SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ~ સુ' ] સમકાલીન રાજ્યા [ ૧૬૫ જાય છે. અને સરહદી પ્રદેશને કારણે જ થતી અથડામણ થતી હશે એટલું જ. આ પછી આ વંશ વિશે કંઈ જાણવા મળતું નથી. ઈ. સ. ૧૩૫૦ આસપાસમાં ત્યાં સંભવતઃ પરમાર વંશના રાજા મુંગુલનું શાસન જાણવામાં આવે છે.૧૩૨ ૩૭. આશાપલ્લીના ભિલ રાજવંશ આજના અમદાવાદના કાટની બહાર દક્ષિણ ભાગે સારા વિસ્તારમાં આશાપલ્લી નામનું નગર લગભગ પંદરમી સદી સુધી હોવાનું જાણવામાં આવ્યું છે.૧૩૩ અનુશ્રુતિ પ્રમાણે આસા નામના કોઈ ભિલ્લું આ નગર વસાવ્યું હતું, પરંતુ કયારે એ જાણવામાં આવ્યું નથી. ઐતિહાસિક સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી, પરંતુ પ્રબ ંધા ઉપરથી જાણી શકાય છે કે સિદ્ધરાજના પિતા કર્ણેદેવના સમયમાં આ નગર ઉપર ભિલ્લાનું શાસન હતું; કર્ણેના સમકાલીન રાજવી તરીકે ભિલ્લુરાજનું નામ ૮ આસેારાજ ' આપવામાં આવ્યું છે.૧૩૪ બાલ સિદ્ધરાજને અહિણવાડની ગાદીએ એસાડયા પછી કર્ણદેવ આશાપલ્લી ઉપર હલ્લો કરી, બિલ્લરાજની સત્તા નિર્મૂળ કરી એના નજીકના ભાગમાં ‘ કર્ણાવતી' નામની નવીન નગરીનું નિર્માણુ કરી રહેવા લાગ્યા. અહીં જ્યાં એને શુકન થયેલાં ત્યાં એણે ‘ કોછરબા ' દેવીનું મંદિર કરાયુ૧૩૫ અને વિજયના સ્થળે જયંતદેવીનું મંદિર કરાવ્યું. હવે ગુજરાતની પડેાશમાં આવેલાં રાજ્યાની સમીક્ષા કરીએ. ૧૮. મેવાડના ગૃહિલા ( રાવલ ) * (૧) રાવલ સાલકી વંશના મૂલરાજે ઇ. સ. ૯૪ર( વિ. સં. ૯૯૮ )માં અણુહિલવાડ પાટણમાં સત્તા હાથ કરી ત્યારે મેવાડના રાવલ તરીકે ખુમાણુ ૩ જો અથવા તા એના પુત્ર ભતૃ ભટ એની રાજધાનીના નગર નાગદામાં સત્તા ઉપર હતેા. વિ. સં. ૯૯૯(ઈ. સ. ૯૪૨ )માં ભભટના એક દાનલેખ જાણવામાં આવ્યા છે. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે ઈ. સ. ૧૯૪૭ માં મેવાડના મહારાજાએ ભારતના સમવાયતંત્રને મેવાડનું રાજ્ય સેાંપી દીધું ત્યાંસુધીમાં આ રાજવંશે લગભગ ચૌદસાક વર્ષ જેટલા સમય સળંગ રાજસત્તા ભાગવી છે. આ વંશના સંસ્થાપક ગૃહિલ કે ગ્રુહદત્ત કરીને ક્ષત્રિય વીર હતા કે જેના ચાંદીના ૨૦૦૦થી વધુ સિક્કા ઉત્તર પ્રદેશના આગરામાં મળ્યા જાણવામાં આવ્યા છે. એના વિશે બીજી કોઈ પ્રામાણિક માહિતી એના સમયની તેા નથી, પણ એના પુત્રના પ્રપૌત્ર શીલાદિત્યના સામેાલી ગામમાંના વિ. સ. ૭૦૩(ઈ. સ. ૬૪૬ )ના શિલાલેખથી વંશસ’સ્થાપક ગૃહિલ, એના પુત્ર ભાજ, એને મહેદ્ર, એને નાગ અને એને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy