SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] સેલંકી કાલ [ » ધંધુક પછી એને પુત્ર પૂર્ણપાલ, એના પછી એને નાનો ભાઈ કૃષ્ણરાજ ૨ ,૧૭૩ જેના ઉપર ભીમદેવ ૧ લાએ ચડાઈ કરી હરાવ્યું હતું. એના પછી જાણવામાં આવેલાં નામ ધ્રુવ ભટ, રામદેવ અને વિક્રમસિંહનાં છે. (ઠયાશ્રયમાં . જણાવ્યા પ્રમાણે) કુમારપાલે જ્યારે અજમેરના અર્ણરાજ ઉપર ચડાઈ કરી - ત્યારે આબુને આ રાજા વિક્રમસિંહ સાથે હતા. ૧૭૪ એ ફૂટી જઈ અણે રાજને મળી જતાં પાછળથી કુમારપાલે એને કેદ કર્યો અને એના ભત્રીજા યશોધવલને આબુનું રાજ્ય સોંપ્યું.૧૭૫ એ ઈ. સ. ૧૧૪૬(વિ. સં. ૧૨૦૨)માં હતા અને એણે માળવામાં થયેલા યુદ્ધમાં કુમારપાલને પક્ષે રહી કુમારપાલના શત્રુ, હારસમુદ્રના રાજા, વીર બલ્લાલને લડાઈમાં પરાસ્ત કર્યો હતો. ૧૭૬ યશોધવલ પછી એને પુત્ર ધારાવર્ષ ગાદીએ આવ્યો અને કુમારપાલે જ્યારે કાના મલ્લિકાર્જુન ઉપર બે ચડાઈ મકલી એને વિનાશ કરાવ્યો ત્યારે કુમારપાલની સેના સાથે ધારાવર્ષ ગયો હતો અને એણે પિતાનું પરાક્રમ બતાવ્યું હતું. ૧૭૭ ઈ. સ. ૧૧૯૬(વિ. સં. ૧૨૫૩-હિ. સ. ૧૯૩)માં જ્યારે કુબુદ્દીન અબકે અણહિલવાડ ઉપર ચડાઈ કરી હતી ત્યારની બે લડાઈઓમાં પણ ધારાવર્ષે સારું પરાક્રમ બતાવ્યું હતું. કુમારપાલ, અજયપાલ, મૂલરાજ ૨ જે અને ભીમદેવ ૨ જે આ ચારે રાજવીઓના સમયમાં ધારાવર્ષ હતો. જ્યારે ગુજરાત ઉપર દેવગિરિના યાદવરાજ સિંઘણે અને પછી દિલ્હીના સુલતાન અલામશે ચડાઈ કરી હતી ત્યારે ધોળકાના વાઘેલા સામંત વીરધવલ અને મારવાડના બીજા રાજવીઓ સાથે વસ્તુપાલ-તેજપાલના આગ્રહથી ધારાવર્ષ પણ મદદમાં આવ્યો હતે. ૧૭૮ ધારાવર્ષે પ૭ વર્ષ રાજ્ય કર્યું હતું. ધારાવર્ષના નાના ભાઈ પ્રહલાદનદેવે મેવાડના સામંતસિંહ અને ગુજરાતના અજયપાલ વચ્ચેની લડાઈમાં અજયપાલપક્ષે વીરતાથી લડી ગુજરાતનું રક્ષણું કર્યું હતું. ૧૭૯ આ એ જ પ્રહલાદનદેવ કે જેણે પાલનપુર વસાવ્યું અને “પાર્થપરાક્રમ” નામને “વ્યાયોગ' (નાટયપ્રકાર) ર. ધારાવર્ષ પછી એને પુત્ર સમસિંહ આવ્યું. એ પણ પરંપરા પ્રમાણે કે ભીમદેવ ૨ જાન સામંત રહ્યો હતો. એના પછી એને પુત્ર કૃષ્ણરાજ કે જે (કાન્હડદેવ) અને એના પછી એને પુત્ર પ્રતાપસિંહ ગાદીએ આવ્યો. કોઈ જિત્રક ચંદ્રાવતીને કબજો જમાવ્યો હતો તેને હરાવી એણે ચંદ્રાવતી પાછું પિતાના કબજામાં લીધું. ૧૮૦ એના પછી એના ઉત્તરાધિકારી તરીકે કઈ વિક્રમસિંહ આવ્યો. એના સમયમાં જાલેરના ચૌહાણે પશ્ચિમ પ્રદેશ કબજે કરી લીધો અને એની પાસેથી કે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy