાજ, એનેા ભાઈ ગોપેદ્રરાજ, અને ચંદ્રરાજનેા પુત્ર દુર્લભરાજ લા, એના પછી ગોવિંદરાજ, આ ક્રમે શાક ંભરીના રાજા થયા હતા.૧૯૦ આગાવિંદરાજનું બીજું નામ ગુવાક' હતું. એ હકીકતે ગુર્જર–પ્રતીહાર નાગાવલાક કિવા નાગભટ ૨ જા(ઈ. સ. ૮૧૫)ના સામંત હતા. ગાવિંદરાજ પછી એને પુત્ર ચદ્રરાજ ૨ જો સત્તા ઉપર આવ્યા હતા. એના પછી ગુવાક ૨ જો ગાદીએ આવ્યા હતા. ગુવાક પછી આવેલા એને પુત્ર ચંદન રાજા થયા. તામાર વંશના પ્રસાર દિલ્હી આસપાસ ૯ મી સદીમાં થયા હતા. ચંદન પછી એને પુત્ર મહારાજ વાક્પતિરાજ અને એના પછી એના પુત્ર સિંહરાજ ગાદીએ આવેલા. આ સિંહરાજ પણ ગુર્જર પ્રતીહારાને સામત હતા. સિંહરાજ પછી એના પુત્ર વિગ્રહરાજ રજો આવ્યા, જે હવે કનેાજના ગુજર–પ્રતીહારાની સત્તા નીચેથી નીકળી ગયા હતા. આ સમય અ ંદાજે ઈ. સ. ૮૭૩( વિ. સં. ૧૦૩૦) પહેલાંના છે.૧૯૧ આ વિહરાજ ૨ જો છેક ન`દાના પ્રદેશ સુધી પહોંચી વળ્યા હતા અને એણે ચૌલુકથ મૂલરાજને હરાવ્યા હતા. એના પછી એને નાના ભાઈ દુ`ભરાજ ૨ જો અને એના પછી એના પુત્ર ગોવિંદરાજ ૨ જો સત્તા ઉપર આવ્યા હતા, જેણે સા ૧૨
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy