SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સેલંકી કાલ [ પ્ર. શીલાદિત્ય, એ રીતે પાંચ રાજા મેવાડમાં રાજ્ય કરતા હોવાનું જાણવામાં આવ્યું છે. શીલાદિત્ય પછી અપરાજિત (વિ. સં. ૭૧૮-ઈ.સ. ૬૬૧ ના લેખમાં રાજાને ગૃહિલવંશ ને કહેવામાં આવ્યો છે, એટલે હવે વંશ “ગૃહિલ” અને પછી પૂણિપુત્ર” દ્વારા જુહુર” થઈ આગળ જતાં ગૃહિલેત’ વંશવાચક શબ્દ બન્યો.), મહેંદ્ર ૨ જે કાલભોજ કિવા બાપા રાવલ (વિ. સં. ૭૯૧-૮૧૦, ઈ. સ. ૭૩૫–૭૫૪, જેને સોનાનો એક સિક્કો જાણવામાં આવ્યો છે), ખુમાણ ૧ લો, મત્તટ, ભતૃભટ ૧ લે, સિંહ, ખુમાણ ૨ જે, મહાયક અને ખુમાણુ ૩ જો સત્તા. ઉપર આવ્યા હતા આ ખુમાણ ૩ જાને અનુગામી ભભટ તે મૂલરાજનો સમકાલીન. એનો બીજો લેખ વિ. સં. ૧૦૦૦(ઈ. સ. ૯૪૩)નો મળ્યો છે અને એના પુત્ર અઘટના સમયનો લેખ આહાડમાંથી વિ. સં. ૧૦૦૮ (ઈ. સ. ૯૫૧)-વિ. સં. ૧૦૧૦ (ઈ. સ. ૯૫૩)ને મળ્યો છે, જ્યારે એના પુત્ર નરવાહનને એકલિંગજીના સુપ્રસિદ્ધ સ્થાનને વિ. સં. ૧૦૨૮(ઈ. સ. ૯૭૧)ને મળે છે. આ નરવાહન પછી એનો પુત્ર શાલિવાહન સત્તા ઉપર આવેલો, પરંતુ એણે થોડા જ સમય રાજ્ય કર્યું હતું, કેમકે આહાડમાંથી મળેલા વિ. સં. ૧૦૩૪( ઈ. સ. ૯૭૭)ના લેખમાં એને પુત્ર શક્તિકુમાર સત્તા ઉપર હોવાનું જાણવામાં આવ્યું છે. આ શક્તિકુમારના સમયમાં માળવાના મુંજે મેવાડનો ચિતોડ સહિતનો કેટલેક ભાગ પોતાની સત્તા નીચે લઈ લીધો. આ પછી સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર ચડાઈ કરી યશોવર્મા પાસેથી. ઈ. સ. ૧૧૩૨ માં માળવા હસ્તગત કર્યું તે સમયે ચિતોડને પ્રદેશ પણ ગુજરાતની રાજસત્તા નીચે આવ્યો, જે કુમારપાલના સમય સુધી તો નિશ્ચિત રીતે હતો જ. શકિતકુમાર પછી અંબાપ્રસાદ કે આમ્રપ્રસાદ, શુચિવ, નરવર્મા, કર્તવમાં, ગરાજ, વિરાટ, હંસપાલ કે વંશપાલ, વરિસિંહ, વિજયસિંહ (આહાડનો એના. સમયને લેખ વિ. સં. ૧૧૭૩ – ઈ. સ. ૧૧૧૬ નો), અરિસિંહ, ચોડસિંહ, વિક્રમસિંહ, અને રણસિંહ (કર્ણસિંહ કે કર્ણ), એક પછી એક સત્તા ઉપર આવ્યા હતા. ગુજરાતના વાઘેલા અણેરાજે રણાંગણમાં હણેલે રણસિંહ આ હોય. એમ લાગે છે. ૧૩૫ આ રણસિંહ કે કર્ણસિંહથી વંશની બે શાખા ફૂટી : (૧) રાવલ, અને (૨) રાણું. મુખ્ય શાખા મેવાડની સત્તા ઉપર “રાવલ” તરીકે ચાલુ હતી, જ્યારે રાણા સિસોદ ગામના સામંત તરીકે સત્તા ભોગવ્યે જતા હતા, અને સિસોદને કારણે આ ફોટો “સિસોદિયા રાણા” તરીકે ત્યારથી ખ્યાત થયો. રણસિંહ પછી એને પુત્ર ક્ષેમસિંહ અને એના પછી એને પુત્ર સામંતસિંહ, સત્તા ઉપર આવ્યો. આ સામંતસિહંને ગુજરાતના સોલંકીરાજ સાથે સારી અથડામણ ચર નું આબુ-દેલવાડાની લુણિગ–વસહીમાંના પુરોહિત સેમેશ્વરે રચેલી પ્રશસ્તિવાળા
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy