SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ 3 ] સમકાલીન રાજ્યો [ ૧૭૩ પિતરાઈ ભાજ ૨ જો અને એના પછી એવા જ પિતરાઈ જયસિંહૈં ૪ થે ગાદીએ આવેલા. મુસલમાનેાના વારંવાર હુમલાઓથી માળવાનું શાસન ખળભળી ઊઠયુ હતું. એમાં માલવરાજના જ પ્રધાન ગેાગ પેાતાના સ્વામીના પ્રદેશમાંથી અ ભાગ છૂટો પાડી ધણી થઈ પડયો હતા. ગુજરાતના વાધેલા-સાલકી રાજા સારંગદેવે માળવાના ગામને હરાવ્યાનુ જાણવા મળે છે.૧૬૯ એ સ્પષ્ટ છે કે જલાલુદ્દીન ફીરાઝશાહ ખલજીએ વિ. સં. ૧૩૪૮(ઈ. સ. ૧૨૯૨ ) માં માળવા ઉપર ચડાઈ કરી ઉજ્જન લૂંટયું અને મદિરા તાડ્યાં. એ વર્ષ પછી એના ભત્રીજા અલાઉદ્દીને ભાલસા જીતી માળવાના પૂર્વ પ્રદેશના કબજો કર્યાં, અને મહમ્મદ તઘલખના સમયમાં, વિ. સં. ૧૪૦૦(ઈ. સ. ૧૩૪૪–હિ. સ. ૭૪૪) આસપાસ, માળવા સપૂ` રીતે મુસ્લિમ સત્તા નીચે ગયું.૧ ૧૬૬ (ર) આબુની શાખા મૂલરાજના સમયમાં આયુ-ચંદ્રાવતીમાં એક પરમાર વંશનું શાસન હતું. મૂલરાજે ઈ. સ. ૯૯૭( વિ. સ. ૧૦૫૩) પૂર્વે ત્યાંના ધરણીવરાહ નામના રાજવીના પરાભવ કરતાં એ હસ્તિકડી-મારવાડના રાષ્ટ્રકૂટ રાજા ધવલને શરણે ગયે. હતા. ૧૬૭ આ ધરણીવરાહના જાણવામાં આવેલા પૂર્વાંજ સિંધુરાજ હતા, જેના ઉત્તરાધિકારી તરીકે ઉત્પલરાજ, એના પછી એનેા પુત્ર અરણ્યરાજ, એને કૃષ્ણુરાજ, અને એના ધરણીવરાહ.૧૬૮ પાછળથી ધરણીવરાહે મૂલરાજનું સામંતપદ સ્વીકારતાં એતે એનું રાજ્ય પાછું સેાંપવામાં આવ્યું હતું. ધરણીવરાહ પછી એને પુત્ર મહીપાલ,૧૬૯ અને એના પછી એના પુત્ર ધંધુક ગાદીએ આવ્યા હતા. આ મેઉ જણા પાટણના રાજવંશના સામત હતા. ભીમદેવ ૧ લાના સમયમાં ધકે માથું ઊંચકવાના પ્રયત્ન કરતાં ભીમદેવે.એને હરાવ્યો એટલે ધક ચિતેાડમાં માળવાના ભાજને શરણે જઈ રહ્યો, એટલે મંત્રી વિમલને ચંદ્રાવતીના દંડનાયક તરીકે નીમી ચંદ્રાવતીના હવાલા સાંપ્યા. ત્યાં વિમલે એને કુનેહથી ખેલાવી ફરી સામતપદે સ્થાપિત કર્યાં. આ સમય ઈ. સ. ૧૦૨૭(વિ. સ. ૧૦૮૩) હોવાની શક્યતા છે, કેમકે આ પછી વિમલ આજીમાં અચલેશ્વરના માળે રસિયા વાલમતા સ્થાન નજીક વિમલવસહી ’નાં સુપ્રસિદ્ધ જૈન મ ંદિર બંધાવવા ચાલ્યેા ગયા હતા, જે ઈ. સ. ૧૦૩૨(વિ. સં. ૧૦૮૮)માં પૂર્ણ થયાં હતાં.૧૭૦ ધંધુકે કરી પણ માથું ઊચકયું હેાય એમ જણાય છે. એ સમય ઈ. સ. ૧૦૪૨(વિ. સ. ૧૦૯૯)ને હાવાની શકયતા છે.૧૭૧ એ સમયે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી એ અથ્થુ - મડલના મહારાજાધિરાજ' હતા, પરંતુ ઈ.સ ૧૦૬૨(વિ. સં. ૧૧૧૯)માં તે એને પ્રદેશ ભીમદેવ ૧ લાના શાસન નીચેને સામત–પ્રદેશ હતા. : 6
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy